Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

મોડાસા નગર પાલિકાને સરકાર દ્વારા નવીન ફાયર વોટર બાઉઝર ફાળવાયું, પાલિકા પ્રમુખે કરી પૂજા

રાજ્ય સરકાર ફાયર સેફ્ટીને લઇને સતર્ક બની છે, છાશવારે બનતી આગની ઘટનાઓને લઇને ફાયર ઈક્યુપમેન્ટ વસાવવા માટે પ્રયાસો કરે છે ત્યારે અરવલ્લી જિલ્લાની મોડાસા નગર પાલિકાના ફાયર વિભાગને નવીન વોટર બાઉઝરની ફાળવણી કરવામાં આવતા કાર્યરત કરવામાં આવ્યું છે. મોડાસા ફાયર સ્ટેશન ખાતે નવીન વોટર બાઉઝરને પૂજાવિધી કરીને કાર્યરત કરવામાં આવ્યું હતું.

અરવલ્લી જિલ્લામાં કોઇપણ જગ્યાએ આગની ઘટના ઘટે તો મોડાસા નગર પાલિકા ફાયર વિભાગની ટીમ પહોંચી જાય છે, જિલ્લાના કોઇપણ છેડા પર આગની ઘટના પર કાબૂ કરવા માટે મોડાસા ફાયર વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક પહોંચી જતી હોય છે આવામાં ફાયર વિભાગમાં નવીન વોટર બાઉઝરનો ઉમેરો થતાં હવે ટેકનોલોજી તેમજ નવીન વાહનથી ફાયર વિભાગને મોટી રાહત મળવાની શક્યતાઓ છે.

રાજ્ય સરકાર ઘ્વારા રાજ્ય અગ્નિ શમન સેવા શુદર્દઢ બનાવા માટે મોડાસા નગર પાલિકા ખાતે ફાળવામાં આવેલ નવીન ફાયર વોટર બાઉઝર ને  મોડાસા નગર પાલિકા પ્રમુખજલ્પાબેન ભાવસાર ચીફ ઓફિસર સંજય પંડ્યા, ફાયર ચેરમેન શિલ્પાબેન પ્રજાપતી, વાહનવ્યવહાર ચેરમેન, હરેશ  ભોઈ, ફાયર વાયરલેસ ઓફિસર હેમરાજસિંહ વાઘેલા ઘ્વારા  ફાયર સ્ટેશન ખાતે  પૂજાવિધિ કરી રીબીન કાપી લિલી ઝંડી આપવામાં આવી.

संबंधित पोस्ट

પોરબંદરના દરીયાકાંઠે ફીશીંગબોટોનું ચેકીંગ કરવા માટે ઓલવેધર પોર્ટ અને જુનાબંદર વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ

Admin

અમદાવાદમાં વૃક્ષારોપણ પાછળનાં ખર્ચમાં 2019– 20થી 2021-22માં 116 ટકાનો વધારો નોંધાયો છે

Admin

સુરત – સરકારી અનાજની કાળાબજારી કરનાર સામે કાર્યવાહી, 5 મહિના પછી બેની ધરપકડ

मोगा मंडी मे कल शाम तक 68658 मीट्रिक टन धान की हुई खरीद

Admin

 ખંભાળીયાના આસામીનું રૂા.6 કરોડની કિંમતનું વહાણ ઈરાન નજીક દરિયામાં ડુબ્યુ

Karnavati 24 News

દાહોદમાં વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહના સમર્થનમાં આવેદન પત્ર આપવામાં આવ્યુ

Karnavati 24 News