Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચારદેશપ્રદેશરમતગમતસ્થાનિક સમાચાર

અમદાવાદમાં 29મી સપ્ટેમ્બરથી નેશનલ ગેમ્સ શરૂ થશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે

અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં યોજાનારી નેશનલ ગેમ્સનો આગામી તા. 29મી સપ્ટેમ્બરથી પ્રારંભ થનાર છે. જેમાં અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં 29મીએ યોજાનારા એક શાનદાર સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે. સાથે જ ગુજરાતના અન્ય શહેરોમાં પણ નેશનલ ગેમ્સની એક સાથે શરૂઆત કરવા માટેના આયોજનને લીલીઝંડી આપવામાં આવી છે.

અમદાવાદના કાર્યક્રમ માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં ઉદ્ઘાટન કરશે મ્યુનિ. સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં યોજવામાં આવનારી તમામ નેશનલ ગેમ્સ માટેના આયોજન અને જરૂરી વ્યવસ્થા પૂર્વ મ્યુનિ. કમિશનર એવા રાજ્યના શહેરી વિકાસ વિભાગના વડા મૂકેશકુમારને સોંપવામાં આવી છે.

જ્યારે મ્યુનિ. કોર્પોરેશનની ટીમમાં ત્રણ ડેપ્યુટી મ્યુનિ. કમિશનરો આઇ કે. પટેલ, સી.આર. ખરસાણ અને રમેશ મેરજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નેશનલ ગેમ્સ સમગ્ર ગુજરાતના વિવિધ શહેરોમાં એક સપ્તાહ સુધી ચાલનાર છે. આ નેશનલ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહ અને ગેમ્સની અમદાવાદમાં રમાનારી રમતોના આયોજન તથા વ્યવસ્થા અંગે મ્યુનિ. કોર્પોરેશનના વરિષ્ઠ અધિકારીઓની એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં નેશનલ ગેમ્સ અંગે એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ, ઉપરાંત રિવરફ્રન્ટ, કાંકરિયા લેઇક ફ્રન્ટ, મણિનગર વ્યાયામ શાળા, નરોડા વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલ સહિત અનેક સ્પોર્ટ્સ સંકુલોમાં કઈ કઈ રમતોની સ્પર્ધાઓ થશે તેની માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

संबंधित पोस्ट

બીટકોઈન આરોપી જીપીપીના ધારાસભ્ય નલીન કોટડીયાએ પટેલવાડી ખાતે એક સંમેલન બોલાવી માગ્યું જન સમર્થન

Admin

છેલ્લા 2 વર્ષમાં વધતી જતી મોંધવારીથી લોકોનું બજેટ ખોરવાયું જાણો ત્રણ વર્ષમાં પેટ્રોલ સહીત કઈ ચીજોમાં જોવા મળી મોંઘવારી

Karnavati 24 News

 જામનગરમાં ઈશુના જન્મ દિવસના વધામણાં કરવા થનગનાટ

Karnavati 24 News

અમિત શાહનું રાજભવનમાં રાજ્યપાલે કર્યુ સ્વાગત, સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેશે

Karnavati 24 News

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં પ્રધાનમંત્રી મન કી બાત કાર્યક્રમ નું આયોજન કરાયું

Karnavati 24 News

 શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્રમાં સેલ્યુટ તિરંગા ગુજરાત પ્રદેશની વિવિધ યોજનાઓનું આયોજન

Karnavati 24 News