Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

વિવિધતામાં એકતાનું અલૌકિક સ્વરૂપ રજૂ કરતો ૭૫મો વાર્ષિક નિરંકારી સંત સમાગમ કાર્યક્રમ યોજાશે

સમદ્રષ્ટિ ના ભાવને દર્શાવતા ૭૫માં વાર્ષિક નિરંકારી સંત સમાગમ નો ભવ્ય શુભારંભ તારીખ ૧૬ થી ૨૦ નવેમ્બર સુધી સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળ સમાલખા ગ્રાઉન્ડ (હરિયાણા) ખાતે આયોજિત થવા જઈ રહ્યો છે. સંત સમાગમની તૈયારી લગભગ સંપન્નતા ની તરફ છે. ૭૫માં વાર્ષિક નિરંકારી સંત સમાગમ સ્વયંમાં ઐતિહાસિક તેમજ અનન્ય છે કારણ કે આ દિવ્ય સંત સમાગમો ની અવિરલ શ્રૃંખલાઓ ને સફળાપૂર્વક તેમના ૭૪ વર્ષ સમ્પન્ન કરી લીધા છે.

વિભિન્ન તહેવારના આ સમયમાં દરેક શ્રદ્ધાળુ ભક્ત પોતાના પરિવારની જવાબદારી ને નિભાવીને સંત સમાગમ સેવાઓ માં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. સદગુરુ માતા જી પણ સમાગમ સ્થળની સંપૂર્ણ ગતિવિધિઓ નું અવલોકન કરી રહ્યા છે અને તેમના પવિત્ર દર્શનની પ્રાપ્તિ કરી દરેક ભક્તજન સ્વયં ને ધન્ય મહેસૂસ કરી રહ્યા છે. પોતાના સદગુરૂના દિવ્ય દર્શનની પ્રાપ્તિથી ભક્તો માં પણ સેવા ની તરફ વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આધ્યાત્મના આ અલૌકિક સ્વરૂપ ને જોઈ ને એવું પ્રતીત થઈ રહ્યું છે કે માનો જેમ સમાગમ સેવાઓમાં હાજર રહેવા વાળા પ્રત્યેક ભક્ત દિવ્યતા ના વાતાવરણમાં દરેક પળ ભક્તિમય થઈ રહ્યો છે. આ વર્ષ ના ૭૫માં વાર્ષિક નિરંકારી સંત સમાગમ માં ભારત તેમજ દૂર દેશોથી વધારે માં વધારે સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્ત સમાવેશ થવાના છે. સમાગમ સ્થળ પર સત્સંગ પંડાલ ઉપરાંત વધારે રહેવા માટે ટેન્ટ પણ લગાવવામાં આવી રહ્યા છે જ્યાં બહારથી આવનાર શ્રદ્ધાળુ ભક્તો ના માટે રહેવા તથા લંગર વગેરેની ઉચિત વ્યવસ્થા હશે. સાથે જ અલગ-અલગ મેદાનોમાં થોડી કેન્ટિનનો ની પણ સુવિધાઓ આપવામાં આવશે જેમાં નાસ્તા વગેરેની વસ્તુઓ ઓછા ભાવમાં ઉપલબ્ધ હશે.

આ ઉપરાંત મેદાનોમાં સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સાથે જ પાર્કિંગ, સુરક્ષા વગેરેની પણ ઉચિત વ્યવસ્થા કરવામાં આવી રહી છે જેથી આવવા વાળા દરેક ભક્તોને કોઈ પણ પ્રકારની કોઈ અસુવિધા ના રહે. સત્સંગ પંડાલમાં આજુબાજુ સંત નિરંકારી મંડળના વિભિન્ન વિભાગ, સમાજ કલ્યાણ વિભાગ વગેરે કાર્યાલય પણ હશે. પ્રકાશન વિભાગની તરફ થી અલગ-અલગ સ્થળો પર સ્ટોલ લગાવવામાં આવશે. આ ઉપરાંત મિશન ના ઈતિહાસ તેમજ સંપૂર્ણ સમાગમના સ્વરૂપને નિરંકારી પ્રદર્શની નાં મુખ્ય આકર્ષણ ના રૂપમાં દર્શાવવામાં આવશે. આ દિવ્ય સંત સમાગમ માં હાજર રહેવા વાળા ભક્તો માટે ભારતીય રેલ્વે દ્વારા આધ્યાત્મિક સ્થળ સમાલખાની નજીક ભોડવાલ માજરી રેલ્વે સ્ટેશન પર લગભગ દરેક ટ્રેનને રોકવાની અનુમતિ આપી દીધી છે. આ સુવિધા થી ટ્રેન થી યાત્રા કરવા વાળા ભક્તજન લાભ લઈ શકશે. આ દિવ્ય સંત સમાગમ નો ઉદ્દેશ્ય માનવતા તેમજ ભાઈચારાની ભાવના ને દ્રઢતા પ્રદાન કરવાનું તથા ‘રુહાનીયત માં ઇંશાનિયત’ નું મહત્વ ને દર્શાવવાનું છે જે માત્ર બ્રહ્માનુભૂતી થી જોડાઈ ને જ સંભવ છે.

संबंधित पोस्ट

યુનિફોર્મ સિવિલ કોર્ડ મામલે હાઈકોર્ટે કહ્યું- રાજ્યોમાં સમિતિની રચના થયા તો ખોટું શું છે?

Admin

જ્ઞાનવાપી પર આજે નવા કેસની સુનાવણી: વિશ્વ વૈદિક સનાતન સંઘની માંગ – મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવો જોઈએ;

Karnavati 24 News

ખોખરા પોલીસ સ્ટેશનના પ્રથમ P I કે.એસ. ચૌધરી સાહેબ નું દુઃખદ અવસાન.

Karnavati 24 News

બોપલ-ઇસ્કોન થી મણીનગર તરફ આવતી BRTS ની એક બસ રાત્રી ના ૯ : ૦૦ કલાક ની આસપાસ કાંકરિયા થી રામબાગ BRTS ટ્રેક માં BRTS ની બસ બગતાં પાછળ આવતી અન્ય બે BRTS ની બસ ના મુસાફરો થયાં પરેશાન,

Karnavati 24 News

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી એસ્પાયર-2 બિલ્ડિંગમાં 7મા માળેથી લિફ્ટ તૂટી પડતાં 7 કામદારોનાં મોત

Karnavati 24 News

બેફીકરાઇથી માસ્ક પહેર્યા વગર ફરનારા હવે ચેતી જજો, વડોદરા પોલીસે ફરી શરૂ કર્યું આ કામ

Karnavati 24 News