Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
General news

ગૂજરાત વિદ્યાપીઠ વિવાદ – આજે 22માંથી 8 ટ્રસ્ટીઓના રાજીનામાં સ્વિકારવામાં આવ્યા

ગૂજરાત વિદ્યાપીઠમાં ફરીથી ટ્રસ્ટીઓના મામલે વિરોધ જે થયો હતો તેમાં અપાયેલા 8 રાજીનામાનો સ્વિકાર કરવામાં આવ્યો છે. જેથી ફરી વિવાદ સમી જશે તે વિવાદ વકરશે. કેમ કે, છેલ્લા કેટલાક દિવસથી કુલપતિ તરીકે આચાર્ય દેવવ્રતની નિમણૂક બાદ નારાજગી ક્યાંકને ક્યાંક સામે આવતી હતી. જેમાં વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળામાં 22 ટ્રસ્ટીઓ સામેલ છે જેમાંથી 8 ટ્રસ્ટીઓએ વિરોધ નોંધાવ્યો હતો જેમના રાજીનામાંનો સ્વિકાર કરવામાં આવ્યો છે.

ગૂજરાત વિદ્યાપીઠ ખાતે આજે મહાદેવ દેસાઈ સમાજ સેવા પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સામાજીક સેવાનું કાર્ય કરતા મનસુખભાઈ સલ્લાનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પછી ટ્રસ્ટી મંડળની બેઠક મળી હતી. જો કે, આ જ મોકા અગાઉ રાજીનામા આપનાર 8 ટ્રસ્ટીઓના રાજીનામા સ્વીકારવામાં આવ્યા છે.

ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતની નિમણૂક અંગેના નિર્ણયનો વિરોધ કર્યો હતો જ્યારે કેટલાક ટ્રસ્ટીઓએ સમર્થન કર્યું હતું. આચાર્ય દેવવ્રત ગાંધી વિચારધારાના સાથેના ના હોવાનું તેમનું માનવું છે. જેથી ટ્રસ્ટીઓએ વિરોધ કર્યો હતો અને રાજીનામું આપ્યું હતુ. જોકે, તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. જો કે, 4 નવા ટ્રસ્ટીઓની પણ નિમણૂક કરવામાં આવી છે. હર્ષદ પટેલ, ડીપી ઠાકર, રાજશ્રી બિરલા અને ગફૂર બિલખીયા વિદ્યાપીઠના નવા ટ્રસ્ટી બન્યા.

संबंधित पोस्ट

પેથાપુરના યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેના પર બળાત્કાર ગુજાર્યો .

Admin

રાજકોટ મનપાની અદભુત કામગીરી: ૨૯૧ રખડતા પશુ ડબે પુરાયા, લોકોમાં હાશકારો

Admin

શરદી-ખાંસીના દર્દીના કોરોના ટેસ્ટ માટે ઓર્ડર. . . . .

Admin

भारतीयों ने इंडोनेशिया को बनाया सबसे बड़ा इस्लामिक देश: 1400 साल पहले हिंदुओं का बोलबाला;

Admin

100 મિલિયન લોકો માટે ખરાબ રહ્યું વર્ષ 2022, યુદ્ધ હિંસાને કારણે પોતાનો દેશ છોડવો પડ્યો

Admin

‘वॉयस ऑफ ग्लोबल साउथ’ शिखर सम्मेलन का पीएम मोदी ने उद्घाटन किया, कहा – ‘दुनिया संकट की स्थिति में’

Admin