Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

લાઠી – ૯૬, વિધાનસભાની બેઠક માટે જામશે ખરાખરીનો જંગ..!! લડવા માંગતા કાર્યકરોમાં સળવળાટ..

લાઠી – ૯૬, વિધાનસભાની બેઠક માટે જામશે ખરાખરીનો જંગ..!!    લડવા માંગતા કાર્યકરોમાં સળવળાટ..          ગુજરાતમાં પ્રથમ વિધાનસભાની ચૂંટણી ૧૯૬૦ માં યોજાઈ હતી ત્યારે ૧૩૦ ધારાસભ્યોની બેઠક હતી. સમયાંતરે છેલ્લે ૨૦૧૭ માં ચૂંટણી થઈ ત્યારે ૧૮૨ બેઠકો છે.છેલ્લા અઢી દાયકાથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે   હવે ૨૦૨૨ ના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેના ભણકારા સંભળાઈ રહ્યા છે.એક કહેવત છે..સત્તા આગળ શાણપણ નક્કામું..!! શામ – દામ અને દંડ શબ્દો જુના છે પણ કાયમ બોલાતા હોય છે,અને આ નીતિનો ઉપયોગ કરી લેવા વાળા હોય છે…વિકાસ માટે બધું થઈ શકે…!!?

અમરેલી જીલ્લામાં ૫ બેઠકો છે.એક ભા.જ.પ.અને ચાર કોંગ્રેસના ધારાસભ્યો છે.તેમાં સૌથી બળુકા અને પોતાના મત વિસ્તાર ના પ્રશ્નો માટે વિધાનસભા ગજાવતા કોંગ્રેસના લાઠી બેઠકના ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર ને લડાયક નેતા તરીકે ગણવામાં આવે છે.હવે વાત આગામી વિધાનસભાની ચૂંટણીમાં લાઠી – ૯૬,બેઠક માટે કોંગ્રેસ,ભા.જ.પ.,અને આમ આદમી પાર્ટી એમ ત્રણેય પક્ષમાંથી ઉમેદવાર મેદાનમાં આવશે તે લગભગ પાક્કું ગણાય..આમ આદમી પાર્ટી થી કોઈ અજાણ નથી.ત્રણેય પક્ષોના આગેવાનો અને કાર્યકરો એ તૈયારી શરૂ કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે..!! આ બેઠકના ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર નું ઉમેદવારમાં નામ જાહેર થાય એવી પૂરેપૂરી શક્યતા નકારી શકાય નહિ… ભા.જ.પ.માથી કોનું નામ ઉપસી આવે અને આમ આદમી પાર્ટીમાં પ્રદેશમાંથી કોનું નામ જાહેર થાય તેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે.એક અનુમાન પ્રમાણે આ બેઠકમાં ત્રી પાંખીયો જંગ જામશે અને કોણ વિજેતા બનશે તે સમીકરણો ઉપરથી નક્કી થશે..!! અને જે વિજેતા બનશે તેના કાર્યકરો આનંદ કરશે.

संबंधित पोस्ट

7 ફેરા માટે એકલા, કારણ કે વર પણ એક જ હતોઃ ગુજરાતી યુવતીએ જાતે જ પોતાની માંગણી ભરી, પંડિત ન આવ્યા તો મોબાઈલ પર થયો મંત્રોચ્ચાર

Karnavati 24 News

પંજાબ સરકારના આરોગ્ય મંત્રીની ધરપકડઃ CM માનને થોડા સમય પહેલા બરતરફ કર્યા હતા, ટેન્ડર અને હોર્સ ટ્રેડિંગમાં 1% કમિશનનો આરોપ હતો

Karnavati 24 News

1 ઓક્ટોબરથી માત્ર આ લોકોને જ મળશે વીજળી સબસિડી, આ ત્રણ રીતે કરો અરજી નહીં તો તમારે આખું બિલ ચૂકવવું પડશે.

Karnavati 24 News

ચૂંટણી પૂર્ણ થઇ: પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાના ડરને કારણે લોકોની પેટ્રોલ પંપ પર લાગી લાઇન

Karnavati 24 News

NCP પદ ગ્રહણ સમારોહ

Karnavati 24 News

આસામમાં પૂરને કારણે સ્થળાંતર કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે

Admin