Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજ્ય

નબીપુર નજીક પરવાના હોટેલ સામે ૫ વાહનો વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત,બેના ઘટના સ્થળે ત્રણ ગંભીર.

ભરૂચ જિલ્લામાં અકસ્માતની બે ઘટનામાં બેના મોત સાતથી વધુ ઈજાગ્રસ્ત

નબીપુર નજીક પરવાના હોટેલ સામે ૫ વાહનો વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત… બેના ઘટના સ્થળે ત્રણ ગંભીર..
બે કન્ટેનર એક લક્ઝરી બસ એક સરકારી બસ તેમજ મારુતિ વાન વચ્ચે અકસ્માત.. મારુતિ વાળનું કચુંબર થતાં પ સવાર પાંચ પૈકી બેના મોત ત્રણ ગંભીર..
મારુતિ વાનમાં સવાર બે લોકોનું ઘટના સ્થળે મોત અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત….
ભરૂચની નર્મદા ચોકડી નજીક પાવાગઢ થી પરત અવિધા જઈ રહેલા શ્રદ્ધાઓની ઇકોને અકસ્માત નડ્યો પાંચ ઇજાગ્રસ્ત
ઈજાગ્રસ્તોને 108 ની મદદે મદદે ભરૂચ ની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા….
ભરૂચ
ભરૂચ જિલ્લા નેશનલ હાઇવે ૪૮ ઉપર વહેલી સવારે પાંચ વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ઝનોર ગામની મારુતિ વાનનું બે બસો વચ્ચે કચુંબર થઈ જતા તેમાં સવાર બે લોકોના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે ગંભીર રીતે ઘવાયેલા ત્રણ લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતના પગલે ટ્રાફિક જામની સમસ્યાનું નિર્માણ થયું હતું જોકે સવારે નર્મદા ચોકડી નજીક પણ અકસ્માત સર્જાયો હતો જેમાં પાંચ લોકોને ઈજા થતાં સારવાર માટે ભરૂચ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા
ભરૂચમાંથી પસાર થતા ને.હા ૪૮ ઉપર અવાર નવાર અકસ્માતની ઘટના બનતી હોય છે જેમાં અનેક લોકો પોતાના જીવ પણ ગુમાવે છે ભરૂચ માંથી પસાર થતા ને.હા ૪૮ ઉપર આજરોજ વહેલી સવારે નબીપુર નજીક આવેલી પરવાના હોટેલ સામે પાંચ વાહનો વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં (૧) હર્ષદ ભાઇ મગન ભાઈ માછી (૨)અશોક ભાઇ સોમાભાઈ માછીઓના ઘટના સ્થળે મોત નીપજ્યા હોવાની માહિતી સાંપડી રહી છે જોકે કારમાં સવાર અન્ય ભાવેશ ભાઇ મોહનભાઈ માછી સૈલેશ ભાઇ ચંદુભાઈ માછી ગંભીર ઇજાઓ તથા સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ આરંભી હતી
બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભરૂચ તાલુકાના નબીપુર ગામ નજીક આવેલ ને.હા ૪૮ ઉપર પરવાના હોટેલ સામે વેહલી સવારે પાંચ જેટલા વાહનો વચ્ચે અકસ્માતની ઘટના બની હતી રાત્રીના સમયે બ્રેક ડાઉન થયેલ કંટેનારની પાછળ ૨ ખાનગી બસ, ૧ સરકારી બસ તેમજ મારુતિવાન ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં મારુતિ વાનમાં સવાર પાંચ લોકો પૈકી બે લોકોનું ઘટના સ્થળે મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે જોકે અન્ય ત્રણ ઇજાગ્રસ્ત હોઈ તેમને ૧૦૮ની મદદે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
અકસ્માતની બીજી ઘટના નર્મદા ચોકડી નજીક બની હતી જેમાં પાવાગઢથી પરત અવિધા ગામ જતા ઇકો ગાડીના શ્રદ્ધાળુઓને પાછળથી કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેના પગલે કારમાં સવાર પાંચથી વધુ લોકોને ગંભીર ઇજાઓ તથા સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે વહેલી સવારે અકસ્માતો મની વણઝાર રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા નેશનલ હાઈવે ૪૮ ઉપર અકસ્માતોની ઉપરા છાપરીની ઘટનાઓના કારણે ઈજા ગ્રસ્તોથી ભરૂચ સિવિલ હોસ્પિટલ પણ ઉભરાઈ ઊઠી હતી.

संबंधित पोस्ट

રાજકોટના ડેપ્યુટી મેયર ડૉ. દર્શીતાબેન શાહે મહિલાઓને શું કરી અપીલ ?

Admin

મહારાષ્ટ્ર: બેલગાવી સરહદ વિવાદ પર ગુસ્સે ભરાયા આદિત્ય ઠાકરે, કહ્યું- ‘ગેરબંધારણીય’ શિંદે સરકાર સ્ટેન્ડ લેવામાં સક્ષમ નથી

Admin

બહાર લોકોને સલાહ આપતા કોર્પોરેશનની શાળાઓમાં જ સોલાર પેનલો નહીં, જાણો કેટલું આવે છે બિલ

Admin

સાયન્સ સિટી સોમવારે સરદાર જયંતી નિમિતે મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે

Admin

કાશી-કેદારનાથની જેમ બદલાશે બદ્રીનાથ ધામની તસવીર, પીએમ મોદીએ વિતાવી રાત, આ છે વિકાસનો માસ્ટર પ્લાન

Admin

ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જાણો કેટલા કરોડનો થશે ખર્ચ, ગત વખતે કેટલો ખર્ચ કરાયો

Admin