Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

આંતરરાજ્ય સરહદી વિસ્તારોમાં શાંતિ-સલામતી સાથે ચૂંટણીઓ યોજાય એ માટે બેઠક યોજાઇ

જિલ્લા સેવા સદન, દાહોદ ખાતેના  મીડિયા મોનીટરીંગ એન્ડ કન્ટ્રોલ રૂમની વડોદરા ઝોનના સંયુક્ત માહિતી નિયામક   રાજેન્દ્ર રાઠોડે મુલાકાત લીધી હતી. તેમણે અહીં કરાયેલ જિલ્લાની ચૂંટણીલક્ષી માહિતીના પ્રદર્શનનું પણ નિરીક્ષણ કર્યું હતું. અહીં કાર્યરત કર્મયોગીઓને તેમની જવાબદારીઓ વિશે પૃચ્છા કરી હતી તેમજ આ અંગેના રજીસ્ટરોની ચકાસણી કરી હતી. સંયુક્ત માહિતી નિયામક એ નાયબ માહિતી નિયામક   એસ.જે. બળેવીયાને જરૂરી સૂચનો કર્યા હતા.

દાહોદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે ત્યારે આંતરરાજ્ય સરહદી વિસ્તારોમાં શાંતિ, સલામતી અને પારદર્શકતા સાથે ચૂંટણી યોજાઇ એ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં બાંસવાડા, અલીરાજપુર, જાંબુઆના ઉચ્ચ અધિકારી ઓ ઉપસ્થિત રહ્યાં હતા.
કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ અધિકારી  ઓને જિલ્લાના સરહદી વિસ્તારોમાં ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે યોજાઇ એ માટે સહયોગ કરવા જણાવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક   બલરામ મીણાએ સરહદી વિસ્તારોમાં શાંતિ બની રહે માટે ઉપસ્થિત પોલીસ અધિકારીઓને સહયોગ આપવા જણાવ્યું હતું. જેમાં નામચીન આરોપીઓને ઝડપવા, હથિયારના પરવાનેદારો પાસેથી હથિયાર જમા લેવા સહિતની બાબતોની વિગતે ચર્ચા કરવામાં આવી હતી. બાંસવાડા, અલીરાજપુર, જાંબુઆના ઉચ્ચ અધિકારી ઓએ સરહદી વિસ્તારોમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાઇ એ માટે સહયોગ આપવા માટે સહમતી દર્શાવી હતી.

બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી   પ્રજાપતિ સહિતના અધિકારી ઓ ઉપસ્થિત રહ્યાં હતા

संबंधित पोस्ट

ચૂંટણી પરિણામો વચ્ચે સંસદ ભવનમાં બેઠકની રાહ જોતા રહ્યા કોંગ્રેસના સાંસદો, જન્મદિવસ ઉજવવા રાજસ્થાનના રિસોર્ટ ચાલ્યા ગયા સોનિયા ગાંધી

Admin

વડોદરા શહેરના આજવા સરોવરની સપાટી 211.25 ફૂટે પહોંચી, 15મી ઓગસ્ટે રાત્રે 212 ફૂટે લેવલ સેટ કરાયું

Karnavati 24 News

ભારત જોડો યાત્રા : પદયાત્રામાં સામેલ કોંગ્રેસના ચાર કાર્યકરોને કરંટ લાગ્યો

Admin

સર્વેના વિવાદ વચ્ચે યોગી સરકાર મદરેસાના આ વિદ્યાર્થીઓનું સન્માન કરશે, પુસ્તકોના ખાતામાં પૈસા પણ આપશે

ભાજપ ગૌરવ યાત્રા દ્વારા 144 મતવિસ્તારોમાં 2.5 કરોડ મતદારો સુધી પહોંચશે

 ઓમિક્રૉનના કેસ વધતા 12 રાજ્યમાં ક્રિસમસ અને ન્યૂ યર પાર્ટી પર રોક

Karnavati 24 News