Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

આમ આદમી પાર્ટીએ વધુ એક સંગઠનના માળખાની જાહેરાત કરી, કાર્યભાર સોંપવામાં આવ્યો

આજે આખા ગુજરાતમાં લોકો પરિવર્તન લાવવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા. આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી પાસે લાખો લોકોનું સંગઠન તૈયાર થઈ ગયું છે. અને આ સંગઠન હજુ પણ દિવસે ને દિવસે મોટું થઈ રહ્યું છે. ગુજરાતના લોકો જાણે છે કે આજે ગુજરાતમાં ફક્ત એક જ પાર્ટી છે જે લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકે એમ છે અને એટલા માટે જ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

આ નવા જોડાતા લોકોમાં દરેક વ્યક્તિને તેમની ક્ષમતા અનુસાર કાર્યભાર સોંપવામાં આવે છે. આજે અમને જણાવતા ખુશી થઈ રહી છે કે આજે આમ આદમી પાર્ટી વધુ એક સંગઠનની યાદી બહાર પાડી રહી છે. સંગઠનમાં નવા જોડાનાર લોકોથી આમ આદમી પાર્ટી વધુ મજબૂત બનશે એવો અમને પૂરો વિશ્વાસ છે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી તથા રાજ્યસભા સાંસદ ડૉ. સંદીપ પાઠક, પ્રદેશ ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ તથા પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાના માર્ગદર્શન હેઠળ નવા પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે.

ચૈતરભાઈ વસાવા, અરવિંદભાઈ સોલંકીને પ્રદેશ ઉપપ્રમુખ બનાવવામાં આવે છે. સાથે સાથે ચંદ્રિકાબેન સોલંકી, નીતાબેન મોદી, ભરતસિંહ કોટીલા, મોહનભાઈ રાઠોડ, સાગર પંભાર અને ઇન્દ્રવિજયસિંહ રાઓલને પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી બનાવવામાં આવે છે.

આ સાથે સાથે અલગ અલગ વિંગ અને અલગ અલગ જિલ્લાઓના સંગઠનમાં કુલ 138 પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે. દરેકે દરેક પદાધિકારી આવનારી ચૂંટણીમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવવા જઈ રહ્યા છે. આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ઘરે ઘરે પહોંચી ગઈ છે એનો પૂરેપૂરો શ્રેય આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને તથા અલગ અલગ સંગઠનમાં જવાબદારી નિભાવતા પદાધિકારીઓને જાય છે.

આવનારી ચૂંટણીમાં જે ઇતિહાસ રચાવવા જઈ રહ્યો છે તેમાં આમ આદમી પાર્ટીના દરેકે દરેક નેતા તથા કાર્યકર્તાઓની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે અને આવનારી ચૂંટણી ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાશે.

संबंधित पोस्ट

દેવગઢબારીયા વિધાનસભા ચૂંટણી માટે ત્રી પાંખિયો જંગ જામવા ના એંધાણ : નેતાઓ લોકસપર્ક માં કાર્યરત.

Karnavati 24 News

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચુંટણી મામલે હાઈકોર્ટમાં વધુ એક મુદત પડી

Karnavati 24 News

કોંગ્રેસના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષે આમ આદમી પાર્ટીને ભાજપની B ટીમ ગણાવી . . .

Karnavati 24 News

चीन के ही हथियार का अब हो रहा उसके खिलाफ इस्‍तेमाल, अपने ही जाल में बुरा फंसा है ड्रैगन

Admin

10 ઉમેદવાર બાદ કુલ 29 ઉમેદવારની યાદી જાહેર કરી દીધી છે, જેમાં સૌરાષ્ટ્રમાંથી 11, ઉત્તર ગુજરાતમાં 5, મધ્ય ગુજરાતમાં 6, દક્ષિણ ગુજરાતમાં 6 અને કચ્છમાંથી 1 ઉમેદવાર જાહેર થયા છે

ખાંભા તાલુકામાં કિસાન મોરચાના પ્રમુખ, પ્રભારી તેમજ વરિષ્ટ ભાજપના નેતા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી

Karnavati 24 News