Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

SBIના ખાતાધારકો આનંદો! હવે ફીચર ફોનથી ફંડ ટ્રાન્સફર માટે SMS ચાર્જ નહીં ચૂકવવો પડે

ભારતની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સમયાંતરે પોતાના ગ્રાહકો માટે કોઇને કોઇ નવા ફીચર્સ લઇને આવે છે. જો તમારું પણ એસબીઆઇમાં ખાતુ છે તો તમારા માટે એક મહત્વના સમાચાર છે. હવે ફીચર મોબાઇલ ફોનથી USSD મારફતે ફંડ ટ્રાન્સફર કરવા પર ગ્રાહકોથી SMS ચાર્જની વસૂલાત કરવામાં નહીં આવે. હવે ગ્રાહકો યુએસએસડી સેવાનો લાભ કોઇપણ પ્રકારના એકસ્ટ્રા ચાર્જ વગર લઇ શકશે. બેન્કે આ અંગે જણાવ્યું કે તેનાથી મોબાઇલ ફંડ ટ્રાન્સફર વધુ કિફાયતી બનશે. તે ઉપરાંત તેની પહોંચ વધુ લોકો સુધી પહોંચશે.

સ્ટેટ બેન્કે ટ્વિટથી જાણકારી આપી
બેન્કે આ મામલે જાણકારી આપતા કહ્યું કે, અમને આ જાણકારી આપતા ખુશી થઇ રહી છે કે મોબાઇલ ફંડ ટ્રાન્સફર પર SMS ચાર્જ દૂર કરવામાં આવ્યો છે. તેનાથી યૂઝર્સ હવે કોઇપણ પ્રકારના વધારાના ચાર્જ વગર USSD સેવાનો ઉપયોગ કરી શકશે. તેનો સીધો જ ફાયદો ફીચર ફોન યૂઝર્સને થશે.

આ સર્વિસનો કઇ રીતે ઉપયોગ કરશો
જો બેન્કના ગ્રાહકો USSD સર્વિસનો ઉપયોગ કરવા ઇચ્છુક છે તો પોતાના મોબાઇલથી  *9#& & ડાયલ કરે. ત્યારબાદ તમે અનેકવિધ નિ:શુલ્ક સેવાનો લાભ લઇ શકો છો. આ સુવિધા ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના ખાતાધારકો માટે સૌથી વધુ લાભકારી છે. ત્યાં ઇન્ટરનેટની પહોંચ ઓછી હોવાથી મોટા પાયે લોકો ફીચર ફોનનો ઉપયોગ કરીને સુવિધા મેળવી શકશે.

નોંધનીય છે કે USSD સર્વિસ અર્થાત્ અનસ્ટ્રક્ચર્ડ સપ્લીમેંટ્રી સર્વિસ ડેટા. ડેટા મારફતે યૂઝર્સને પૈસા મોકલવા, પૈસા માંગવા, એકાઉન્ટ બેલેન્સ ચેક કરવું, બેન્કનું મિનિ સ્ટેટમેન્ટ અને યુપીઆઇ પિન ચેન્જ કરવા જેવા બેઝિક કામો કોઇપણ પ્રકારના SMS ચાર્જ વગર કરી શકે છે. તે સેવાનો લાભ ઉઠાવવા માટે યૂઝર્સે ઇન્ટરનેટની પણ જરૂરી પડતી નથી.

संबंधित पोस्ट

અદાણી પાવર ના શેર માં આવ્યો ઉછાળો આ કારણ થી આવ્યો ઉછાળો

Karnavati 24 News

ન્યૂ બલેનો અને ગ્લૈંઝામાં આવી રહ્યા છે, CNG વેરિએન્ટ, મોંઘવારીને આપશે મ્હાત

Karnavati 24 News

આજે સોનાની કિંમત: દેશમાં ગોલ્ડ એક્સચેન્જ માટેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી, આજે સોનું ક્યાં વેચાય છે તે શોધો

Karnavati 24 News

હેલ્થ સેક્ટરમાં એન્ટ્રી મારવા જઈ રહ્યા છે અંબાણી, વિદેશની ધરતી પર કરશે મોટી ડીલ

Karnavati 24 News

રોકાણની ટિપ્સ/ બાળકોના ભવિષ્યને સિક્યોર કરવા માટે આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખજો

Karnavati 24 News

કામની વાત/ ઘરમાં નવા સભ્યની એન્ટ્રી થઈ હોય તો રાશન કાર્ડ અપડેટ કરાવવું ખૂબ જરૂરી, આ રીતે ફટાફટ થશે કામ

Karnavati 24 News