Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ટેકનોલોજી

Audi R8નું આગામી મોડલ હશે ફૂલ ટુ ઇલેક્ટ્રિક વર્ઝન, નવી સુપરકાર વીજળીની સ્પિડે દોડશે

જર્મન કાર બ્રાન્ડ ઓડી તેની ફ્લેગશિપ સુપરકાર ઓડી આર8ના આગામી મોડલ પર કામ કરી રહી છે. લક્ઝરી કાર બનાવવા માટે પોપ્યુલર કંપની આગામી ઓડી R8નું આગલું મોડલ ફૂલ ઇલેક્ટ્રિક વર્ઝનમાં લોન્ચ કરી શકે છે. અહેવાલો અનુસાર Audi R8 નું આગામી મોડલ ઇલેક્ટ્રિક સુપરકાર હશે અને કંપનીએ તેના ડેવલપમેન્ટ પ્રોસેસને સ્ટાર્ટ પણ કરી દીધું છે. ઓડી નવી ઇલેક્ટ્રિક કારમાં હાલની કૂપ સ્ટાઇલ જાળવી રાખશે. બીજી તરફ આવનારી ઈલેક્ટ્રિક ઓડી R8 બ્રાન્ડની સીરીઝ અનુસાર વધુ પરફોર્મન્સ મેળવી શકે છે. ચાલો Audi R8 ના આગામી ઇલેક્ટ્રિક મોડલના ફીચર્સ પર એક નજર કરીએ.

શું પોર્શ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવશે?

Audi એ Audi R8 ના ઇલેક્ટ્રિક વર્ઝન માટે બે પ્લેટફોર્મ શોર્ટલિસ્ટ કર્યા છે. કંપની ઓડી R8 ઇલેક્ટ્રિક માટે સ્કેલેબલ સિસ્ટમ્સ પ્લેટફોર્મનું નવું ‘સ્પોર્ટ’ વર્ઝન પસંદ કરી શકે છે. આ સિવાય પોર્શેના નવા પ્લેટફોર્મનો ઉપયોગ આગામી ઇલેક્ટ્રિક કારના પ્રોડર્શન માટે પણ થઈ શકે છે. પોર્શ 718 બોક્સસ્ટર અને કેમેનના ઇલેક્ટ્રિક વર્ઝન પણ એક જ પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે.

Audi R8 ઈલેક્ટ્રિકને વધુ પાવર મળશે

જો ઓડી SSP પ્લેટફોર્મ પસંદ કરે છે, તો કંપની J1 પ્લેટફોર્મને રિપ્લેસ કરશે. પોર્શ ટેકન અને ઓડી ઇ-ટ્રોન જીટી કાર પણ J1 પ્લેટફોર્મ પર આધારિત છે. જો કે તે Audi પર નિર્ભર કરે છે કે તેઓ Audi R8 ઇલેક્ટ્રિક માટે કયું પ્લેટફોર્મ પસંદ કરે છે. આવનારી ઇલેક્ટ્રિક કાર RS e-tron GT કરતાં વધુ પાવર સાથે આવી શકે છે, જે 3.3 સેકન્ડમાં 0-100kmph થી ઝડપ મેળવી શકે છે.

Audi R8 2023 બંધ કરવામાં આવશે

Audi R8 નું ઇલેક્ટ્રિક વર્ઝન વધુ પાવર સાથે આવશે. તેથી આગામી ઇલેક્ટ્રિક સુપરકારમાં હાઇ-ડેન્સિટી બેટરીનો ઉપયોગ કરી શકાય છે. હાલમાં Audi R8 નું ઉત્પાદન 2023 ના અંત સુધી ચાલુ રહેવાની શક્યતા છે. કંપની ઓડી RS6નું ફિફ્થ જનરેશન મોડલ પણ લોન્ચ કરવાનો પ્લાન બનાવી રહી છે, જે પ્લગ-ઇન હાઇબ્રિડ વ્હીકલ હશે.

संबंधित पोस्ट

હવે ટીવી ખરીદવાની નથી કોઈ જરુરત, 300 રૂપિયામાં તમારો સ્માર્ટફોન બની જશે તમારું TV

Karnavati 24 News

Jio vs Airtel: 56 દિવસ ચાલનારા શાનદાર પ્લાન, 112GB સુધી ડેટાની સાથે ફ્રી કોલિંગનો લાભ

Karnavati 24 News

Smartphone Settings: આ Trick અપનાવવાથી નહીં પડે નવો Mobile લેવાની જરૂર! ટકોરા જેવો થઈ જશે જૂનો ફોન

Karnavati 24 News

ઈલેક્ટ્રિક સ્કૂટર આગનું કારણ: બેટરી કોષો, ડિઝાઈનની ખામીઓને કારણે બનેલી ઘટનાઓ; ઓલા અને ઓકિનાવાના સ્કૂટરમાં આગ

સ્માર્ટફોનમાં નેટવર્કના ઇસ્યુ છે? તો આ 1 ફેરફાર કરો અને મેળવો જબરજસ્ત પરિણામ

Karnavati 24 News

Apple: Apple iPhone 15 માંથી ભૌતિક સિમ સ્લોટ દૂર કરશે, eSIM નો ઉપયોગ કરી શકાશે

Karnavati 24 News