Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતતાજા સમાચારરાજકારણ

પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, આ 4 જિલ્લાની સભા ગજવશે

વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ચાર જિલ્લામાં ગઈકાલે પ્રવાસ તેમનો યોજવામાં આવ્યો હતો ત્યારે આજે તેઓ ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં પ્રચાર મેદાને ઉતરશે. પીએમ મોદીની ગઈકાલે મોટી સભાઓ સૌરાષ્ટ્ર્થી લઈને દાહોદ તેમજ વડોદરા સહીતના જિલ્લાઓમાં યોજવામાં આવી હતી.

વડાપ્રધાન મોદીએ ગુજરાતની ચૂંટણીની કમાન પોતાના હાથમાં લીધી છે.  ત્યારે PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે તેઓ ગઈકાલની જેમ આજે પણ 4 જિલ્લામાં પ્રચાર કરશે. પાલનપુર, અરવલ્લીના મોડાસા, અમદાવાદના દહેગામ અને બાવળામાં તેઓ આજે વિશાળ જનસભાને સંબોધન કરશે.

વડાપ્રધાનની સાથે સાથે આજે ભાજપના અન્ય સ્ટાર પ્રચારકો પણ ભાગ લેશે. પરંતુ પીએમ મોદીની પ્રચારની મહત્વની આ સભાઓ રહેશે. તેઓએ 19 નવેમ્બરથી બેઠકો યોજવાનું શરૂ કર્યું છે. ગઈકાલે પીએમ મોદીની મહેસાણા, દાહોદ, વડોદરા અને ભાવનગરમાં વિશાળ જાહેર સભાઓ યોજાઈી હતી જ્યાં તેઓ આગવી શૌલીમાં સંબોધન કરતા જોવા મળ્યા હતા.

પીએમ મોદીએ અગાઉની જેમ ફરી એક નારો પણ તેમની જનસભામાં લોકો સમક્ષ છેડ્યો છે તેઓ ગઈકાલે અબકી બાર કહેતા જ લોકોએ મોદી સરકારના નારા લગાવ્યા હતા. પીએમ મોદીની સાથે સાથે આજે કેન્દ્રીય મંત્રીઓ તેમજ ભાજપ શાસિત રાજ્યોની સીએમ પણ મેદાને ઉતરશે.

संबंधित पोस्ट

ગુજરાતના લઠ્ઠાકાંડ મુદે સંસદમાં વિપક્ષ દ્વારા આક્રમક: સભા મોકુફીની દરખાસ્ત

Karnavati 24 News

 જસુણી ગ્રામ પંચાયતમાં મતદાન પેટીમાંથી વધારે મતપત્ર નીકળેલ હોવાના આક્ષેપો સાથે ફરી મતદાન કરાવવા મામલતદારને રજુઆત

Karnavati 24 News

સમગ્ર ગાંધીનગર જિલ્લા મહેસૂલી વિસ્તારમાં બેફામ અને મનસ્વી રીતે લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ

Admin

અમરેલીમાં પોસ્ટલ વિભાગ વિદેશી મોકલાતા પાર્સલ ઘર બેઠા કલેકશન કરશે

Karnavati 24 News

ભાજપના સ્ટાર પ્રચારક અને ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથે વાલિયામાં જાહેરસભા સંબોધી

Admin

Govt hikes excise duty on petrol and diesel by Rs 3 per litre

Admin