Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ-વિદેશ

રશિયા યૂક્રેન યુદ્ધ વચ્ચે ભારત માટે ખરાબ સમાચાર, ક્રીમિયામાં અકસ્માતમાં 4 ભારતીય વિદ્યાર્થીઓના મોત

ગુરુવારે રશિયા તરફથી યૂક્રેન પર 100થી વધુ મિસાઈલોના હુમલા વચ્ચે ભારત માટે પણ ત્યાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. રશિયાના કબજા હેઠળના ક્રીમિયામાં મેડિસિનનો અભ્યાસ કરી રહેલા ચાર ભારતીય વિદ્યાર્થીઓનું કાર અકસ્માતમાં મોત થયું છે. આ વિદ્યાર્થીઓ ગુરુવારે ક્રીમિયાના સિમ્ફેરોપોલમાં કાર દ્વારા ક્યાંક જઈ રહ્યા હતા. દરમિયાન અચાનક કાબુ ગુમાવવાને કારણે તેમની કાર તેજ ગતિએ રોડની બાજુના ઝાડ સાથે અથડાઈ હતી. ચારેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

મંત્રાલયે પોલીસને આ ગંભીર અકસ્માતની તપાસ કરવાનો આદેશ આપ્યો 

રશિયાની સત્તાવાર સ્થાનિક સમાચાર એજન્સી અનુસાર, મૃત્યુ પામેલા ચાર ભારતીય વિદ્યાર્થીઓમાંથી બે કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હતા, જ્યારે બે ચોથા વર્ષના વિદ્યાર્થીઓ હતા. પ્રાથમિક માહિતી મુજબ આ ચારેય જણા રેનો લોગાન કારમાં સેન્ટ સિમ્ફેરોપોલની સેર્ગીવ-ટેન્સકી સ્ટ્રીટ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન તેમનો અકસ્માત થયો હતો.

એજન્સી અનુસાર, ક્રીમિયા પ્રજાસત્તાકના આંતરિક મંત્રાલયે પોલીસને આ ગંભીર અકસ્માતની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. તપાસમાં ડ્રાઈવરે કાર પરથી કાબુ ગુમાવવા પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે.

संबंधित पोस्ट

શ્રીલંકા ઇમરજન્સી: પોલીસ-વિરોધીઓ મધ્યરાત્રિએ સંસદની બહાર અથડામણ; કેબિનેટની બેઠકમાં રાષ્ટ્રપતિએ પીએમને રાજીનામું આપવા કહ્યું

Karnavati 24 News

યુકેન માં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ ખાતે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવી

Karnavati 24 News

અમેરિકી નાગરિકને સાઉદી શાસન વિરુદ્ધ ટ્વિટ કરવી પડી ભારે, થઈ 16 વર્ષની જેલ

Admin

રશિયા-યુક્રેન યુદ્ધ અપડેટ્સ: પુતિનની ગર્લફ્રેન્ડ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યું છે ઇયુ, જ્યોર્જ બુશે ઝેલેન્સકીને કહ્યું

Karnavati 24 News

ફોર્મૂલા-1 રેસમાં ગંભીર અકસ્માત, માચીસના ડબ્બાની જેમ પલટતી જોવા મળી કાર, ચીની ડ્રાઇવરને સીરિયસ ઇન્જરી

Karnavati 24 News

જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યને રામસર સાઈટ ઘોષિત કરાઈ

Karnavati 24 News