Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

આજકાલ મોંઘવારી બહુ નડે છે એટલે મત આપવાની ઇચ્છા થતી નથી પણ આપણો ધર્મ સમજી મત આપીશું

પાટણ તાલુકાના ખારી વાવડી ગામના પાટિયા પાસે ખેતરમાં નિંદામણની મજૂરી કરતી બહેનોએ જણાવ્યું કે અત્યારે સવારમાં મજૂરી કરવાની અને બપોર પછી મત આપીશું. આજકાલ મોંઘવારી બહુ નડે છે એટલે મત આપવાની ઇચ્છા થતી નથી પરંતુ સારું થાય (વિકાસ થાય)એટલે માટે અને ધરમ સમજીને મત આપીશું.

સોમવારે વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું હતું અને સવારે સવારે મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી. પાટણમાં જાહેર સભા સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સવારના ગાળામાં બધા કામો પડતા મૂકીને પહેલા મતદાન કરવા સૌને અપીલ કરી હતી. બહેનોને સવારના બધા કામોમાંથી મતદાન માટે છુટ્ટી આપવા ભાઈઓને આગ્રહ પૂર્વક કહ્યું હતું.

જો કે, પાટણ તાલુકાના ખારી વાવડી, કુણઘેર, અડિયા રોડ ઉપર આવેલા ખેતરોમાં ખેડૂત મજૂરોની અવરજવર અને કામગીરી ચાલુ હતી. અડિયા અને કુણઘેર ગામે ખેત મજૂરોએ મતદાન કરી આવ્યા હોવાનું જણાવ્યું હતું. જ્યારે ખારી વાવડી ગામે ખેતરમાં કામ કરી રહેલી મહિલાઓએ જણાવ્યું હતું કે પહેલા કામ કરી લઈશું અને બપોર પછી મતદાન આપીશું.

તેમણે કહ્યું કે ખેતીમાં સારું છે પણ મોંઘવારી છે એટલે વધતું કંઈ નથી. વિકાસ થાય તે સૌને ગમે. અમને પણ ગમે. પણ હાડમારી તો હાડમારી જ રહે. તમે વિકાસ માટે મત આપશો કે પરિવર્તન માટે તેમ પૂછતાં તેમણે સામો સવાલ કર્યો કે તમે કોણ ભાજપવાળા છો કે કોંગ્રેસવાળા. છાપાવાળા હોવાનું કહેતાં તેમણે કહ્યું કે મતદાન કાયમ કરીએ છીએ. આ વખતે પણ કરશું. બપોર પછી ઘરના કામ પૂરા થયા પછી મત આપવા જઈશું. અમારા ખેતરમાં નીંદામણ કાઢવું અમારા માટે વધારે જરૂરી છે .કામ પહેલા પછી બીજું બધું.

संबंधित पोस्ट

इन लोगो की करिये पूजा अर्चना,सफलता चूमेगी कदम, मिलेगी उन्नति

Karnavati 24 News

સૌ. યુનિવર્સિટીમાં આજથી બે દિવસ રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન: ૧૨૫ થી વધુ અધ્યાપકો, રીસર્ચ સ્કોલર્સ તથા વિદ્યાર્થીઓ જોડાશે

Admin

स्वतंत्रता दिवस से पहले दिल्ली पुलिस को मिली बड़ी कामयाबी, 2000 कारतूस बरामद; 6 आरोपी गिरफ्तार

Karnavati 24 News

“NCP શહેર પ્રમુખ આકાશ સરકાર” ને એસ્ટેટ વિભાગ ના અધિકારી દ્વારા “જાતિવાદક” શબ્દો બોલવામાં આવ્યા

Karnavati 24 News

चंद्र ग्रहण के समय क्या करने से मिलता है लाभ। जाने।

Admin

અજમેર છટ્ટી શરીફ નિયાઝ કોરોના નાબુદ કરવા માટે દુઆ કરવા મા આવી

Karnavati 24 News