Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ-વિદેશ

ટ્વીટરમાંથી ઈલોન મસ્કે 50 % કર્મચારીઓને કર્યા છૂટા, જણાવ્યું આ કારણ

ઈલોન મસ્કે ટ્વિટરના લગભગ 50 % કર્મચારીઓને કંપનીમાંથી છૂટા કર્યા. એક સપ્તાહ પહેલા આ માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મને 44 બિલિયન ડોલરમાં ખરીદનાર મસ્કે ગત સાત દીવસોમાં કંપનીમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. જેમાં સમગ્રવિશ્વમાં ટ્વિટરના 7500 કર્મચારીઓમાંથી લગભગ 3700 કર્મચારીઓને નોકરી પરથી છૂટા કરવા જેવા પગલાંનો સમાવેશ થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે, જે કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા હતા તેમની પાસેથી શુક્રવારે જ કંપનીના કોમ્પ્યુટર અને ઈ-મેલનો એક્સેસ પરત લેવામાં આવ્યા છે.

જ્યાં એક તરફ ટ્વિટર પર કર્મચારીઓને આ રીતે નોકરીમાંથી છૂટા કરવા બદલ ઈલોન મસ્કની ટીકા થઈ રહી છે. ત્યારે શુક્રવારે મોડી રાત્રે ટેસ્લાના ચીફે પોતે એક ટ્વિટમાં આ વિશે સ્પષ્ટતા કરતા કહ્યું કે, “જ્યાં સુધી Twitter પર કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનો સંબંધ છે, તે દુર્ભાગ્યપૂર્ણ છે કે અમારી પાસે કોઈ વિકલ્પ નહોતો. ખાસ કરીને જ્યારે કંપની દરરોજ 4 મિલિયન ડોલર(અંદાજે રૂ. 32 કરોડ) ગુમાવી રહી છે. ”

ટ્વિટરમાં આવકના અભાવનો મુદ્દો ઉઠાવી ચૂક્યા છે મસ્કે 

મસ્કએ શુક્રવારે ટ્વિટરની આવકમાં તીવ્ર ઘટાડા વિશે પણ ફરિયાદ કરી અને કહ્યું હતું કે, આવું કેટલાક કાર્યકર્તા જૂથોને કારણે થઈ રહ્યું છે જે જાહેરાતકર્તાઓ પર દબાણ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, “અમે કાર્યકરોને સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો. તેઓ અમેરિકામાં સ્વતંત્ર અભિવ્યક્તિને સમાપ્ત કરવા માંગે છે.

મસ્કની ટિપ્પણીઓને તાજેત્તરમાં તેમની નાગરિક અધિકાર જૂથો સાથેની મીટિંગ સાથે જોવામાં આવી રહી છે, જ્યાં ટેસ્લાના વડાને તેમના નેતૃત્વને લઈને પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો હતો. કેટલાક કાર્યકરોએ ચિંતા વ્યક્ત કરી છે કે, યુએસ મધ્યવર્તી ચૂંટણીઓ પહેલા ટ્વિટર અપ્રિય ભાષણનો સ્ત્રોત બની શકે છે.

संबंधित पोस्ट

ભારત પર નવી આફત આવી શકે છે ?? જાણો શું છે કારણ ?? India With Russia ??

Karnavati 24 News

એરિક ગારસેટી: એરિક ગારસેટી ભારતમાં યુએસ એમ્બેસેડર બનશે, યુએસ કોંગ્રેસ દ્વારા મંજૂર, તેમના વિશે જાણો

Karnavati 24 News

યુક્રેનથી દિવનો વિદ્યાર્થી પરત ફરતા તેમના મા-બાપ મા છવાઈ ખુશીની લહેર

Karnavati 24 News

જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યને રામસર સાઈટ ઘોષિત કરાઈ

Karnavati 24 News

ભારતની સાવિત્રી જિંદાલ એશિયાની સૌથી અમીર મહિલા બની ગઈ છે

Karnavati 24 News

શું કંગાળ પાકિસ્તાનની હાલત પણ શ્રીલંકા દેશ જેવી થઇ જશે ?

Karnavati 24 News