Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

ચલાલા ટાઉનમાં આવેલ એગોની દુકાનમાંથી ધોળા દિવસે રોકડ રકમની ચોરી કરી નાસી જનાર બે ઇસમોને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ચલાલા ટાઉનમાં આવેલ એગોની દુકાનમાંથી ધોળા દિવસે રોકડ રકમની ચોરી કરી નાસી જનાર બે ઇસમોને ચોરીમાં ગયેલ રોકડ રકમ તથા નાસી જવા માટે ઉપયોગમાં લીધેલ મોટર સાયફલ સહિત ફુલ કિં.રૂ.૫૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
ગુન્હાની વિગત:
ગઇ તા.૧૧/૧૦/૨૦૨૨ ના કલાક ૧૦/૦૦ થી ૧o૧૫ દ૨મ્યાન ચલાલા ટાઉનમાં આવેલ “શિવમ એગ્રો કેમિકલ્સ” નામની દુકાનના માલિક અશોકભાઇ અરજણભાઇ કાકડીયા, ઉ.વ.૫૩, રહે,ચલાલા. તા.ધારી, જિ.અમરેલી વાળા પોતાની દુકાનેથી કુદરતી હાજતે બહાર ગયેલ, તે દરમ્યાન એક અજાણ્યા ઇસમે મોઢે રૂમાલ બાંધી દુકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી, યાર વાર દુકાનની અંદર બહાર જઇ, દુકાનમાં ગલ્લામાં રાખેલ અલગ અલગ દરની ચલણી નોટો મળી કુલ ૧.૩૫,૦૦૦/- ની રોકડ રકમની દિવસે ચોરી કરેલ અને બીજો ઇસમ એક મોટર સાયકલ લઇને આવતા. તેના મોટર સાયકલમાં બેસી નાસી જઇ, બંને ઇસમોએ ગુનો કરવામાં એકબીજાને મદદગારી કરેલ હોય, જે અંગે અશોકભાઇ અરજણભાઇ કાકડીયાએ ફરિયાદ આપતાં ચલાલા પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં ૧૧૧૯૩૦૧૩૨૨૦૫૦૭૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૪૫૪, ૩૮૦, ૪૧૪, ૧૧૪ મુજબનો ગુનો અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ રજી. થયેલ.
ભાવનગર રેન્જ આઇ.જી,શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હતું.
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા ચલાલા ટાઉનમાં બનવા પામેલ ચોરીના ગુનાના આરોપીઓને શોધી કાઢવા માટે સઘન પ્રયત્નો હાથ ઘરવામાં આવેલ વાયરલેસ પો.સ.ઇ.શ્રી જે.એમ.કડછા તથા અમરેલી નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત કમાન્ડ કન્ટ્રોલ સેન્ટરના સ્ટાફની મદદથી આરોપીઓ દ્વારા નાસી જવા માટે ઉપયોગમાં લઇ શકે તેવા તમામ એન્ટ્રી અને એક્ઝીટ પોઇન્ટ પરના સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરવામાં આવેલ હતા. સી.સી.ટી.વી. ફુટેજના અભ્યાસ દરમિયાન આરોપીઓના વર્ણન અને તેમના મોટર સાયકલ અંગે માહિતી મળેલ હતી. જે આધારે આરોપીઓ અંગે તપાસ કરી, બંને આરોપીઓને ચલાલાથી ગોપાલગ્રામ ગામ તરફ જવાના રસ્તેથી પકડી પાડવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી
(૧) અહેમદ મુન્નાભાઇ ચામડીયા, ઉ.વ.૨૬, ધંધો- રીક્ષા ડ્રાઇવિંગ, રહે.ગોંડલ, મોટી બઝાર, જીપારેક શેરી, તા.ગોંડલ, જિ.રાજકોટ
(૨) રવિ રમેશભાઇ ગોંડલીયા, ઉ.વ.૨૫, ધંધો – મજુરી4 રહે.ગોંડલ, સામા કાંઠા વિસ્તાર, તા.ગોંડલ,
જિ.રાજકોટ.
પકડાયેલ મુદ્દામાલ – રોકડા રૂ.૩૦,૦૦૦/- તથા એક હીરો હોન્ડા ડીલક્ષ મોટર સાયકલ GJ-20-J-8322 કિ.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૫૦,૦૦૦/- નો મુદ્દામાલ.
પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ
પકડાયેલ આરોપી પૈકી અહેમદ મુન્નાભાઇ ચામડીયા વિરૂધ્ધ રાજકોટ, જુનાગઢ, જામનગર જિલ્લાઓ નીચે મુજબના ગુનાઓ નોંધાયેલ છે,

(૧) કાલાવડ ટાઉન પો.સ્ટે. જિ.જામનગર ૬. ગુ.ર.નં,૨૬/૨૦૧૮, ઇ.પી.કો. કલમ ૪૪૭, ૩૮૦,૧૧૪ મુજબ,
(૨) માંગરોળ પો.સ્ટે. જિજુનાગઢ એ પાર્ટ ગુ.ર.નં. ૫૭૧/૨૦૨૧, ઇ.પી.કો. કલમ ૩૮૦, ૧૧૪

(૩) જામજોધપુર પો.સ્ટે, જિ.જામનગર ફ, ગુ.ર.નં,૪૫/૨૦૧૮, ઇ.પી.કો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૫૧૧
(૪) કાલાવડ પો.સ્ટે. જિ.જામનગર ૭. ગુ.ર.નં.૨૮/૨૦૧૮, ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦ મુજબ,
(૫) જામજોધપુર પો.સ્ટે. જિ,જામનગર ફ.ગુ.ર.નં.૩૩૮૨૦૧૮, ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦ મુજબ, (૬) જામજોધપુર પો.સ્ટે. જિ.જામનગર ફ.ગુ.ર.નં.૪૬/૨૦૧૮, ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૫૧૧
(૭) રાજકોટ શહેર બી.ડીવી. પો.સ્ટે. સેગુ.ર.નં.૧૧૨૦૮૦૫૧૨૧૦૨૯૬/૨૦૨૧, જુગાર ધારા કલમ ૧૨
(૮) રાજકોટ શહેર કુવાડવા પો.સ્ટે, ફ. ગુ.ર.નં.૧૭૫ ૨૦૧૨, ઇ.પી.કો, કલમ ૩૮૦ મુજબ,

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ પટેલ તથા પો.સ.ઇ.શ્રી પી.બી.લકકડ તથા પો.સ.ઇ.શ્રી વી. વી.ગોહિલ તથા વાયરલેસ પો.સ.ઇ.શ્રી જે.એમ,કડછા તથા એલ.સી.બી. ટીમ તથા અમરેલી નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત કમાન્ડ કન્ટ્રોલ સેન્ટરના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

संबंधित पोस्ट

જૂનાગઢમાં યુવાનની હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી સેશન્સ કોર્ટ

Karnavati 24 News

પાટણનાં વેપારીની સિદ્ધપુરના કલ્યાણ ગામે આવેલી દુકાનમાંથી તસ્કરો ચાંદીના દાગીના ચોરી ગયા

Admin

અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના છેતરપીંડી તથા બનાવટી લાઇસન્સના ગુનાના કામે છેલ્લા સાત માસથી પોતાની ધરપકડ ટાળવા નાસતા-ફરતા આરોપીને પકડી પાડની અમરેલી રૂરલ પોલીસ ટીમ

Karnavati 24 News

 દેડકદળ ગામે દંપતી અને તેના પુત્ર પર ત્રણ સખ્સોએ હુમલો કર્યો

Karnavati 24 News

EDએ મની લોન્ડરિંગ કેસમાં IREO વિરુદ્ધ કાર્યવાહી કરી, 1300 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી

Admin

 વાંકાનેરના ચંદ્રપુર નજીક અકસ્માતમાં બાઈકચાલકને ઈજા મામલે પોલીસ ફરિયાદ

Karnavati 24 News