Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

વલ્લભીપુર તાલુકા રાજપૂત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો, વન-પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની હાજરી

ભાવનગર જિલ્લાના પ્રભારી અને વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની પ્રેરક ઉપસ્થિતિમાં આજે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર ખાતે વલભીપુર તાલુકા રાજપુત સમાજ દ્વારા આયોજિત સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો.તેજસ્વી તારલાઓનું સન્માન:વલ્લભીપુર તાલુકા રાજપૂત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો, વન-પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની હાજરી સમાજ પ્રત્યેનું ઋણ અદા કરીએ તે આપણી જવાબદારી આ સમારોહમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરતાં મંત્રીએ જણાવ્યું કે, જે સમાજની હોસ્ટેલ-છાત્રાલયમાં રહીને અને સહયોગથી આપણે આગળ વધીએ છીએ. ત્યારે આગળ વધ્યાં બાદ આ જ સમાજના ઉત્કર્ષ માટે તેને ખપમાં આવને, ઉપયોગમાં આવીને સમાજ પ્રત્યેનું ઋણ અદા કરીએ તે આપણી જવાબદારી છે. સમાજ જ્યારે પણ તકલીફમાં હોય ત્યારે એક બનીને નેક બનીને સૌ સાથે ઉભા રહીએ અને સમસ્યાનું નિરાકરણ લાવીએ તે જરૂરી છે. તેમ જણાવી તેમણે સમાજસેવામાં કાર્યરત નાનામાં નાની વ્યક્તિનું પણ સન્માન થવું જરૂરી છે તેમ જણાવ્યું હતું. તેજસ્વી તારલાઓ જીવનમાં ખૂબ પ્રગતિ કરે તેમણે વધુમાં જણાવ્યું કે, કોરોનાના કારણે છેલ્લાં બે વર્ષથી આ સન્માન સમારોહ યોજી શકાયો નહોતો. પરંતુ આજે યોજાઇ રહ્યો છે અને મને તેમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે તેનો આનંદ છે.તેમણે કોરોના કાળમાં સમાજસેવા કરનારા દિવંગત મહાનુભાવોને શ્રદ્ધાંજલિ આપીને તેજસ્વી તારલાઓ જીવનમાં ખૂબ પ્રગતિ કરી અને સમાજના ઉપયોગી બને તેવી અભ્યાર્થના વ્યક્ત કરી હતી. એક દીકરો કે દીકરી જ્યારે આગળ વધે છે ત્યારે તે કુળ, ગામ સાથે સમાજનું પણ ગૌરવ વધારે છે,

संबंधित पोस्ट

અંકલેશ્વરમાં સગા બાપે સગીર પુત્રી ઉપર અનેક વખત દુષ્કર્મ આચર્યું.

Karnavati 24 News

અમરેલી માં રોજગાર ખાતા દ્વારા ૨૮ માર્ચના ઈ-ભરતીમેળા નું આયોજન કરાયું

Karnavati 24 News

બારડોલીના કડોદની હોસ્પિટલમાં ઈમરજન્સી વોર્ડ શરુ કરવા દાતાઓ આગળ આવ્યા : દર્દીઓને મોટી રાહત થશે

Karnavati 24 News

અમદાવાદમાં પ્રમુખસ્વામીની 100મી જન્મજયંતિની પર 600 એકરમાં પ્રમુખસ્વામી નગર બનાવાયું, આ છે તૈયારીઓ

Admin

તળાજા તાલુકાના શોભાવડ ગામ તરફ જતા રસ્તા ઉપર વીજ કરંટ લાગવાના કારણે એક આધેડનું મોત

Karnavati 24 News

ઉત્તર ગુજરાત ની લો કોલેજોની મૂટ કોર્ટ સ્પર્ધામાં રાધનપુરની કૉલેજ પ્રથમ ક્રમે

Karnavati 24 News