Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મળી આરોગ્ય વિભાગની ગવર્નીંગ બોડીની બેઠક

અરવલ્લી જિલ્લા કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીનાની અઘ્યક્ષતામાં જીલ્લાની આરોગ્ય વિભાગની ગવર્નીંગ બોડીની બેઠક મળી. બેઠકમાં જિલ્લાના ઉચ્ચ ગુણવત્તા સભર કામ કરનાર PHCના મેડિકલ ઓફિસરોના ક્લેક્ટર ના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. બેઠકમાં HMIS અંતર્ગત જિલ્લામાં થયેલા રજીસ્ટ્રેશન અને કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી. જિલ્લામાં ચાલી રહેલા વેક્સીનેશન અંગે પણ સમિક્ષા કરવામાં આવી. જિલ્લાના મેટરનલ ડેથ અને તેના કારણો અંગે પણ વિચારવિમશ કરવામાં આવ્યો.

બેઠકમાં કસ્તુરબા પોષણ સહાય યોજના, જનની સુરક્ષા યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાના લાભાર્થીઓ અંગે ચર્ચા કરાઈ. આ ઉપરાંત કુપોષણ, જન્મ સમયે બાળકોના ઓછા વજન, બાળ મૃત્યુદર , એનીમિયાગ્રસ્ત માતાઓના ઈલાજ અંગે પણ સમિક્ષા કરાઈ.

બેઠકમાં કલેકટર દ્વારા મેટરનલ ડેથ કેસના પરિવારજનો સાથે વાત કરી. તેમને હોસ્પિટલમાં યોગ્ય સારવાર મળી હતી કે કેમ એ અંગે પણ માહિતી મેળવી.  બેઠકમાં કલેકટર ડૉ.નરેન્દ્રકુમાર મિના, જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના ગવર્નીંગ બોડી અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અરવલ્લી જિલ્લામાં આરોગ્ય લક્ષી ચાલતી કામગીરીની સમિક્ષા કરાઈ હતી, જેમાં આરોગ્યના કર્મચારીઓ તેમજ અધિકારીઓ જોડાયા હતા. આ સાથે જ જિલ્લા કલેક્ટરે જરૂરી સૂચનો પણ કર્યા હતા.

संबंधित पोस्ट

લક્ષાંક સામે જિલ્લામાં 2 દી’માં 40109 બાળકો રસી લેતાં 50 ટકા રસીકરણ પૂર્ણ

Karnavati 24 News

સુરત શહેર પોલીસ કમિશ્નરના જાહેરનામા અનુસાર કોરોના સંક્રમણ વધતા 4થી વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધ

Karnavati 24 News

રાજકોટ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળને ૭૫ વર્ષ પૂર્ણ થતાં ૨૨થી ૨૬ ડિસેમ્બર ભવ્યાતિભવ્ય અમૃત મહોત્સવનું આયોજન

Admin

અમરેલી માં રોજગાર ખાતા દ્વારા ૨૮ માર્ચના ઈ-ભરતીમેળા નું આયોજન કરાયું

Karnavati 24 News

પાટણ ખાતે આવેલ બીએપી એસ સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટ મહોત્સવ યોજાયો

Admin

અમદાવાદમાં ભારે વરસાદની આગાહી, રાજયમાં 24 કલાકમાં 7નાં મોત, 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

Karnavati 24 News