Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
General news

દાહોદની શાળાની બેદરકારીના કારણે 8 વર્ષીય વિધ્યાર્થીનીનું મોત : જવાબદારી સામે કાર્યવાહીની માંગ

દાહોદના રામપુરા ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં પ્રવેશદ્વારનો મસમોટો દરવાજો તૂટીને એક વિદ્યાર્થીની પર પડ્યો હતો જેને લઈને વિધ્યાર્થીનીને ગંભીર પ્રકારની ઇજાઓ થઈ હતી. જેને લઇને તેનું ઘટનામાં મોત નિપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

આ વિધ્યાર્થી ધોરણ 8 માં અભ્યાસ કરી રહ્યો હતો અને ડાબેણ ફળિયામાં રહેતા નરેશભાઇ મોહનિયાના પુત્રી અસ્મિતા હતી. તે વિધ્યાર્થીની ગત તારીખ 20મીના રોજ રામપુરાના મુખ્ય શાળાએ ભણવા ગઈ હતી.તે દરમિયાન સાંજના સમયે 4:30 વાગ્યાના અરસામાં ઘર જઇ રહી હતી અને તે દરમિયાન અચાનક જ તેની ઉપર દરવાજો પડવાને કારણે તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી હતી અહીં શિક્ષણ વિભાગના અગ્રણીઓ પણ દવાખાને દોડી ગયા હતા જોકે સારવાર દરમિયાન  કિશોરી બચી શકી ન હતી અને કમકમાટી ભર્યું તેનું મોત નીપજ્યું હતું.
આ બનાવને પગલે શાળા પ્રશાસન અને સ્થાનિક તંત્ર સામે બેદરકારીના કારણે રોષ જોવા મળી રહ્યો છે.આવડી મોટી દુર્ઘટના બની હોવા છતાં પણ હજુ સીધી જવાબદારો સામે કાર્યવાહી પણ થઇ નથી તેવામાં તાત્કાલિક ધોરણે આ બનાવને લઈને કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ પણ ઉભી થઇ રહી છે.

संबंधित पोस्ट

ब्रिज होने का दावा करना मुश्किल” : राम सेतु के अस्तित्व पर केंद्र ने संसद में दिया जवाब

Admin

પેથાપુરના યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેના પર બળાત્કાર ગુજાર્યો .

Admin

દાહોદ જિલ્લાના ખેડૂતો માટે કિસાન ગોષ્ઠી યોજાઇ : ૧૪૨૩ ખેડૂતોએ લીધો ભાગ

Admin

Pele Funeral: અલવિદા પેલે… આંખમાં આસૂ સાથે ફૂટબોલ લિજેન્ડને અપાઇ અંતિમ વિદાય

Admin

ગૂજરાત વિદ્યાપીઠ વિવાદ – આજે 22માંથી 8 ટ્રસ્ટીઓના રાજીનામાં સ્વિકારવામાં આવ્યા

Admin

बजट से पहले टीम मोदी में बदलाव की संभावना, चुनावी कैलेंडर को लेकर बीजेपी हो रही तैयार

Admin