Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લાના સિંચાઈના પ્રશ્નો બાબતે બેઠક યોજાઈ

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લાના સિંચાઈના પ્રશ્નો બાબતે બેઠક યોજાઈ

જિલ્લા પંચાયત ઉપરાંત સિંચાઈ વિભાગની જિલ્લા કચેરીના સંબંધિત અધિકારીશ્રીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા

અધૂરા તળાવો અને ચેકડેમોનું નિર્માણરિપેરિંગ અને રિનોવેશન કાર્ય ખૂબ ઝડપથી આગળ વધારવા સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના

જિલ્લામાં સિંચાઈના નવા કામો પણ ઝડપથી સારી રીતે થાય તેવો નાયબ મુખ્ય દંડકશ્રીનો અભિગમ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને, અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના સિંચાઈ પ્રશ્નો બાબતે સંબંધિત સિંચાઈ અધિકારીશ્રીઓ સાથે વિસ્તૃત બેઠક યોજાઈ હતી. જિલ્લામાં સિંચાઈ માટેના  તળાવો અને ચેકડેમોના નિર્માણની રિપેરિંગ અને રિનોવેશન કામગીરી અધૂરી હોય તો તેને લઈ અધિકારીશ્રીઓ સાથે નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાએ વિસ્તૃત ચર્ચા કરી હતી. જિલ્લામાં સૌની યોજના અંતર્ગત તળાવો પાણીથી ભરવા, નદીઓ પર ચેકડેમોનું બાંધકામ કરવું, સૌની યોજનામાં બાકી રહ્યા હોય તેવા ગામોનો સમાવેશ કરવો, ડેમોને પાળા બાંધવા, ખરાબામાં તળાવોનું બાંધકામ, ચેકડેમો ભરવા માટે કનેક્શન આપવા, સૌની યોજના અંતર્ગત સિંચાઈ માટે પાણી છોડવા ઉપરાંત ચેકડેમ, તળાવોના રિપેરિંગ, રિનોવેશન સહિતના અમરેલી જિલ્લાના પ્રશ્નોને લઈ નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાએ વધુ ગતિથી કામ આગળ વધે તે માટે અધિકારીશ્રીઓને જરુરી સૂચના આપી હતી. જિલ્લામાં સિંચાઈના નવા કામો પણ ખૂબ ઝડપથી સારી રીતે આગળ વધે તેવો નાયબ મુખ્ય દંડકશ્રીએ અભિગમ દાખવ્યો છે. જિલ્લાના સિંચાઈના પ્રશ્નો બાબતે મળેલી બેઠકમાં જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના સંબંધિત અધિકારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

मध्यप्रदेश में खराब सड़क पर नितिन गडकरी ने माफी मांगी।

Admin

कोई नई कार नहीं, नमस्ते, अदब के साथ सभी का अभिवादन करें”: तेजस्वी यादव पार्टी के मंत्रियों को

Karnavati 24 News

ભાજપની મિશન 2024ની તૈયારી- પાટીલના જિલ્લા પ્રવાસના થશે આયોજનો, આ છે રણનિતી

Admin

૧૦ વર્ષ જૂના આધાર કાર્ડ ને અપડેટ કરવા જાહેર અનુરોધ

Admin

दिल्ली आबकारी नीति मामला: आज पूछताछ से पहले केजरीवाल ने कहा, ‘सीबीआई किसी को भी जेल भेज सकती है’

Admin

लखनऊ: केजरीवाल को कोर्ट ने नहीं दी राहत , चुनाव आचार सहिंता उल्लंघन का था मामला

Admin