Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

રાજકોટમાં આવેલ ધનંજય ફાઇનાન્સ પેઢી ઉઠી ગઈ: ૨૦થી વધુ લોકોના રૂપિયાનું ફુલેકું વાળી રફુચક્કર થઈ

Rajkot શહેરના નાના મવા મેઇન રોડ પર આવેલા શ્રી રાજ રેસિડેન્સી સામે આવેલી શ્રી ધનંજય નાગરિક ક્રેડિટ કો.ઓ.લી.ના સંચાલકોએ 20થી વધુ રોકાણકારોના રુા.4.30 કરોડનું ફુલેકુ ફેરવ્યાના ચકચારી પ્રકરણમાં વધુ એક રુા.30 લાખની છેતરપિંડીની વિધવાએ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ હુડકો કવાર્ટરમાં ખોડીયાર માતાજીના મંદિર પાસે રહેતી મંજુલાબેન રાજેશભાઇ કુકડીયાએ ધનંજય નાગરિક ક્રેડિય સોસાયટીના એજન્ટ મયુર પાંભર, ભાગીદાર ઘનશ્યામ પાંભર, મિલન અને પરેશ નામના શખ્સો સામે રુા.30 લાખની છેતરપિંડી કર્યાની બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. યાર્ડમાં શાકભાજીનો વ્યવસાય કરતા મંજુલાબેનના પતિ રાજેશભાઇ કુકડીયાએ 1-1-2016થી ધનંજય ફાયનાન્સના એજન્ટ મયુર પાંભર પાસે ડેઇલી બચત કરાવી હતી. તેની પાકતી મુદતે રુા.30 લાખ લેવાના હતા તે પેટે મયુર પાંભરે રુા.16 લાખ, 9 લાખ અને 3 લાખના ધનંજય ફાયનાન્સના ચેક આપ્યા હતા તે રિટર્ન થયા હતા. તેમજ ધનંજય ફાયનાન્સ સામે તાલુકા પોલીસમાં છેતરપિંડી અંગેનો રુા.4.30 કરોડનો ગુનો નોંધાતા કેટલાક શખ્સો જેલ હવાલે થયા હતા. બીજી તરફ મંજુલાબેન કુકડીયાના પતિ રાજેશભાઇ કુકડીયાનું તા.9-7-2022ના રોજ ધ્રોલ નજીક માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. તેમજ ધનંજય ફાઇનાન્સના સંચાપલક ઘનશ્યામ પાંભરે રુા.30 લાખના બદલામાં જસદણમાં ત્રણ દુકાન આપવાનું કહ્યું હોવાથી આજ સુધી પોલીસમાં ફરિયાદ નોંધાવી ન હતી. ઘનશ્યામ પાંભરે પોતાનો મોબાઇલ સ્વીચ ઓફ કરી નાખ્યો હતો અને મંજુલાબેન કુકડીયાને સંતોષકારક જવાબ આપતા ન હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. આ પહેલા ધનંજય ફાયનાન્સના રોકાણકારોને નિયમીત વયાજ મળતુ હતું પરંતુ 2019 ની સાલ બાદ વ્યાજ મળવાનું બંધ થઇ ગયું હતું. બાદ ધનશ્યામ પાંભર સુરત જતો રહ્યાનું જાણવા મળ્યું હતું. અને બાદ લોકોએ ત્યાં તપાસ કરતાં તે ભુગર્ભમાં ઉતરી ગયો હતો. જેથી લોકોએ અંતે કંટાળી ધનંજય ફાયનાન્સના એમ.ડી. વલ્લભ લાલજી પાંભર વિરુઘ્ધ પોલીસમાં કરોડોની છેતરપીંડીની ફરીયાદ નોંધાવી હતી.હાલ પોલીસે વલ્લભ લાલજી પાંભરની ધરપકડ કરી છે અને તેના વિરુઘ્ધ ર0 લોકોએ કુલ રૂ. 4,30,95,000 ની છેતરપીંડીની ફરીયાદ નોંધાઈ હતી. ધનંજય ફાયનાન્સમાં જેની રકમ ફસાઇ છે તેવા રોકાણકારોએ ફરીયાદ નોંધાવી છે જેમાં જયંતિલાલ અમરશી બેચરના રપ લાખ, વિપુલભાઇ બેચરાના 18.50 લાખ, કમલેશભાઇ રામોલીયાના 10 લાખ, ગીરીશભાઇ બારૈયાના 3.50 લાખ, દિનેશભાઇ ફેફરના 8 લાખ, જયેશભાઇ કોટડીયાના 10 લાખ વ્યાજ સહીત મળી ર0 લાખ, દિનેશભાઇ લીંબાસીયાના 15.50 લાખ વ્યાજ સહીત 31 લાખ, જયેશભાઇ સખીયાના 49 લાખ વ્યાજ સહીત 98 લાખ, વલ્લભભાઇ બુશાના 30 લાખ વ્યાજ સહીત મળી 60 લાખ, રાકેશભાઇ ઘેલાણી 85 હજાર, અરવિંદભાઇ દોગાના ર લાખ, અસ્મિતાબેન પાણના 14.50 લાખ, નારણભાઇ ધાંધીયાના 1.60 લાખ, બાલકદાસ દેવમુરારીના 3 લાખ, ફોરમબેન દેવમુરારી 1 લાખ, પ્રવિણભાઇ ખુમાણ 1 લાખ, અશોકભાઇ કોયાણી પ લાખ, વિપુલભાઇ વેકરીયા 3 લાખ, રમેશભાઇ ખારખીયા 1પ લાખ, અને ચંદુભાઇ હીરપરા 3 લાખ ઐમ તમામ લોકોના મળી કુલ રૂ. 4.30,95,000 ફસાયા છે.

संबंधित पोस्ट

તુલસીધામ શાક માર્કેટ પાસે આવેલી એસએલડી એચેન્ઝા એપાર્ટમેન્ટમાં રહેતાં હિતેષ કરશન જાવીયા દહેજ ખાતે ટ્રેક્ટર એન્ડ સ્પેર પાર્ટ્સની દુકાને ચલાવે છે.

Admin

दिल्ली: पुलिस ने शहर में पीएम मोदी के खिलाफ ‘आपत्तिजनक पोस्टर’ लगाने पर 6 को गिरफ्तार किया, 100 से अधिक प्राथमिकी दर्ज की

Karnavati 24 News

आगरा : अग्निवीर भर्ती के लिए आए युवक के फेक एनकाउंटर में फंसी आगरा पुलिस,FIR दर्ज़

Karnavati 24 News

ઘરેલુ હિંસા, જાતીય હિંસા, દહેજ સહિતના જુદા જુદા અંદાજે ૨૪૮૩ કેસમાં સુખદ સમાધાન

Admin

સુરત: સચિન જીઆઈડીસીમાં કાપડના વેપારીને 62 લાખનો ઓર્ડર આપ્યો, પછી માલ લઈ 5 ઠગ છૂમંતર

Admin

प्रयागराज : महिला के साथ लिव इन में रहने वाले युवक का शव जंगल में पेड़ से लटकता मिला

Admin