Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

મોરબીની કોર્ટમાં દક્ષ પટેલ અને ટીએમસી પ્રવક્તા વિરુદ્ધ કલેકટરે બદનક્ષીની ફરિયાદ કરી

મોરબીની કોર્ટમાં દક્ષ પટેલ અને ટીએમસી પ્રવક્તા વિરુદ્ધ કલેકટરે બદનક્ષીની ફરિયાદ કરી

કોર્ટમાં અરજી કરવામાં આવી હોવાની સુત્રો પાસેથી માહિતી 

        મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીની મુલાકાત લીધી હોય જે મુલાકાતમાં વડાપ્રધાનના ખર્ચની વિગતો આરટીઆઈથી સામે આવી હોવાનું જણાવીને ટ્વીટ કરવામાં આવ્યું હતું જેને પગલે સરકાર અને તંત્રની બદનામી થઇ હોવાનથી જીલ્લા કલેકટર દ્વારા મોરબીની કોર્ટમાં દક્ષ પટેલ અને ટીએમસી પ્રવક્તા સાકેત ગોખલે વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ કરી છે તેવી માહિતી સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે

જે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ પીએમ નરેન્દ્ર મોદી ઝૂલતો પુલ તૂટી પડ્યા બાદ મોરબી આવ્યા હતા જ્યાં તેઓએ મૃતકોના પરિવારજનો અને ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી અને ઘટનાસ્થળની મુલાકાત લેવા ઉપરાંત અધિકારીઓ સાથે મીટીંગ યોજી હતી જે મુલાકાત મામલે સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઇ હતી જેમાં આરટીઆઈ હેઠળ માંગવામાં આવેલ માહિતી મુજબ પીએમ મોદીની મુલાકાતમાં ૩૦ કરોડથી વધુનો ખર્ચ થયો છે તેવું લખવામાં આવ્યું હતું જે પોસ્ટને કારણે સરકાર અને તંત્રની બદનામી થઇ હોવાથી મોરબી જીલ્લા કલેકટર દ્વારા મોરબી કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરવામાં આવી છે દક્ષ પટેલ અને ટીએમસી પ્રવક્તા સાકેત ગોખલે વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ કરવામાં આવી છે

સોશ્યલ મીડિયામાં જે પોસ્ટ વાયરલ કરવામાં આવી છે જેમાં પીએમની મુલાકાત સમયે રૂ ૩૦ કરોડનો ખર્ચ થયાનું જણાવ્યું છે અને આ માહિતી આરટીઆઈ મારફત વિગતો સામે આવી હોવાનું લખવામાં આવ્યું હતું જોકે આવી કોઈ આરટીઆઈ હેઠળ તંત્ર પાસેથી વિગતો માંગેલ ના હોય અને વહીવટી તંત્ર દ્વારા કોઈને આ પ્રકારની માહિતી આપવામાં આવી ના હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે જેથી તંત્ર અને સરકારની બદનામી થઇ હોવાથી કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરવામાં આવી હોવાની માહિતી સુત્રો જણાવી રહ્યા છે

संबंधित पोस्ट

સુરત: પેપર ચોરી થવાના કેસમાં પ્રથમ વાર વિદ્યાર્થીઓ પેપર આપવા પહોચ્યા, ક્લાસમાં બેસીને પુસ્તક વાંચવા પડ્યા

Karnavati 24 News

જામનગરજિલ્લાના પોલીસ તંત્ર દ્વારા રાત્રી કર્ફ્યુ ની અમલવારી દરમિયાન ત્રણ બાઇક ચાલક અને રિક્ષાચાલક નશો કરેલી હાલતમાં પકડાયા

Karnavati 24 News

 દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ-૧૯ ને લઇને એક પત્રકાર પરિષદ

Karnavati 24 News

ગીર સોમનાથ જિલ્લામાં 26 ફેબ્રુઆરીએ ગરીબ કલ્યાણ મેળો યોજાશે, CM ભૂપેન્દ્ર પટેલ વીડિયો કોન્ફરન્સથી જોડાશે

Karnavati 24 News

 દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખ્રીસ્તી સમાજના ભાઇ બહેનોને નાતાલની શુભેચ્છાઓ પાઠવી

Karnavati 24 News

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં પ્રધાનમંત્રી મન કી બાત કાર્યક્રમ નું આયોજન કરાયું

Karnavati 24 News