Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશ

અમદાવાદજૂની પેન્શન યોજના,100 દિવસ રોજગારી અને 8 રૂપિયામાં જમવાનું અપાશે- કોંગ્રેસ.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો અનેક વચનો તથા વાયદા લઈને જનતાની વચ્ચે જઈ રહ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે અગાઉ 8 વચનો લોકોને આપ્યા હતા ત્યારે હવે વધુ 3 વચનો કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યા છે જેમાં જૂની પેન્શન યોજના,100 દિવસ રોજગારી અને 8-8 રૂપિયામાં ભોજન આપવાના છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી 5 સપ્ટેમ્બરે ગુજરાત આવ્યા હતા.રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને અનેક વચનો આપ્યા હતા.ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને તો 8 વચનો આપ્યા છે તે પુરા કરવામાં આવશે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા વધુ 3 વચનો આપવામાં આવ્યા છે.કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા વધુ 3 વચનોની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસની સરકાર બનશે તો 2004 બાદ રિટાયર્ડ થયેલા સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના મુજબ પેન્શન આપવામાં આવશે.રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ ગરીબ નાગરિકો માટે રસોડું શરૂ કરવામાં આવશે જેમાં ગરીબોને 8-8 રૂપિયામાં બાંનવ ટાઈમ જમવાનું આપવામાં આવશે.શહેરી વિસ્તારમાં 365 દિવાસમાંથી 100 દિવસ રોજગારી પણ આપવામાં આવશે.

संबंधित पोस्ट

સાવરકુંડલા તાલુકાના આડસંગ ગામ માં સિંહોના આંટાફેરા દિન-પ્રતિદિન વધી રહ્યા

Karnavati 24 News

મોરબીના વાઘપર-ગાળા પાસે માઈનોર કેનાલમાં ગાબડું પડ્યું

Karnavati 24 News

ભારત પાકિસ્તાન વચ્ચે ગુપ્ત મંત્રણા ચાલુ

Karnavati 24 News

 કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મોટી કાર્યવાહીઃ વડોદરાના આફમી ચેરિટેબલ ટ્રસ્ટનુ રજિસ્ટ્રેશન રદ્દ કર્યું

Karnavati 24 News

 કોરોના સંક્રમણ:તાન્ઝાનિયાથી ગાંધીનગર આવેલા 2 વિદ્યાર્થીને કોરોના

Karnavati 24 News

 લોચન સહેરા અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા, 7 IAS અધિકારીની બદલી

Karnavati 24 News