Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ-વિદેશ

ચીન પછી હવે અમેરિકાએ બનાવ્યો ‘નકલી સૂર્ય’, શું ખતમ થઈ જશે ઉર્જા સંકટ?

અમેરિકાએ પ્રથમ વખત ન્યુક્લિયર ફ્યુઝન રિએક્શન સફળતાપૂર્વક પાર પાડ્યું છે. કેલિફોર્નિયામાં લોરેન્સ લિવરમોર નેશનલ લેબોરેટરીની નેશનલ ઇગ્નીશન ફેસિલિટીના અમેરિકન વૈજ્ઞાનિકોએ આ પરાક્રમ કર્યું છે જેના પરિણામે શુદ્ધ ઉર્જાનું ઉત્પાદન થયું. આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા સૂત્રોએ આ વાતની માહિતી આપી છે. એવું માનવામાં આવે છે કે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી મંગળવારે સત્તાવાર રીતે તેની સફળતાની જાહેરાત કરી શકે છે. ન્યુક્લિયર ફ્યુઝનને ‘કૃત્રિમ સૂર્ય’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

એક અહેવાલ અનુસાર, આ પ્રયોગના પરિણામો સ્વચ્છ ઊર્જાના અનંત સ્ત્રોતને પ્રાપ્ત કરવા માટે દાયકાઓથી ચાલી રહેલી શોધમાં એક મોટું પગલું સાબિત થઈ શકે છે. જો આ સફળ થાય છે તો અશ્મિભૂત ઇંધણ પર માનવ નિર્ભરતાને સમાપ્ત કરવામાં મદદ મળી શકે છે. દાયકાઓથી, સંશોધકો લેબમાં ન્યુક્લિયર ફ્યુઝનનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ લેબમાં સૂર્યને શક્તિ આપતું ફ્યુઝન ઉત્પન્ન કરવા માગતા હતા. વિભાગે રવિવારે જાહેરાત કરી હતી કે યુએસ એનર્જી સેક્રેટરી જેનિફર ગ્રાનહોમ મંગળવારે એક ‘મુખ્ય વૈજ્ઞાનિક સફળતાની’ જાહેરાત કરશે.

શું હોય છે ન્યુક્લિયર ફ્યુઝન?

ન્યુક્લિયર ફ્યુઝન ત્યારે થાય છે જ્યારે બે કે તેથી વધુ પરમાણુઓ એક મોટા પરમાણુમાં જોડાઈ જાય છે. આ પ્રક્રિયામાં ગરમીના રૂપમાં મોટી માત્રામાં ઉર્જા ઉત્પન્ન થાય છે. પરમાણુ વિભાજન, જેનાથી સમગ્ર વિશ્વમાં વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે, તે કિરણોત્સર્ગી કચરો ઉત્પન્ન કરે છે જ્યારે પરમાણુ ફ્યુઝનમાં આવું થતું નથી. હાલમાં, વિશ્વભરના વૈજ્ઞાનિકો આ એક લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે જુદી-જુદી રીતે સંશોધન કરી રહ્યા છે.

ચીને બનાવ્યો હતો વર્લ્ડ રેકોર્ડ 

નેશનલ ઇગ્નીશન ફેસિલિટી પ્રોજેક્ટ ન્યુક્લિયર ફ્યુઝનમાંથી ઉર્જાનું સર્જન કર્યું. ન્યુટ્રોન અને આલ્ફા કણોમાંથી ભેગી થયેલી ઉર્જા ગરમી તરીકે સંગ્રહિત કરવામાં આવે છે. આ ગરમીનો ઉપયોગ ઉર્જા ઉત્પન્ન કરવા માટે થઈ શકે છે. ગયા વર્ષે યુકેમાં કેટલાક વૈજ્ઞાનિકોએ સતત ઉર્જા રેકોર્ડ બ્રેક જથ્થામાં ઉત્પન્ન કરી હતી. જોકે, તે માત્ર 5 સેકન્ડ જ ટકી શકી હતી. કેટલાક મહિનાઓ પહેલા ચીને પણ ન્યુક્લિયર ફ્યુઝનની દિશામાં મોટી સફળતા હાંસલ કરી હતી. હેફેઈમાં ચીનના ન્યુક્લિયર ફ્યુઝન રિએક્ટરે 1,056 સેકન્ડ અથવા લગભગ 17 મિનિટ માટે 7 કરોડ ડિગ્રી સેલ્સિયસ ઊર્જા ઉત્પન્ન કરી હતી.

संबंधित पोस्ट

યુકેન માં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ ખાતે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવી

Karnavati 24 News

ઈરાન વિરોધ પ્રદર્શન: વધુ એક હિજાબ વિરોધી પ્રદર્શનકારીને આપી દીધી ખુલ્લેઆમ ફાંસી…

Admin

રશિયા યૂક્રેન વચ્ચે ચાલી રહેલા જંગમાં ભારત કોનો સાથ દેશે

Karnavati 24 News

‘પાકિસ્તાની ચાયવાલા’ના નામથી પ્રખ્યાત આ યુવકે જે કર્યું તે સોશિયલ મીડિયા પર વાયરલ થયું

Karnavati 24 News

તાલિબાન શાસનમાં મહિલાઓની સ્થિતિ વધુ કથળી, હવે તેમને જાહેર જીવનમાંથી દૂર કરવાના થઈ રહ્યા છે પ્રયાસો, યુએનએ વ્યક્ત કરી ચિંતા

Karnavati 24 News

એક્સક્લુઝિવ: અમેરિકન ગુજરાતીએ ટ્રક કંપની AMW, Tritonને રૂ.માં હસ્તગત કરી. 400-600 કરોડ