Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

સંતરાની છાલમાંથી આ રીતે બનાવો ટેસ્ટી શાક, હેલ્થ માટે છે ખૂબ ગુણકારી

તમે ક્યારે પણ સંતરાની છાલનું શાક ધરે બનાવ્યુ છે? આ શાક ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે. ડાયાબિટીસના લોકો માટે આ શાક સૌથી બેસ્ટ છે. આ શાક ખાસ કરીને દક્ષિણ ભારતમાં બહુ ફેમસ છે. દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યમાં આ શાક સૌથી વધારે બને છે. આ શાક તમે પરાઠા સાથે ખાઓ છો તો બહુ મજા આવે છે તો જાણો ઘરે કેવી રીતે બનાવશો આ શાક.

સામગ્રી

5 કાપેલા સંતરાની છાલ

1 મોટી ચમચી આંબલીનો રસ

2 નાના કટકા ગોળ

રસમ પાવડર

મીઠું

તેલ

રાઇ

હળદર

હિંગ

મીઠો લીમડો

  • સંતરાની છાલમાંથી શાક બનાવવા માટે સૌ પ્રથમ સંતરાને ધોઇ લો અને એમાંથી છાલ કાઢી લો.
  • હવે એક પેન લો અને એમાં તેલ ગરમ કરવા મુકો.
  • તેલ ગરમ થઇ જાય એટલે એમાં રાઇ, હિંગ અને મીઠા લીમડાના પાન નાંખો.
  • ત્યારપછી સંતરાની છાલ નાંખો.
  • આમ, આ બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરી લો.
  • 3 થી 4 મિનિટ સુધી આ મિશ્રણને ધીમા ગેસે થવા દો.
  • પછી આમાં આંબલીનો રસ મિક્સ કરો.
  • હવે જરૂરમુજબ પાણી નાંખો અને 2 મિનિટ માટે થવા દો.
  • આ બધી પ્રોસેસ થઇ જાય પછી એમાં મીઠું નાંખો.
  • મીઠું નાંખ્યા પછી હળદર અને લાલ મરચુ નાંખો.
  • આ મસાલા કર્યા પછી ગોળ એડ કરો.
  • ગોળ નાંખ્યા પછી આ શાકને ઢાંકીને 10 મિનિટ માટે ધીમા ગેસે થવા દો. ગેસ ફાસ્ટ કરવાનો નથી. જો તમે ગેસ ફાસ્ટ કરશો તો શાક ચડશે નહિં અને સ્વાદ બરાબર નહિં આવે.
  • વચ્ચે વચ્ચે શાકને ચેક કરતા રહો કે એમાં પાણી છે કે નહિં. જો પાણી ના હોય કે ઓછુ હોય તો તમે એમાં થોડુ-થોડુ પાણી એડ કરતા જાવો.
  • 10 મિનિટ રહીને જોઇ લો શાક થઇ ગયુ કે નહિં.
  • શાક થઇ ગયુ હોય તો એક બાઉલમાં લઇ લો.
  • જો તમે ઇચ્છો છો તો આમાં ઉપરથી કોથમીર એડ કરી શકો છો.

 

संबंधित पोस्ट

અક્ષય તૃતીયા પહેલા સોના-ચાંદીમાં મોટો ઘટાડોઃ સોનું 52 હજાર અને ચાંદી 63 હજાર રૂપિયા, જુઓ આજના ભાવ

यूनाइटेड अरब एमिरेट्स में अपने कैंपस का विस्तार करेगा आईआईटी-दिल्ली

Karnavati 24 News

૯૮ – રાજુલા વિધાનસભા માં રાજનૈતિક પ્રવાસના ત્રીજા દિવસે શ્રી દેવેન્દ્ર બાપુ (ડેડાણ)નાં આશીર્વાદ

Karnavati 24 News

સિગ્નલ એપની જાહેરાત, વોટ્સએપને ટક્કર આપવા માટે લોન્ચ કરવામાં આવ્યું આ ખાસ ફીચર

Karnavati 24 News

हिमाचल प्रदेश में चुनाव से पहले कांग्रेस का संकल्प पत्र जारी किया गया

Admin

ગીર ગઢડા તાલુકાના મધ્ય ગીર માં આવેલા રાવલ ડેમ ને સ્વતંત્ર પર્વ નિમિતે સોળે શણગાર સજવા માં આવ્યો હતો

Karnavati 24 News