Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
General news

રાજકોટ મનપાની અદભુત કામગીરી: ૨૯૧ રખડતા પશુ ડબે પુરાયા, લોકોમાં હાશકારો

રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રાજ માર્ગો પર રખડતા ઢોરના પ્રશ્ને અવાર-નવાર અકસ્માતો સર્જાતા રહે છે, તે અંગે તંત્ર એકશનમાં આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે ત્યારે મનપા દ્વારા ગત અઠવાડીયે ૨૯૧ રખડતા ઢોર પકડવામાં આવ્યા છે. રાજકોટ શહેરના વિસ્તારો રામેશ્વર મહાદેવ, લક્ષ્મીનગર, હિંગળાજનગર, ગીત ગુજરી સોસાયટી, હનુમાનમઢી ચોક, તિરૂપતી સોસાયટી, ભોમેશ્વર મેઈન રોડ, શ્રમજીવી સોસાયટી તથા આજુબાજુમાંથી ૧૩(તેર) પશુઓ, સોરઠીયાવાડી, ભક્તિનગર, પોલિસ સ્ટેશન પાસે, સહકાર રોડ, નંદાહોલ, આનંદનગર મેઈન રોડ, દેવપરા, જંકલેશ્વર મેઈન રોડ તથા આજુબાજુમાંથી ૧૩(તેર) ઢોર પકડવામા આવ્યા છે. રાજકોટના કોઠારિયા સોલવન્ટ, પ્રદ્યુમન પાર્ક મેઈન રોડ, સોમનાથ સોસાયટી, ગોપાલનગર, હરીદ્વાર સોસાયટી, શ્રીરામ સોસાયટી, કોઠારીયા ગામ રોડ, રણુજા મંદિર પાસે, ગણેશ પાર્ક મેઈન રોડ, મચ્છુનગર મેઈન રોડ, શિવ હોટલ પાસે, ગોંડલ હાઈવે તથા આજુબાજુમાંથી ૫૬ ઢોરને પકડી પાડવામાં તંત્રને સફળતા મળી છે. પારેવડી ચોક, સંતકબીર મેઈન રોડ, પેડક રોડ, કુવાડવા રોડ, ગોકુલનગર આવાસ પાસે, ખોડીયારનગર, R.T.O. પાછળ, નરસિંહનગર, રામ સોસાયટી, છપ્પનીયા ક્વાર્ટર્સ, રણછોડનગર, ભગવતી પરા, માર્કેટીંગ યાર્ડ, બ્રહ્માણી પાર્ક, રાધામીરા સોસાયટી, મોરબી રોડ તથા આજુબાજુમાંથી ૨૪ ઢોર , પરસાણાનગર, રેલનગર મેઈન રોડ, જંકશન પ્લોટ, પોપટપરા મેઈન રોડ, રઘુનંદન સોસાયટી, હંસરાજનગર, કાલાવડ રોડ, સ્લમ ક્વાર્ટર, ઝુલેલાલ મંદિર, સિંધી કોલોની તથા આજુબાજુમાંથી ૨૧ ઢોર પકડવામાં આવ્યા છે.

संबंधित पोस्ट

કોચીનથી દિલ્હી જઈ રહેલી ફ્લાઈટની ભોપાલમાં ઈમરજન્સી લેન્ડિંગ, બચી ગયો જીવ

Admin

લીંબડી-લખતર સ્ટેટ હાઈવે પર શિયાણી ગામ નજીક બાઈક અને આઈસર વચ્ચે અકસ્માતમાં બે સગા શ્રમજીવી ભાઈઓના મોત નિપજયા

Admin

100 મિલિયન લોકો માટે ખરાબ રહ્યું વર્ષ 2022, યુદ્ધ હિંસાને કારણે પોતાનો દેશ છોડવો પડ્યો

Admin

दिल्ली में कड़ाके की ठंड, एनसीआर में कोहरा, पालम में दृश्यता घटी

Admin

महाराष्ट्र: अमिताभ बच्चन, धर्मेंद्र और मुकेश अंबानी के घर को बम से उड़ाने कि मिली धमकी, एक कॉल से मच गया हड़कंप

Admin

ઈમ્પેક્ટ ફીની મુદ્દત વઘારવાને લઈને રાજ્ય સરકાર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

Admin