Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

ટી-20 વર્લ્ડકપ ટીમમાં હર્ષલ પટેલની જગ્યા પર સંજય માંજરેકરે ઉઠાવ્યા સવાલ

ટી-20 વર્લ્ડકપ 2022નો પ્રારંભ થવામાં હવે વધુ સમય બાકી નથી. આવતા મહિને ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડકપ રમાશે. તમામ ટીમ તેની તૈયારીમાં લાગેલી છે. ટી-20 વર્લ્ડકપ પહેલા ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન સતત ખરાબ થઇ રહ્યુ છે. એવામાં ટીમ મેનેજમેન્ટની ચિંતા પણ વધી રહી છે. હર્ષલ પટેલે ઇજામાંથી વાપસી કરી લીધી છે પરંતુ અત્યારે તેની બોલિંગમાં ધાર જોવા નથી મળી. પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે હર્ષલ પટેલના ટી-20 વર્લ્ડકપ ટીમમાં પસંદ થવા પર સવાલ ઉભા કર્યા છે.

સંજય માંજરેકરે કહ્યુ, હર્ષલ પટેલ એવો ખેલાડી છે, જેને હવે અમે કેટલાક વર્ષથી રમતા જોઇ રહ્યા છીએ. અમે તેને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પણ રમતા જોઇ ચુક્યા છીએ, તે એવો બોલર છે જે પિચ ડ્રાઇ થવા પર તેનો ફાયદો ઉઠાવે છે, જ્યા તેની સ્લોઅર બોલ વધુ સ્લો બની જાય છે અને તેને કારણે રમવુ મુશ્કેલ બની જાય છે. ગત વખતે તેની સ્લોઅર બોલની સ્પીડ 120 કિમી પ્રતિ કલાક હતી. તો એવામાં આ સ્પીડમાં મોટો ડ્રૉપ નથી.

સંજય માંજરેકરે કહ્યુ, જો પિચ ફ્લેટ હોય છે તો આ હર્ષલ પટેલ માટે ચિંતાની વાત હશે. ઓસ્ટ્રેલિયામાં તમને આવી જ પિચ મળશે તો ભારતને આ વાત પણ મગજમાં રાખવી પડશે. ઓસ્ટ્રેલિયાના હિસાબથી હર્ષલ પટેલની સ્કિલ્સ કેવી છે. હર્ષલ પટેલે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટી-20 સીરિઝ સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઇજા બાદ વાપસી કરી છે પરંતુ પ્રથમ મેચમાં તે સારૂ પ્રદર્શન કરી શક્યો નહતો.

ટી-20 વર્લ્ડકપ માટે જાહેર થયેલી ભારતીય ટીમ

ICC T20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રિષભ પંત (વિકેટ કીપર), દિનેશ કાર્તિક (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, આર.અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, ભૂવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.

રિઝર્વ ખેલાડી: મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઇ, દીપક ચહર

संबंधित पोस्ट

ઈંગ્લેન્ડઃ આગળનો તીરંદાજ કાયમ માટે જવાબદારી સંભાળશે તો લાંબો સમય ક્રિકેટથી દૂર રહેશે, જાણો

Karnavati 24 News

જસપ્રીત બુમરાહ ટી-20 વર્લ્ડકપની બહાર થયો,ઇજાને કારણે નહી રમી શકે

પ્રથમ વૉર્મ અપ મેચમાં સૂર્યકુમાર યાદવની આક્રમક અડધી સદી, રોહિત-પંત ફેલ થયા

IND vs SA: વિરાટ કોહલી-રાહુલ દ્રવિડને ટીમ ઈન્ડિયામાં ફેરફાર કરવાની જરૂર છે, નહીં તો તેમને મોટી કિંમત ચૂકવવી પડશે!

Karnavati 24 News

Shane Watson: શેન વોટસને ક્રિકેટમાં 5 શ્રેષ્ઠ ખેલાડીઓની પસંદગી કરી, વિરાટ નંબર વન

Karnavati 24 News

ધોનીની ધીમી બેટિંગને કારણે ચેન્નાઈ હારી: 200 રન તરફ આગળ વધી રહેલી CSK માત્ર 150 જ બનાવી શકી,

Karnavati 24 News