Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

અમદાવાદ: ધો. 12 ભણેલાએ US, કેનેડાના વિઝાના નામે લોકો પાસે 4 વર્ષમાં 31 લાખ પડાવ્યા, 15 ગુનાનો ભેદ ઉકેલાયો

અમેરિકા, કેનેડા જેવા દેશોના વર્ક પરમિટા વિઝા આપવાના બહાને છેતરપિંડી કરતી ટોળકીને અમદાવાદ સાઇબર ક્રાઇમે પકડી પાડી છે. સાઇબર ક્રાઇમે સુરતથી બે આરોપીની ધરપકડ કરી 15 ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

CID સાથે મળી સાઇબર ક્રાઇમે તપાસ આદરી હતી

સાઇબર ક્રાઈમની એક ટીમ સીઆઈડી ક્રાઈમની સાથે મળી 14 ગુનાની હકિકત અંગે તપાસ કરી રહી હતી. દરમિયાન સુરતનો એક વિસ્તાર લોકેટ થયો જ્યાં આરોપીની સતત હિલચાલ રહેતી હતી. આથી સાઇબર ક્રાઇમે કાર્યવાહી કરી ભાવેશ સરવૈયા અને ઉમેશ ચૌહાણની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ ગુનાની મોડસ ઓપરેન્ડી સમજવા માટે આરોપીઓની પૂછપરછ કરાઈ તો ચોંકાવનારી વિગતો સામે આવી.

એક આરોપી માત્ર ધો. 12 ભણેલો

પોલીસ તપાસ મુજબ, મૂળ સુરતના ભાવેશ સરવૈયા અને ઉમેશ ચૌહાણ છેલ્લા 4 વર્ષથી અમેરિકા અને કેનેડા જેવા દેશોના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા હતા. 4 વર્ષ દરમિયાન બંનેએ અંદાજીત 31 લાખથી વધુની છેતરપિંડી કરી છે. આ બંનેએ છેતરપિંડી કરવા માટે એક નવો માર્ગ શોધી કાઢ્યો હતો, જે હેઠળ તેઓ ભોગ બનનારાના બેંક એકાઉન્ટમાં રૂપિયાની ખોટી એન્ટ્રી બતાવવા માટે અન્ય ભોગ બનનારી વ્યક્તિના બેંક ખાતા અને સિમકાર્ડનો ઉપયોગ કરતા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ઉમેશ ચૌહાણ માત્ર ધોરણ 12 ભણેલો છે અને અગાઉ બેંકમાં ખાતા ખોલાવવાની સામાન્ય નોકરી કરતો હતો, જ્યાંથી તે પોતાનું બેંક એકાઉન્ટ કે સિમકાર્ડ વાપર્યા વિના છેતરપિંડી કરતા શીખ્યો હતો.

આ બંને આરોપીઓ વિઝા માટે જરૂરી બેંક બેલેન્સ બતાવવા માટે અરજદારોના નામે બેંક ખાતું ખોલાવી તેમના નામના સિમકાર્ડ પણ મેળવી લેતા હતા. ત્યારબાદ ફોન હેક કરી ફરિયાદીના તમામ રૂપિયા અલગ-અલગ ચાર્જ પેટે પડાવી છેતરપિંડી આચરતા હતા. જોકે હવે સાઇબર ક્રાઇમે તેમની ધરપકડ કરી 15 ગુનાનો ભેદ ઉકેલ્યો છે.સાઇબર ક્રાઇમે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

संबंधित पोस्ट

ઝઘડિયાના ઇન્દોર ગામે અમારા ફળિયામાં કેમ આંટા મારે છે કહીને એક ઇસમને માર માર્યો

Admin

ખાંભા તાલુકાના તાલાળા ગામે નદીના પાણીમાં પટેલ યુવાનનું મોત થતા સરકાર દ્વારા સહાય આપવામાં આવી

Admin

महाराष्ट्र: मुबंई में निलंबित आयकर अधिकारी पर मामला दर्ज, 48 लाख रुपये की ठगी का आरोप

Admin

एक छोटी सी लव स्टोरी : 23 साल की टीचर,16 साल का स्टूडेंट, हुए फरार

Admin

પોલીસ ગૌર નિંદ્રામાં ને તસ્કરો ને ધી કેળા? મોબાઇલ ની દુકાન ને તસ્કરોએ નિશાન બનાવી

Admin

कर्नाटक में रोड शो के दौरान पीएम मोदी की सुरक्षा में चूक, सुरक्षा घेरा तोड़कर कार के पास पहुंचा युवक

Admin