Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

ભારતીય વિકેટ કીપર તાનિયા ભાટિયાના હોટલના રૂમમાં ચોરી, મહિલા ક્રિકેટરે તપાસની માંગ કરી

ઇંગ્લેન્ડમાં વન ડે સીરિઝ 3-0થી ક્લીન સ્વીપ કર્યા બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ભારત પરત ફરી છે. ઘર વાપસી કર્યા બાદ ટીમના વિકેટ કીપર બેટ્સમેન તાનિયા ભાટિયાએ એક ચોકાવનારો ખુલાસો કર્યો છે. તાનિયા ભાટિયાએ આરોપ લગાવ્યો છે કે લંડનમાં જે રૂમમાં તે રોકાઇ હતી ત્યા ચોરી થઇ છે. તાનિયા ભાટિયાએ કહ્યુ કે તેના રૂમમાંથી કોઇએ તેની બેગ ચોરી લીધી છે જેમાં કેશ સિવાય કાર્ડ, ઘડિયાળ અને જ્વેલરી જેવા કેટલાક કિંમતી સામાન હતો. વિકેટ કીપર બેટ્સમેન તાનિયા ભાટિયાએ ખુલાસો કર્યો છે કે આ ઘટના લંડનના મેરિયટ હોટલના રૂમની અંદર થઇ હતી.

તાનિયા ભાટિયાએ ટ્વીટ કરતા લખ્યુ, મેરિયટ હોટલ મેનેજમેન્ટથી હેરાન અને નિરાશ છું. મારા રૂમમાં ચોરી થઇ છે. કેશ, કાર્ડ, ઘડિયાળ અને જ્વેલરી ભરેલી મારી બેગ ચોરી થઇ ગઇ છે. મેરિયટ હોટલમાં કોઇ વ્યવસ્થા નથી. આ મામલે તુરંત તપાસ અને સમાધાનની આશા કરૂ છુ. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડની પસંદગીની હોટલમાં આ રીતની ઘટનાથી આશ્ચર્ય થયુ છે. આશા છે કે તે આ મામલે તુરંત પગલા ભરશે.

આ વચ્ચે તાનિયા ભાટિયા જે હોટલમાં રોકાઇ હતી તે હોટલે પણ આ મામલે એક નિવેદન જાહેર કર્યુ છે. મેરિયટ હોટલે ટ્વિટર પર એક નિવેદન જાહેર કર્યુ છે. હોટલ મેનેજમેન્ટે કહ્યુ, હાય તાનિયા ભાટિયા, અમને આ સાંભળીને દુખ થયુ. કૃપયા અમને પોતાનું નામ અને ઇમેલ એડ્રેસ મેસેજ કરો, સાથે જ તમારા રોકાવાની તારીખ પણ જણાવો જેથી અમે આ મામલે આગળની તપાસ કરી શકીએ.

તાનિયા ભાટિયા ઇંગ્લેન્ડના પ્રવાસે ટી-20 અને વન ડે ટીમનો ભાગ હતી પરંતુ તેને એક પણ મેચમાં રમવાની તક મળી નહતી. T20Iમાં ઋચા ઘોષ જ્યારે વન ડેમાં યાસ્તિકા ભાટિયાએ વિકેટ પાછળ જવાબદારી સંભાળી હતી. તાનિયાને આગામી 2022 એશિયા કપ માટે ભારતીય ટીમમાં રિઝર્વ ખેલાડીના રૂપમાં રાખવામાં આવી છે.

संबंधित पोस्ट

પાકિસ્તાનની બેઇજ્જતી, થાઇલેન્ડે મહિલા ટીમને એશિયા કપમાં પ્રથમ વખત હરાવી

फीफा फुटबॉल विश्व कप का इतिहास, चलो पता करते हैं।

Admin

IND Vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ હાર બાદ શિખર ધવને કહ્યુ- 306 રનનું ટોટલ સારુ હતું પરંતુ…

Admin

SRHની હાર માટે વિલિયમસન દોષિત: દિલ્હી સામે 40થી ઓછો સ્ટ્રાઈક રેટ, ટુર્નામેન્ટની 10 ઇનિંગ્સમાં માત્ર 1 અડધી સદી ફટકારી

India No 1 In T20 Rankings: વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ભારત T20માં વિશ્વની નંબર વન ટીમ બની, વર્ષો પછી ટોચ પર પહોંચી

Karnavati 24 News

5 વર્ષના છોકરાની અમેઝિંગ માતા: ફ્રેઝર પ્રાઇસે રેકોર્ડ ટાઇમિંગ સાથે ડાયમંડ લીગમાં 100 મીટર ગોલ્ડ જીત્યો

Karnavati 24 News