Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ચૂંટણી

પાટણમાં મતદાન વધુ થાય તે માટે મતદાતાઓને ભેટ સ્વરૂપે વેપારીએ એક પેન આપી

પાટણમાં મતદાન વધુ થાય તે માટે મતદાતાઓને ભેટ સ્વરૂપે વેપારીએ એક પેન આપી

પાટણ વિધાનસભા ની બેઠકો ઉપર મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. વહેલી સવાર થી જ ઉત્સાહ સાથે મતદારો મતદાન મથકો પર જઈ મતદાન કરી રહ્યા છે. ત્યારે ચૂંટણી પંચની સતત અવેરનેસને કારણે પાટણ શહેર માં લોકો વધુ ને વધુ મતદાન કરવા પ્રેરાય તે માટે પાટણ ના એક વેપારી એ અનોખો નુસ્કો અપનાવ્યો છે. મતદાન કરી ને આવનાર વ્યક્તિ ને ભેટ સ્વરૂપે એક નાની પેન આપવાની જાહેરાત કરી હતી. જેને પગલે વહેલી સવાર થી જ મતદાતાઓ મતદાન કરીને વેપારીની દુકાન અર્થે પોતાની ભેટ લેવા પહોંચ્યા હતા. ત્યારે વેપારીએ પણ દરેક મતદાતાઓને ભેટ સ્વરૂપે એક પેન આપી હતી.

વેપારીએ જણાવ્યું હતું કે, લોકશાહીના આ મહાપર્વમાં લોકો વધુને વધુ મતદાન કરે તે માટે આ રીતની જાહેરાત કરી છે. જેમાં અત્યાર સુધીમાં 200થી વધુ લોકોને પેન આપી છે. સાંજ સુધીમાં 2000 જેટલી પેન મતદાતાઓને પોતાની દુકાન પરથી પેન આપશે તેવું વેપારીએ જણાવ્યું હતું.

संबंधित पोस्ट

ભાજપના દિગ્ગજ નેતા વજુ વાળાએ ભાજપની જીત અને કોંગ્રેસ અને આપની હારને લઈને શું કહ્યું

Admin

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: 11 વાગ્યા સુધી 18.86% મતદાન, ઈટાલિયાએ લગાવ્યો ધીમું મતદાન કરાવવાનો આરોપ

Admin

માંડવિયાએ કહ્યું- મોદી સરકારની સ્વાસ્થ્ય યોજનાઓનું પરિણામ મળી રહ્યું છે, માતૃ મૃત્યુ દરમાં મોટો ઘટાડો

Admin

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: રવિન્દ્ર જાડેજાનો માસ્ટરસ્ટ્રોક, વોટિંગ પહેલા આપી દીધી ગુજરાતીઓને બાળાસાહેબ ઠાકરે સ્ટાઇલમાં આવી સલાહ

Admin

મતદાર વિધાનસભાની અંદર પ્રવેશી મતદાન કરતા હશે તેવો અહેસાસ કરશે

Admin

બેઠક પ્રમાણે મતદાનની ટકાવારી

Admin