Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

રિઝર્વ બેન્ક દ્વારા દેશની પ્રથમ ડીજીટલ કરન્સી ઇ-રૂપી લોન્ચ કરી

દેશમાં બીટકોઈન સહિતના ક્રિપ્ટોકરન્સીના વધતા જતા આકર્ષણ અને આ પ્રકારની ડીજીટલ કરન્સીમાં ભારતીયોના જંગી રોકાણથી ચિંતીત કેન્દ્ર સરકારે એક તરફ આ પ્રકારની કરન્સી પર ટેક્ષ તથા ટીડીએસ લાદયો છે અને હજું તેને કાનૂની માન્યતા માન્યતા આપી નથી તે ઉપરાંત ભારતની પોતાની સતાવાર ડીજીટલ કરન્સી આજે રીઝર્વ બેન્ક ઓફ એ દેશની પ્રથમ ડીજીટલ કરન્સી ‘ડીજીટલ-રૂપી’ લોન્ચ કરી છે. આ પાઈલોટ-પ્રોજેકટ છે જે હાલ ચોકકસ ઉપયોગ માટે ઉપયોગમાં લઈ શકાશે. આ ડીજીટલ રૂપીને રીઝર્વ બેન્ક દ્વારા સેન્ટ્રલ બેંક ડીજીટલ કરન્સી તરીકે ઓળખવામાં આવી છે અને તે રીઝર્વ બેન્ક દ્વારા ઈસ્યુ કાનૂની ચલણ ગણાશે. આ ચલણ એ રીઝર્વ બેન્ક જેમ ચલણી નોટો ઈસ્યુ કરતા સમયે સોના કે ચાંદીનો બેકઅપ રીઝર્વ આપે છે તેવું આ ડીજીટલ કરન્સીમાં નહી હોય પણ તેની કિંમત માંગ-પુરવઠાના આધીન હશે અને તેની લેવડદેવડ પણ થઈ શકશે. આ ચલણને ક્રિપ્ટો જેવા તમામ લાભો મૌજૂદ હશે અને તે ડીજીટલ ફોર્મમાં ઉપયોગમાં લઈ શકાશે અને તે કદી સામાન્ય ચલણી નોટોની માસ્ક ફાટી જવાનો, નાશ થવાનો કે અન્ય કોઈ રીતે ડેમેજ થવાનો ભય રહેશે નહી. રીઝર્વ બેન્ક હાલ તો આ ડીજીટલ કરન્સીને મર્યાદીત રીતે પાઈલોટ પ્રોજેકટ તરીકે રજૂ કરશે અને હાલ તે જાહેર જનતા માટે ઉપલબ્ધ નથી. ભારતમાં ક્રિપ્ટો એકસચેંજ મારફત હાલ વિવિધ ક્રિપ્ટોકરન્સીના વ્યવહાર રોકાણ થાય છે પણ આ કરન્સીના માધ્યમથી કાળા-નાણાનું સર્જન મની લોન્ડ્રીંગ વિ.નો તથા ગેરકાનુની વ્યવહારો માટે વ્યાપક ઉપયોગ થવાનો સરકારને ભય છે. રિઝર્વ બેન્ક દ્વારા લોન્ચ કરાયેલ ઇ-રૂપી આગામી એક માસમાં દેશના ચોક્કસ લોકેશન અને યુઝર્સ માટે રીટેઇલ કરન્સી તરીકે પણ ઉપયોગમાં લેવાની મંજુરી અપાશે અને હાલના તબક્કે દેશની નવ બેન્કો આ પાયલોટ પ્રોજેક્ટમાં સામેલ થઇ છે જેમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા, બેન્ક ઓફબરોડા, યુનિયન બેન્ક ઓફ ઇન્ડીયા, એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, યસ બેન્ક, આઈડીએફસી ફર્સ્ટ બેન્ક અને એચએસબીસી હોલ્ડીંગ ભારતને આ પાયલોટ પ્રોજેક્ટમાં સામેલ કરવામાં આવી છે. અગાઉ સિંગાપુર દ્વારા પણ લોકલ ડોલરનું ડીજીટલ સ્વરુપ લોન્ચ કરાયું હતું અને ચાઈનાની સેન્ટ્રલ બેંક પણ ડીજીટલ કરન્સી ક્ષેત્રે આગળ વધી રહી છે. હાલ ગવર્નમેન્ટ સિક્યોરીટીમાં તેમજ સેક્ધડરી માર્કેટના સેટલમેન્ટમાં બેન્કોને આ ડીજીટલ કરન્સીનો ઉપયોગ કરવાની મંજુરી અપાય છે.

संबंधित पोस्ट

Govt hikes excise duty on petrol and diesel by Rs 3 per litre

Admin

ભારતવંશી બાળરોગ નિષ્ણાત ડૉ. અંગરાજ ખિલ્લનને ઑસ્ટ્રેલિયન ઑફ ધ યરનો પુરસ્કાર કરાયો એનાયત

Admin

PM Kisan Schemeને લઈને પીએમ મોદીએ કર્યું ટ્વિટ, આપી સૌથી મોટી ખબર, ઝડપથી કરાવો રજિસ્ટ્રેશન…

Karnavati 24 News

સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય મંત્રી અને સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરાએ રજૂ કરેલ નવા બજેટ અંગે પોતાની પ્રતિક્રિયા આપી

Karnavati 24 News

PMનો યુરોપ પ્રવાસ LIVE: મોદી બર્લિન પહોંચતા બાળકોને મળ્યા, ટૂંક સમયમાં જર્મન ચાન્સેલર ઓલાફ શુલ્ઝને મળશે

દેશમાં 24 કલાકમાં 547 નવા કેસ, એપ્રિલ 2020 પછી નોંધાયા સૌથી ઓછા કેસ

Admin