Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

નવસારી: રખડતાં ઢોરોના ત્રાસ સામે એક્શન! 10 સભ્યોની 2 ટીમ કામે લાગશે

નવસારીના વિજલપોર શહેરમાં રખડતાં ઢોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. આથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણી વખત રખડતાં ઢોરોની અડફેટે આવતા લોકોના નાની-મોટી ઇજાઓ થઈ છે. જ્યારે કેટલાક બનાવમાં તો રખડતાં ઢોરોના કારણે લોકોને પોતાનો જીવન પણ ગુમાવવાનો પણ વારો આવ્યો છે.

નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરાશે

જોકે રખડતાં ઢોરોના ત્રાસ સામે નવસારી નગરપાલિકા દ્વારા કાર્યવાહી તો કરવામાં આવે છે, પરંતુ તેની અસર માત્ર થોડા દિવસ સુધી જ જોવા મળે છે અને થોડા દિવસ બાદ સ્થિતિ પહેલા જેવી થઈ જાય છે. જોકે હવે લોકોની વારંવાર રજૂઆત બાદ નગરપાલિકા તંત્ર ફરી એક્શનમાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે. માહિતી મુજબ, આવતીકાલથી નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા શહેરના જાહેર માર્ગો પર રખડતા ઢોરને પકડી પાંજરાપોળમાં મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

10 સભ્યોની 2 ટીમ શહેરના જાહેર માર્ગો પર ફરશે

મીડિયા અહેવાલ મુજબ, આવતીકાલથી નવસારી-વિજલપોર નગરપાલિકાની 10 સભ્યોની 2 ટીમ રખડતાં ઢોરના ત્રાસ સામે કામગીરી હાથ ધરશે. જે હેઠળ શહેરના જાહેર માર્ગો પર રખડતાં ઢોરોને પકડીને પાંજરાપોળમાં મોકલવામાં આવશે. નોંધનીય છે કે, આ પહેલા પણ જ્યારે તંત્ર દ્વારા રખડતાં ઢોરના ત્રાસ સામે કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે કેટલાક માથાભારે ઢોરમાલિકોએ બળજબરી પૂર્વક ઢોર છોડાવી ગયા હતા, જેથી તંત્રને પોલીસની મદદ લેવાની ફરજ પડી હતી.

संबंधित पोस्ट

રાજકોટમાં કોરોનાની ફરી એન્ટ્રી: કોઇ પણ જાતની ટ્રાવેલ્સ હિસ્ટ્રી ન ધરાવતા પતી પત્નીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

Karnavati 24 News

ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યા ત્યારે નરેન્દ્ર મોદીને માતાએ કરી હતી આ વાત જે સૌ કોઈ યાદ કરે છે.

Admin

આજે ગુજરાતમાં ટાટા એરબસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે PM મોદી, એરફોર્સ માટે બનાવવામાં આવશે C-295 એરક્રાફ્ટ

Karnavati 24 News

છાયા – નવાપરામાં બાલવીનગરમાં રહેતા સેજલબેન મેઘનાથીએ આપઘાત નો પ્રયાસ

Admin

અમદાવાદ: વટવામાં ધુળેટી લોહિયાળ બની, મિત્રે જ મિત્રને લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો

Karnavati 24 News

રાજકોટમાં મૃત પશુને દાટવાના બદલે થાય છે તેનો વેપાર: કોન્ટ્રાક્ટરએ કોન્ટ્રાક્ટની શરતોનો ભંગ કરી કર્યું માસનું વેચાણ

Karnavati 24 News