Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
General news

નવયુગ વિદ્યાલય પોરબંદરમાં ધોરણ ૯ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઇ – બહેનોને અગત્યની સુચના

નવયુગ વિદ્યાલય પોરબંદરમાં ધોરણ ૯ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઇ – બહેનોને અગત્યની સુચના આપતા જણાવવાનું કે, શાળામાં તેઓની હાજરી રોજ ઓનલાઇન અપડેટ કરવામાં આવે છે કે જે તેઓના આઇ.ડી.નંબર ઉપર રજીસ્ટર્ડ થાય છે. બોર્ડના નિયમોની જોગવાઇ મુજબ દરેક વિદ્યાર્થીની શાળામાં વર્ષ દરમ્યાન ૮૦ % હાજરી હોવી અનિવાર્ય છે. ધોરણ ૧૦ – ૧૨ના વિદ્યાર્થીઓની ફેબ્રુઆરી સુધીની ૮૦% હાજરી ન થાય તો બોર્ડ દ્વારા પરીક્ષાની હોલ ટિકિટ ઇસ્યુ કરવામાં આવતી નથી અને વિદ્યાર્થી પરીક્ષામાં ઉપસ્થિત રહી શકશે નહીં. ધોરણ ૯ અને ૧૧માં જે વિદ્યાર્થીની હાજરી ૮૦%થી ઓછી હોય, તેઓ વાર્ષિક પરીક્ષામાં ઓછી હાજરીના કારણે ઉપસ્થિત રહી શકશે નહીં. વિદ્યાર્થીની હાજરી બાબતની ગંભીરતા સમજીને પોતાના સંતાનને નિયમિત શાળાએ મોકલવા અને વર્ગશિક્ષકના સંપર્કમાં રહી તેના અભ્યાસનું અપડેટ લેતા રહેવું એ પ્રત્યેક વાલીની ફરજ છે. ગેરહાજરીના કારણે બોર્ડ દ્વારા જે કોઇ કાર્યવાહી કરવામાં આવે તેની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થી અને તેના વાલીની રહે છે. શાળાકીય હાજરી બાબતે ખૂબ નિયમિત રહેવા તમામ વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી હતી.

संबंधित पोस्ट

તડબૂચની ખેતીમાં દવા છંટકાવ માટે ડ્રોનનો ઉપયોગ કરતા માલપુર તાલુકાના પ્રગતિશીલ ખેડૂતો, સમય અને રૂપિયાનો બચાવ

Karnavati 24 News

વંથલી તાલુકાના સોનારડી ગામમાંથી વધુ એક દીપડી પાંજરે પુરાઈ હતી

Admin

પેથાપુરના યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેના પર બળાત્કાર ગુજાર્યો .

Admin

દાહોદ જિલ્લાના ખેડૂતો માટે કિસાન ગોષ્ઠી યોજાઇ : ૧૪૨૩ ખેડૂતોએ લીધો ભાગ

Admin

ઠંડીનું જોર ઘટયું: રાજકોટમાં પરો બે ડિગ્રી ઉચકાયો, બે દિવસ ઠંડીમાં થોડી રાહત

Admin

महिलाओं के चूड़ियां पहनने के होते हैं कई लाभ, वैज्ञानिक महत्व के साथ आयुर्वेद में भी है जिक्र

Admin