Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

સૌ. યુનિવર્સિટીમાં આજથી બે દિવસ રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન: ૧૨૫ થી વધુ અધ્યાપકો, રીસર્ચ સ્કોલર્સ તથા વિદ્યાર્થીઓ જોડાશે

સૌ. યુનિવર્સિટીમાં આજથી બે દિવસ રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન: ૧૨૫ થી વધુ અધ્યાપકો, રીસર્ચ સ્કોલર્સ તથા વિદ્યાર્થીઓ જોડાશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર ભવનમાં “Recent Trends on Applied Statistics & Data Science ” In the memory of 100th Birthday of Prof. M.N. Das વિષય પર ર૮-૨૯, જાન્યુઆરીના રોજ બે દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે. આ રાષ્ટ્રીય કોન્ફરન્સમાં રીસર્ચ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ એકઝીકયુટીવ ડાયરેક્ટર આર.બી. બર્મન, ICMR, દિલ્હીના એડીશનલ ડાયરેક્ટર જનરલ પદ્મ સિંઘ, ઈન્ડિયન સ્ટેટીસ્ટીકલ ઈન્સ્ટિટ્યુટ, કોલકતાના પૂર્વ પ્રોફે. બીકાસ સિન્હા, IASRI, દિલ્હીના કન્સલ્ટન્ટ એડવાઈઝર એ.કે. નીગમ કી-નોટ સ્પીકર તરીકે તથા સમગ્ર ભારતમાંથી જુદા જુદા વિષય નિષ્ણાંતો આ રાષ્ટ્રીય કોન્ફરન્સમાં પ્રતિભાગીઓને માર્ગદર્શન આપશે. આ રાષ્ટ્રીય કોન્ફરન્સમાં સમગ્ર ભારતમાંથી ૧૨૫ થી વધુ અધ્યાપકો, રીસર્ચ સ્કોલર્સ તથા વિદ્યાર્થીઓ ભાગ લેશે.રાષ્ટ્રીય કોન્ફરન્સનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી સાહેબના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવેલ છે. આ રાષ્ટ્રીય કોન્ફરન્સની સફળતા માટે પ્રોફે. કિશોરભાઈ આટકોટીયા, ડો. દિશા રાંક તથા ડો. મયુર સવસાણી સહિતના કાર્યરત છે.

संबंधित पोस्ट

56 दिन बाद गाजियाबाद को मिला स्थाई एसएसपी : अस्थाई कैप्टन मुनिराज बने स्थाई, पलाश बंसल बने अलीगढ़ के एसपी

Karnavati 24 News

Hyundai की बिल्कुल-नई ‘Stargazer’ 7-सीटर MPV हुई लॉन्च, मिलेगी भरपूर केबिन स्पेस

Karnavati 24 News

રાજકોટવાસીઓ બહારનું ખાતા પહેલા ચેતજો: તીખી પાપડી, પફમાંથી મળી આવ્યો સિન્થેટિક કલર

Karnavati 24 News

વધુ એક EV કંપની એ રોકાણકારો ને કર્યા ખુશ! રોકેટ ગતિએ ચાલી રહ્યા છે Mercury Metals Limited ના શેર

Admin

दिल्ली – दिल्ली पुलिस ने किया ISI समर्थित खालिस्तानियो का भंडाफोड़

Karnavati 24 News

સોખડા વિવાદ મામલે હાઈકોર્ટે આપ્યો પ્રબોધ સ્વામી ગ્રુપને મોટો ઝટકો, જાણો શું કહ્યું કોર્ટે

Karnavati 24 News