Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

વડોદરામાં સૈન્ય શસ્ત્રોનું પ્રદર્શ, નજીકથી લોકોએ જાણી આર્મીની તાકાત, મુકાયા આ શસ્ત્રો

વડોદરામાં આર્મીના સૈન્યશસ્ત્રોના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આર્મીની શસ્ત્ર તાકાતનો અહેસાસ નજીકથી લોકોએ રુબરુ પ્રદર્શન જોઈને કર્યો હતો. આર્મી દ્વારા સુરક્ષા અને યુદ્ધમાં ઉપયોગ કરવામાં આવેલા શસ્ત્રો પ્રદર્શનમાં મુકવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, યુવાનો અને બાળકોએ હાજરી આપી હતી અને અમારી સેનાને જાણવાની તક પૂરી પાડી હતી.

આર્મી દ્વારા અવાર નવાર આ પ્રકારે સૈન્ય શસ્ત્રોના પ્રદર્શનનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓથી લઈને અન્ય શહેરીજનો આ પ્રદર્શન જોવા માટે આવ્યા હતા. યુવાનોને પ્રોત્સાહિત કરવા અને ભારતીય સેનાની શક્તિને નજીકથી લોકો જાણી શકે તે માટે ટેન્ક, ગન, રાઈફલ, તોપ સહીતના હથિયારો પ્રદર્શનમાં મુકવામાં આવ્યા હતા.

આ શસ્ત્રોનું પ્રદર્શન યોજાયું 

સેના દ્વારા એન્ટી ક્રાફ્ટ ગન, એન્ટી મિસાઈલ ગન, આર્ટિલરી ગન, મિસાઈલ, સર્વેલન્સ ટાવર, મોબાઈલ હોસ્પિટલ, એટીવી સહિતના આધુનિક સાધનો અને સંસાધનો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.  આ ઇવેન્ટમાં નવી પેઢીના શસ્ત્રો અને બંદૂક પ્રણાલીઓ, નવીનતમ અત્યાધુનિક સર્વેલન્સ સાધનો અને પાયદળ શસ્ત્રો, લડાયક વાહનો અને હવાઈ સંરક્ષણ બંદૂકો અને રડાર સાધનોથી માંડીને વિવિધ લશ્કરી સાધનો જોવા મળ્યા હતા.

વડોદરા ઉપરાંત અમદાવાદ સહીતના વિવિધ શહેરોમાં પણ આર્મી દ્વારા શસ્ત્ર પ્રદર્શન યોજવામાં આવતું હોય છે. અગાઉ અમદાવાદામાં નિરમા કોલેજ ખાતે પણ સૈન્ય શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

संबंधित पोस्ट

તાલાલા પંથકનાં 4 ગામના લોકો દ્વારા મતદાન બહિષ્કાર કરાશે .

Admin

વડોદરા-સોખડા હરિધામ મંદિરની સત્તા અને ગાદીનો વિવાદ, હાલ પૂરતું પ્રબોધ સ્વામી જૂથ મિલકતમાંથી બહાર નહીં

Admin

પાટણના સાયન્સ મ્યુઝિયમની દિવાળી તહેવારમાં 30 હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી

Admin

પરિક્રમાનો આજે મધ્યરાત્રીથી પ્રારંભ થાય એ પૂર્વે ત્રણેક લાખ યાત્રિકો ઉમટીયા

Admin

ગારીયાધાર શહેરનાં મીયા ની મેડી પાસેનો મુખ્ય માર્ગવિકાસની ઝપટે ચડ્યો

Admin

ભાવનગર મહાપાલિકા ના સેનેટરી સબ ઈન્સ્પેક્ટર ને સસ્પેન્ડ કરાયા

Admin