Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

વેળાવદર ખાતે આવેલ જગવિખ્યાત કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન તા. ૧૫ ઓક્ટોબરથી મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે

વેળાવદર ખાતે આવેલ જગવિખ્યાત કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન તા. ૧૫ ઓક્ટોબરથી મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે વેળાવદર ખાતે આવેલ જગવિખ્યાત કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન તા. ૧૫ ઓક્ટોબર, ૨૦૨૨ થી મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે. મુલાકાતીઓ માટે રાષ્ટ્રીય ઉદ્યાન સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ખુલ્લો રહેશે. કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન એ ભાલ વિસ્તાર, ભાવનગર જિલ્લાનું એક બહુમૂલ્ય નજરાણું છે. અહીંનું જૈવ વૈવિધ્ય લોકોના અભ્યાસ માટે એક આકર્ષણનું કેન્દ્ર છે. મૂક્ત રીતે વિહરતાં કાળીયારો ઉપરાંત વરૂ અને ખડમોર જેવાં વન્યજીવોની ભરતભરમાં સંખ્યા ઘટી રહી છે ત્યારે આ વિસ્તાર અને તેનું વન્યજીવન સં૨ક્ષણ અને લોકોના સહકારથી ખૂબ સારી રીતે સચવાયેલાં છે. ખાસ કરીને ઓકટોબ૨થી ફેબ્રુઆરી મહિના સુધી યાયાવર પક્ષીઓ માટે આ વિસ્તાર અભય સ્થાન છે. હેરીય૨ કુળના (પટ્ટાઈઓ) પક્ષીઓનું સામૂદાયિક રાત્રી રોકાણ આ રાષ્ટ્રીય ઉદ્યાનને સમગ્ર વિશ્વમાં નોંધ લેવા પ્રેરે છે. પ્રવાસીઓને રાત્રી રોકાણ માટે ઈકો-ટૂરિઝમ ડેવલપમેન્ટ કમિટિ, વેળાવદર હસ્તકની ડોરમેટરીમાં જ બુકીંગ ઉપલબ્ધ રહેશે.પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમીઓને અગાઉથી બુકીંગ માટે મો. નં. ૬૩૫૩૨ ૧૫૧૫૧ ૫૨ સંપર્ક ક૨વાં મદદનીશ વન સંરક્ષકશ્રી, કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

संबंधित पोस्ट

પ્રાકૃતિક ખેતીના આ મિશનને સતત નજીકથી જોઈ રહ્યો છું અને પ્રગતિ જોઈને મને ખરેખર આનંદ થાય છે PM

Karnavati 24 News

દીવમાં કિસાન ક્રેડીટ કાર્ડ સંદર્ભે બેંકોની મીટીંગ યોજાઈ, મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા

Karnavati 24 News

Dr Ambedkar Jayanti : આંબેડકર ફેમિલીની ત્રીજી અને ચોથી પેઢી શું કરી રહી છે?

Karnavati 24 News

મણીનગર BRTS ટ્રેક માં કાર ચાલાક નો ગમખ્વાર અકસ્માત,

Karnavati 24 News

હવામાનની આગાહી: જુલાઈથી સપ્ટેમ્બર સુધીના 55 દિવસ, જેમાં વધુ વરસાદ પડશે; ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં પૂર અને લેન્ડ સ્લાઇડને કારણે નુકસાનનો ભય

Karnavati 24 News

ગારીયાધાર તાલુકા માં ખેડૂતો દ્વારા ખેતી લાયક જમીન ની શરૂઆત

Karnavati 24 News