Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજ્ય

બારડોલીના બાબલાથી સુજલામ સુફલામ જળ અભિયાનનો આરંભ કરાવતા રાજ્ય ગૃહ મંત્રી

બારડોલી : ભાવિ પેઢીને સમૃધ્ધ જળવારસો આપવાના મહાઅભિયાન એવા ‘સુજલામ સુફલામ જળ અભિયાન’નો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બાબલા ગામેથી પ્રારંભ કરાવ્યો હતો. સુરત જિલ્લામાં વર્તમાન વર્ષ-૨૦૨૩માં અંદાજે રૂા.૧૩.૬૩ કરોડના ખર્ચે ૧૯૬ જેટલા જળસંચયના કામો કરવામાં આવશે. પાણીરૂપી પારસમણિનો વિવેકપૂર્ણ અને કરકરસરભર્યો ઉપયોગ કરવાની હિમાયત કરતા ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા ૨૦૧૮ વર્ષ શરૂ કરવામાં આવેલા જળસંચય અભિયાનને અપ્રિતમ સફળતા મળી હતી. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫ તળાવો બનાવવામાં સમગ્ર રાજ્યમાં સુરત જિલ્લો અવ્વલ બન્યો છે. ગત વર્ષોની સફળતાને ધ્યાને લઈ આ વર્ષે સમગ્ર ગ્રામજનોએ બમણા જોમ અને ઉમંગ સાથે જળસ્ત્રોતોના પુનઃજીવન કરવાના કાર્યમાં સૌને જોડાવાનો અનુરોધ કર્યો હતો.

વધુમાં ગૃહમંત્રી કહ્યું કે, ભાવિપેઢીને સમૃધ્ધ જળવારસો આપવા ગુજરાતે જળસંચયનો અદ્દભુત પુરૂષાર્થ યજ્ઞ આરંભ્યો છે. સુજલામ સુફલામ યોજના એ માત્ર યોજના જ નથી પરંતુ ગામમાં વસતા દરેક સમાજને એક કરવાનું કાર્ય કર્યું છે. આધુનિક જમાનામાં ડિજીટલ ગેઝેટ્સ પ્રત્યે જે લાગણી છે તે જ રીતે ગામના વૃક્ષો, ગામનું તળાવ સાથે દરેકની લાગણી બંધાય એમ તેમણે ઉમેર્યું હતું. આ અવસરે હાજર સૌએ ‘સુજલામ સુફલામ જળઅભિયાન’ની ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી હતી. આ વેળાએ ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, સંદીપભાઈ દેસાઇ, સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓક, સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર, તા.પંચાયત પ્રમુખ અંકિતભાઈ, બારડોલી ન.પા.પ્રમુખ ફાલ્ગુનીબેન, બારડોલીના નાયબ કલેકટર સ્મિત લોઢા, ડ્રેનેજ ડિવીઝનના કાર્યપાલક ઈજનેર કે.વી.ગીલીટવાલા, નાયબ કાર્યપાલક ઈજનેર એલ.આર.ગામીત, બારડોલી મામલતદાર પ્રતિકભાઈ પટેલ, બાબલા ગામના સરપંચ શીતલબેન, સમાજના અગ્રણીઓ જયંતીભાઈ પટેલ, કિશનભાઇ, અર્જુનભાઈ ચૌધરી, જિલ્લા પંચાયતના સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

પાટણની રાંકી વાવ ખાતે આદિત્ય ગઢવીના મારા મન મોર બની થનગનાટ કરે ગીતે શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

Admin

બિહારના મુખ્યમંત્રીને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર સુરતના યુવકની ધરપકડ

Karnavati 24 News

સાયન્સ સિટી સોમવારે સરદાર જયંતી નિમિતે મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે

Admin

ગુજરાતના મુખ્યમંત્રી ઉમેદવાર માટે 3 તારીખ સુધી AAPમાં વોટિંગ, જાહેર કરાયો ટોલ ફ્રી નંબર

Admin

આજે બંગાળમાં જોવા મળશે ચક્રવાતી તોફાન ‘સિતરંગ’ની અસર, IMDએ આપી ચેતવણી, વહીવટીતંત્ર એલર્ટ

Admin

किसान मजदूर संघर्ष कमिटी की ओर से आज 21 वां दिन धरने मे पुरे पंजाब मे 13 जिले मे टोल प्लाजा को एक महिना लिए किया फ्री

Admin