Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

આપ પાર્ટીએ નકસલવાદનું સુઘરેલુ વર્ઝન છે, ભારતને તોડવાની રાજનીતિ કરવા દેશભરમાં ફરી રહી છે. પ્રદિપસિંહ વાધેલા

આજે કમલમ ખાતે આપ નેતા રાજભા ઝાલા સહિતના સમર્થકો જોડાયા છે ત્યારે

કાર્યક્રમમાં પ્રદિપસિંહ વાઘેલાજી મીડિયાને સંબોધન કરતા જણાવ્યું કે, દેશના વડાપ્રધાનશ નરેન્દ્રભાઇ મોદી ભવિષ્યના ભારતના નિર્માણ માટે સતત પરિશ્રમ કરી રહ્યા છે. આજે ભાજપની વિચારધારા સાથે જોડાઇ રાજભા ઝાલા ભાજપમાં જોડાયા છે તેથી ભાજપના કાર્યકરો વતી તેમનું હૃદયથી સ્વાગત છે.
 પ્રદિપસિંહ વાઘેલાજીએ આપ પાર્ટી પર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું કે, આપ પાર્ટીએ નકસલવાદનું સુઘરેલુ વર્ઝન છે. JNUમાં અફઝલ હમ શર્મિદા હૈ..તેરે કાતિલ ઝિંદા હૈ…ના નારા લગાવનાર લોકોને અને સુપ્રિમ કોર્ટે અફઝલને ફાંસીની સજા આપી હતી કોર્ટના આ નિર્ણય સામે સવાલો કરનાર લોકો વચ્ચે આપ પાર્ટીના નેતા કેજરીવાલ તેમને સમર્થન આપતા હતા. આપ પાર્ટીએ અર્બન નકસલી પાર્ટી છે જે ભારતને તોડવા માટેની રાજનીતી કરવા દેશભરમાં ફરી રહી છે. દેશમા ઘણા રાજયોની ચૂંટણીમાં તેમની ડિપોઝીટ પણ જપ્ત થઇ છે. આ વખતની ચૂંટણીમાં ગુજરાત અને હિમાચલની જનતા તેમને જડબાતોડ જવાબ આપશે. ગુજરાતની જનતા ફરી ભાજપને જીતાડી ઐતિહાસીક બેઠકોથી વિજય બનાવશે તેવો વિશ્વાસ છે. પ્રદિપસિંહ વાધેલાજીએ વધુમાં જણાવ્યું કે આવો સૌ સાથે મળી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી નેતૃત્વમાં ભારતના નવ નિર્માણના ભગિરથ કાર્યમાં સહભાગી થઇએ. ભારતની એકત અને અંખડતાને તોડવવા વાળી વિદેશી તાકતોના એજેન્ટોને ગુજડરાતની જનતા જાકોરો આપશે.
 રાજભા ઝાલાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, આજે ભાજપમાં જોડાવવાથી આનંદની લાગણી અનુભવું છું. ભાજપ સાથે પહેલા 18 વર્ષથી સંગઠનમાં કામ કર્યુ છે. રાજકીય પરિબળોના કારણે ભાજપ પાર્ટી છોડી હતી.

संबंधित पोस्ट

 જસુણી ગ્રામ પંચાયતમાં મતદાન પેટીમાંથી વધારે મતપત્ર નીકળેલ હોવાના આક્ષેપો સાથે ફરી મતદાન કરાવવા મામલતદારને રજુઆત

Karnavati 24 News

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ની પરીક્ષા રદ્દ કરી દેવાતા સુરત જીલ્લા યુથ કોંગ્રેસે આપ્યું આવેદન

Karnavati 24 News

ગુજરાત રાજકીય ક્ષેત્રે રાજ્ય દાન મેળવવા ત્રીજા ક્રમાંકે, જાણો ભાજપ-કોંગ્રેસને કેટલું મળ્યું દાન

Karnavati 24 News

ભાજપે ચૂંટણીની તૈયારીઓ કરી શરૂ;CM પટેલની પાર્લામેન્ટ્રી બોર્ડમાં એન્ટ્રી

Karnavati 24 News

નરેશ પટેલ અને યુવરાજસિંહ જાડેજા વચ્ચે બેઠક યોજાઇ

Karnavati 24 News

PM મોદીએ સાયન્સ સિટી અમદાવાદમાં આયોજિત કેન્દ્ર-રાજ્ય વિજ્ઞાન પરિષદનું ઉદ્ઘાટન કર્યું

Karnavati 24 News