Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ગોંડલ વિધાનસભા બેઠક અલ્પેશ કથિરીયાને આપ પાર્ટી ઉતારી શકે છે, જાતિગત સમીકરણો

તાજેતરમાં જ આપ પાર્ટીમાં જોડાયેલા પાટીદાર નેતા પાસ કન્વીનર અલ્પેશ કથિરીયાને આપ પાર્ટી ગોંડલ બેઠક પરથી ચૂંટણી લડાવી શકે છે. ગોંડલ વિધાનસભા બેઠકને લઈને અલગ મોડ આવી શકે છે. આ વિધાનસભાની બેઠકો હંમેશા ચર્ચામાં રહી છે.

અલ્પેશ કથિયિરીયા પાટીદાર નેતા છે અને ક્ષત્રિયની સાથે સાથે પાટીદારોનું પણ ત્યાં પ્રભુત્વ છે. ત્યારે અલ્પેશ કથિરીયાને આ ચાન્સ મળી શકે છે. આ ઉપરાંત યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપનું સમર્થન પણ મળી શકે છે. આ ગ્રુપ પણ સમર્થનમાં આવી શકે છે.

ગોંડલ બેઠક પરથી મનીષા ખુંટનું નામ જાહેર કર્યું છે ત્યારે આ નામ બદલી આપ અલ્પેશ કથિરિયાનું નામ જાહેર કરી શકે છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ગોંડલ બેઠક પર સૌ કોઈની નજર છે. મળતી વિગતો અનુસાર અલ્પેશ કથિરીયા પણ ઈચ્છા ધરાવે છે. જેથી નવા જૂની પણ ગોંડલમાં પણ થઈ શકે છે. આપ પાર્ટી નવા જાતિગત સમીકરણના આધારે આ નિર્ણય લઈ શકે છે.

તમામ આંદોલન સાથે જોડાયેલા પાસના સંયોજકો એવા કથિરીયા કોઈ પણ રાજકિય પક્ષમાં જોડાયા નહોતા પરંતુ અલ્પેશ કથિરીયા આપમાં જોડાતા પાટીદાર પ્રભૂત્વ ધરાવતી સીટ તેમને ફળી પણ શકે છે. જો કે, સૂરતમાંથી પણ લડે તો નવાઈ નહીં. તાજેતરમાં જ તેઓ અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં વિધીવત રીતે જોડાયા છે. આમ અલ્પેશ કથિરીયાની આપ પાર્ટીમાં જોડાતા આપને પણ પાટીદારોનું સમર્થન મળી શકે છે.

संबंधित पोस्ट

ગુજરાત દિપોત્સવ અંક વિક્રમ સંવત 2078 મુખ્યમંત્રી દ્વારા બહાર પાડવામાં આવ્યો

વડાપ્રધાનના હસ્તે અડાલજ ખાતે અન્નપૂર્ણા ધામમાં બનાવવામાં આવેલ હોસ્ટિપલ અને છાત્રાલયનું ઉદઘાટન કરાશે

Karnavati 24 News

વેરાવળ પૂર્વ ધારાસભ્ય જસાભાઈ બારોટે દિનદયાળ ઉપાધ્યાયની પૃણ્યતિથિ પર વંદન કર્યા

Karnavati 24 News

ગુજરાત સ્થાપના દિવસે ચંદેરિયામાં BTP અને AAPનું ગઠબંધન, મહાસંમેલન યોજાશે

Karnavati 24 News

જૂનાગઢ જિલ્લા માં 338 ગામના મતદાન મથક ખાતે બપોર બાદ પોલીંગ સ્ટાફ અને પોલીસ પહોંચી જશે

Karnavati 24 News

યોગી આદિત્યનાથ ફરીથી યુપીના સીએમ બનશે કે નહીં? શું કહે છે તેમની કુંડળી?

Karnavati 24 News