Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજ્ય

મુંબઇની આર્ટ સોસાયટી ઓફ ઈન્ડીયા દ્વારા આયોજીત પંચદિવસીય લેન્ડસ્કેપ શિબીરનો શુભારંભ : સમગ્ર આયોજન પોરબંદર ઇનોવેટિવ ગ્રુપ ઓફ આર્ટિસ્ટ દ્વારા

કલાનગરી પોરબંદરમાં ખ્યાતનામ કલાકારીએ લાઈવ લેન્ડસ્કેપ તૈયાર કરી રહ્યા છે. મુંબઇની આર્ટ સોસાયટી ઓફ ઈન્ડીયા દ્વારા આયોજીત પંચદિવસીય લેન્ડસ્કેપ શિબીરનો શુભારંભ થયો છે જેમાં ૩૦ જેટલા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચિત્રકારો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોનું લાઈવ સ્કેચીંગ કરવાની રંગબેરંગી પ્રવૃત્તિ શરૂ થઇ અને તેનું સમગ્ર આયોજન પોરબંદર ઇનોવેટિવ ગ્રુપ ઓફ આર્ટિસ્ટ દ્વારા થયું છે.

ઇનોવેટિવ ગ્રુપ ઓફ આર્ટિસ્ટ પોરબંદર દ્વારા શહેરમાં ચિત્રકલાને લગતા અવારનવાર વિવિધ આયોજનો યોજવામાં આવે છે. ગઇકાલથી ૨૫ નવેમ્બર ૨૦૨૨. દરમિયાન મુંબઈ, મહારાષ્ટ્રની ધ આર્ટ સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત જેમાં લગભગ ૩૦ જેટલા ચિત્રકારો પોરબંદર ખાતે દિવસ-૫ સુધી લેન્ડસ્કેપ્સ શિબિરનું આયોજન શરૂ થયું છે. જેમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય દિગ્ગજ ચિત્રકારો પોરબંદરના વિવિધ સ્થળોના ચિત્રો વોટર કલરમાં લેન્ડસ્કેપ બનાવી રહ્યા છે, જેમાં પાંચ દિવસ દરમીયાન અસ્માવતી ઘાટ,સુભાષનગર રાજમહેલ, હજુર પેલેસ તથા સાંદિપની શ્રીહરી મંદિર અને પોરબંદરના માણેકચોક તથા સુદામા ચોક જેવા શહેરની બજારોનું લાઇવ સ્કેચિંગ તથા પેઇન્ટિંગ વોટર કલરમાં દોરશે.

ઇનોવેટીવ ગ્રુપ દ્વારા અવારનવાર ચિત્રકલાને લગતા આયોજનો થતા હોય છે જેથી કલારસિક શહેરીજનો તથા શાળા, કોલેજના વિદ્યાર્થીઓ તેનો લાભ મેળવતા રહે છે. ત્યારે પોરબંદર ઈનોવેટીવ ધ ગ્રુપ ઓફ આર્ટિસ્ટના પ્રેસિડેન્ટ બલરાજ પાડલિયાએ જણાવ્યું હતું કે આજે પ્રથમ દિવસે સવારે સાંદીપની ખાતે અને સાંજે અસ્માવતી ઘાટ ખાતે ચિત્રો દોરવામાં આવી રહ્યા છે.લેન્ડસ્કેપ પેઇન્ટિંગ અંગે મહત્વની માહિતી આપતા બલરાજભાઈ પાડલીયાએ જણાવ્યું હતું કે, લેન્ડસ્કેપ પેઇન્ટિંગ અથવા ડ્રોઇંગ એ એક આર્ટવર્કનો સંદર્ભ આપે છે જેનું પ્રાથમિક ધ્યાન કુદરતી દશ્યો છે, જેમ કે પર્વતો, જંગલો, ખડકો, વૃક્ષો, નદીઓ, ખીણો વગેરે દોરવામાં આવે છે અને ત્યાં લાઇયચિત્રો દોરવાની અલગ મજા હોય છે. પૃથ્વી એક અદ્ભુત રચના છે. ઉજડ રણથી લીલાછમ વરસાદી જંગલો સુધી; ઉછળી રહેલા મહાસાગરોથી વાદળછાયું આકાશ સુધી… પૃથ્વી દ્રશ્ય કલાકારો માટે અનંત પ્રેરણા પૂરી પાડે છે.

આપણે જ્યાં જોઈએ છીએ ત્યાં કુદરતની કરામત છે. સમગ્ર ઇતિહાસમાં, ક્લાકારોને પ્રકૃતિની રહસ્યમય સુંદરતા અને પૃથ્વીના વૈવિધ્યસભર લેન્ડસ્કેપ્સની ભવ્યતામાં અનંત પ્રેરણા મળી રહે છે. લેન્ડસ્કેપ કલાકારો પૃથ્વીની તેમની દ્રષ્ટિને વિવિધ રીતે દર્શાવવાનું પસંદ કરી શકે છે. શક્ય તેટલી નજીકથી પ્રકૃતિની નકલ કરવાના પ્રયાસમાં તેમને વાસ્તવિક રીતે પેઇન્ટ કરી શકાય છે. પરંતુ લેન્ડસ્કેપ પેઇન્ટિંગને ચોક્કસ સ્થાનની નકલ કરવાની જરૂર નથી. લેન્ડસ્કેપ પેઇન્ટિંગને અમૂર્ત રીતે બનાવી શકાય છે, જેમાં છબીને ઊંડા આધ્યાત્મિક અર્થ સાથે આવરી લેવામાં આવે છે. આ પદ્ધતિમાં કામ કરતા કલાકારોનું સારું ઉદાહરણ ઑસ્ટ્રેલિયાના એબોરિજિનલ કલાકારો છે જેઓ સઘન વિગતવાર અમૂર્ત ચિત્રો બનાવે છે.

संबंधित पोस्ट

સાયન્સ સિટી સોમવારે સરદાર જયંતી નિમિતે મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે

Admin

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બનાસકાઠા ના કાંકરેજ ખાતે ચૂંટણી સભા સંબોઘી.

Admin

પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલ ચાણક્ય વિદ્યાલયમાં લાઈવ મોકડ્રિલ યોજવામાં આવી

Admin

મહારાષ્ટ્ર : ઉદ્ધવે CBI-ED પર કેન્દ્ર પર નિશાન સાધ્યું, સંજય રાઉત શરદ પવારને મળવા પહોંચ્યા

Admin

બારડોલીના બાબલાથી સુજલામ સુફલામ જળ અભિયાનનો આરંભ કરાવતા રાજ્ય ગૃહ મંત્રી

Admin

किसान मजदूर संघर्ष कमिटी की ओर से आज 21 वां दिन धरने मे पुरे पंजाब मे 13 जिले मे टोल प्लाजा को एक महिना लिए किया फ्री

Admin