Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજ્ય

સાયન્સ સિટી સોમવારે સરદાર જયંતી નિમિતે મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે

સાયન્સ સિટી 31 ઓક્ટોબર ને સોમવારે સરદાર જયંતી નિમિતે મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે. સાયન્સ સિટી શિક્ષણ અને મનોરંજનનું સંપૂર્ણ સમનવય છે.

સમકાલીન અને કાલ્પનિક પ્રદર્શનો, અનુભવો, વર્કિંગ મોડલ, વર્ચ્યુઅલ રિયાલિટી, એક્ટિવિટી કોર્નર્સ, લેબ્સ અને લાઇવ ડેમોસ્ટ્રેશન સૌ કોઈને આકર્ષે છે.

ત્યારે રજાઓમાં લોકોના આ ઉત્સાહને ધ્યાનમાં રાખીને ગુજરાત સાયન્સ સિટી 31 ઓક્ટોબર ને સોમવારે સરદાર જયંતી નિમિતે મુલાકાતીઓ માટે ખુલ્લી રહેશે.

સ્થાપના થઈ ત્યાર થી ગુજરાત સાયન્સ સિટી તમામ ઉમરના મુલાકાતીઓ માટે પસંદગીનું સ્થળ બની ગઈ છે. ખાસ કરીને રજાઓની સિઝનમાં સાયન્સ સિટી ખાતે મુલાકાતીઓનો ધસારો રહ્યો છે. ગયા વર્ષે દિવાળીના તહેવારોની રજાઓમાં રેકોર્ડ નંબર માં મુલાકાતીઓ સાયન્સ સિટી ની મુલાકાતે આવ્યા હતા. વિજ્ઞાન ના પ્રકાશ સાથે લોકોને જોડવા કટિબદ્ધ ગુજરાત સાયન્સ સિટી મુલાકાતીઓના આ ઉત્સાહને આવકારે છે. અત્યારે વેકેશનમાં મોટી સંખ્યામાં લોકો સાયન્સ સિટીમાં આવી રહ્યા છે ત્યારે સોમવારે સાયન્સ સિટી બંધ રહે છે પરંતુ આ વખતે મહત્વપૂર્ણ નિર્ણય વેકેશન ને ધ્યાનમાં લઈને લેવામાં આવ્યો છે. જેથી લોકોનો ધસારો વધુ જોવા મળશે.

संबंधित पोस्ट

ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જાણો કેટલા કરોડનો થશે ખર્ચ, ગત વખતે કેટલો ખર્ચ કરાયો

Admin

‘શું કોઈ રાજ્યપાલે આવું કર્યું છે?’, નવ વાઇસ ચાન્સેલરને રાજીનામા આપવાના આદેશથી ભડક્યા શિક્ષણ મંત્રી

Admin

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બનાસકાઠા ના કાંકરેજ ખાતે ચૂંટણી સભા સંબોઘી.

Admin

બહાર લોકોને સલાહ આપતા કોર્પોરેશનની શાળાઓમાં જ સોલાર પેનલો નહીં, જાણો કેટલું આવે છે બિલ

Admin

રાજકોટના ડેપ્યુટી મેયર ડૉ. દર્શીતાબેન શાહે મહિલાઓને શું કરી અપીલ ?

Admin

किसान मजदूर संघर्ष कमिटी की ओर से आज 21 वां दिन धरने मे पुरे पंजाब मे 13 जिले मे टोल प्लाजा को एक महिना लिए किया फ्री

Admin