Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
General news

વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી-વડીયા-કુંકાવાવ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને અમરેલી તાલુકાના ગામોમાં લોક દરબાર યોજાયો —

વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી – વડીયા – કુંકાવાવ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયાએ, જિલ્લાના અમરેલી તાલુકાના વિવિધ ગામોમાં સ્થાનિક પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવાના  ઉદ્દેશ સાથે ગ્રામ્ય વિસ્તારમાં લોક દરબારનું આયોજન કર્યુ હતુ. વિવિધ પડતર પ્રશ્નો અને મુદ્દાઓને લઈ વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાએ સંબંધિત અધિકારીશ્રીઓ સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી. સ્થાનિક વિસ્તારના પ્રશ્નોના નિવારણ માટે ઘટતું કરી શકાય તે અંગે આયોજન કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત સ્થાનિક સમસ્યાઓનું નિરાકરણ ઝડપી આવી શકે તેવા હકારાત્મક અભિગમ સાથે કામગીરી કરવા તેમણે સંબંધિત અધિકારીશ્રીઓને સૂચન આપી ગ્રામજનોને આ કામગીરીમાં સહકાર આપવા અનુરોધ કર્યો હતો.

રાજ્ય સરકાર ગામડાઓના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિકાસને ધ્યાને રાખી નીતિનિર્ણયોનું ઘડતર કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત  ગામડાઓ વિકાસની ગતિ સાથે તાલ મિલાવી આગળ આવે તેવા અભિગમ સાથે સૌ સાથે મળી વધુ સારી રીતે કામગીરી કરવામાં આવે તે જિલ્લાના વિવિધ વિસ્તારની પ્રગતિ માટે આવશ્યક છે. અમરેલી તાલુકાના ઢોલરવા  સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આ કાર્યક્રમ યોજાયો હતો. ગ્રામ્ય વિસ્તારમાં યોજવામાં આવેલા આ લોક દરબારમાં મામલતદાર કચેરી અમરેલી, તાલુકા પંચાયત કચેરી, માર્ગ મકાન વિભાગ, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા, પોલીસ વિભાગ, સ્વાસ્થ વિભાગ, શિક્ષણ વિભાગ સહિતના વિભાગોના અધિકારીશ્રીઓ સાથે બેઠક કરી અને ચર્ચા-વિચારણા દ્વારા લોક પ્રશ્નોનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં વિવિધ ગામોના પદાધિકારીશ્રીઓ, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

કોરોનાવાયરસ પછી ચીનમાં ધુમ્મસનો કહેર, ઝેંગઝોઉ શહેરમાં 200 વાહનો એકબીજા પર ચઢ્યા

Admin

ચોટીલા, નાની મોલડી અને થાનગઢ પોલીસ મથકમાં જુદા જુદા દરોડા દરમિયાન રૂ. 58 લાખથી વધુનો દારૂનો નાશ કરાયો

Admin

Forest Research Institute ने ग्रुप C 72 पदों के लिए भर्ती की प्रक्रिया शुरू, यहां से करें अप्लाई देखें योग्यता।

Admin

महाराष्ट्र: अमिताभ बच्चन, धर्मेंद्र और मुकेश अंबानी के घर को बम से उड़ाने कि मिली धमकी, एक कॉल से मच गया हड़कंप

Admin

રાજકોટમાં ૧૦ એકરમાં બનેલી સાયન્સ સીટીમાં અલગ અલગ છ થીમ આકર્ષણનું કેન્દ્ર

Admin

આજ રોજ સવાર કલાક 11.01 વાગ્યાનો કૉન્ટ્રોલ મેસેજ હતો

Karnavati 24 News