Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

પીએમ બનાસકાંઠામાં પાણીની સમસ્યાઓનું સમાધાન કરતા વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત કરશે, લોકો સભા સ્થળ પર પહોંચ્યા

બનાસકાઠાના થરાદમાં પીએમ નરેન્દ્ર મોદીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદી ટૂંક સમયમાં થરાદમાં જનસભાને સંબોધશે. વડાપ્રધાન આજે બનાસકાંઠાના થરાદથી રૂપિયા 8 હજાર 34 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોની લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ વિકાસકામોથી ઉત્તર ગુજરાત અને એમાં પણ બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યાનું નિરાકરણ આવશે.

પીએમની સભામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ રહ્યા છે. પીએમ મોદીની સભામાં દૂર-દૂરથી લોકો પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે કેવડિયા ખાતેથી મોરબી હોનારત અંગે વાત કરતા ભાવુક થઈ ગયા હતા. તેઓ આવતી કાલે મોરબી દુર્ઘટના ગ્રસ્ત સ્થળ પર જઈ સમીક્ષા કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા માટે દૂર-દૂરથી લોકો બસ દ્વારા પહોંચી રહ્યા છે. આ તરફ વડાપ્રધાન સાથેની બેઠક તરફ જતા રસ્તા પર ત્રણ કિમી સુધી બસની લાઈન જોવા મળી રહી છે. આ સાથે એન્ટ્રી ગેટ પર પણ મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે.

રૂપિયા 1566 કરોડના ખર્ચે કસરાથી દાંતીવાડા પાઈપલાઈન પ્રોજેક્ટ, રૂપિયા 191 કરોડના ખર્ચે ડીંડરોલથી મુક્તેશ્વર પાઈપલાઈન પ્રોજેક્ટ, રૂપિયા 88 કરોડના ખર્ચે સુઈગામ ડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુટરી કેનાલનું કામ, કાંકરેજ, દિયોદર અને પાટણ માટે પાણી પુરવઠાની વિવિધ કામગીરીનું વડાપ્રધાનશ્રીના હસ્તે ખાતમુહૂર્ત થશે.

संबंधित पोस्ट

પ્રાકૃતિક ખેતીના આ મિશનને સતત નજીકથી જોઈ રહ્યો છું અને પ્રગતિ જોઈને મને ખરેખર આનંદ થાય છે PM

Karnavati 24 News

સરકારી નોકરીઓઃ ગૃહ મંત્રાલયે મદદનીશ ઈજનેર સહિત 49 જગ્યાઓ પર ભરતી કરી છે, ઉમેદવારો 24 જૂન સુધી અરજી કરી શકે છે.

Karnavati 24 News

કચ્છ માંડવી ખાતે ના મહિલા પત્રકાર/એંકર સાથે આપ ના કાર્યકરો દ્વારા થયેલ અપમાન દેશ ની ચોથી જાગીર અને પત્રકાર જગત ક્યારેય નહિ સાંખીલે…

Karnavati 24 News

શહેરમાં (Surat ) કોરોનાના નવા વેરિયન્ટ XEને લઈને સુરત મહાનગર પાલિકા (SMC) એલર્ટ થઈ ગઈ છે. જો કે, નવા વેરિયન્ટનો (Variant ) એકપણ દર્દી મળ્યો નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ કમિશનરનું કહેવું છે કે જો

Karnavati 24 News

અલંગ ભંગાણ અર્થે આવતા જહાજ માંથી થયેલ ચોરીનો દોઢ લાખનો કીમતી સમાન સરતાનપર બંદર ગામેથી ઝડપાયો

Karnavati 24 News

New Born Babyને ઇન્ફેક્શનથી બચાવવા ફોલો કરો આ ટિપ્સ, ક્યારે નહિં જવું પડે દવાખાને

Karnavati 24 News