Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

Asia Cupની સુવર્ણ ટ્રૉફી સામે આવી, UAEના સુંદર નજારા વચ્ચે લૉન્ચ કરવામાં આવ્યો વીડિયો

એશિયા કપનો પ્રારંભ 27 ઓગસ્ટથી યૂએઇમાં શ્રીલંકા વર્સિસ અફઘાનિસ્તાન વચ્ચે રમાનાર મેચથી થશે. આ ટૂર્નામેન્ટની 15મી સીઝન છે. એશિયા કપ ટૂર્નામેન્ટ ચાર વર્ષ પછી આયોજિત થવા જઇ રહી છે. ખાસ કરીને તેનું આયોજન બે વર્ષ પછી કરવામાં આવી રહ્યુ છે. આ વખતે આ સ્પર્ધા ટી-20 ફોર્મેટમાં રમાશે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચને મળીને કુલ 13 મેચ રમાશે અને આ તમામ મેચ દૂબઇ અને શારજાહ સ્ટેડિયમમાં રમાશે.

યૂએઇમા રમાનાર એશિયા કપ ટ્રોફીની સુવર્ણ ટ્રોફી સામે આવી ચુકી છે. આ ટ્રોફીનો એક શાનદાર વીડિયો શારજાહ ક્રિકેટના સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં દેખાય છે કે આ ટ્રોફીની ટૂર આખી યૂએઇમાં કરાવવામાં આવી છે. એશિયા કપની ચમકતી ટ્રોફી શારજાહ ક્રિકેટ સ્ટેડિયમથી લઇને રણ અને ત્યાના સુંદર બીચ પર દેખાઇ રહી છે.

મહત્વપૂર્ણ છે કે ભારતીય ક્રિકેટ ટીમ 28 ઓગસ્ટે કટ્ટર પાકિસ્તાન સામે મેચ રમીને એશિયા કપ ટૂર્નામેન્ટનો પ્રારંભ કરશે. એશિયા કપ માટે ભારત અને પાકિસ્તાન સહિતની ટીમો યૂએઇ પહોચી ગઇ છે.

એશિયા કપનો કાર્યક્રમ (તમામ મેચ ભારતના સમય અનુસાર સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે)

પ્રથમ મેચ- 27 ઓગસ્ટ- શ્રીલંકા વર્સિસ અફઘાનિસ્તાન- દૂબઇ
બીજી મેચ- 28 ઓગસ્ટ- ભારત વર્સિસ પાકિસ્તાન- દૂબઇ
ત્રીજી મેચ- 30 ઓગસ્ટ- બાંગ્લાદેશ વર્સિસ અફઘાનિસ્તાન- શારજાહ
ચોથી મેચ- 31 ઓગસ્ટ- ભારત વર્સિસ ક્વોલિફાયર- દૂબઇ
પાંચમી મેચ- 1 સપ્ટેમ્બર- શ્રીલંકા વર્સિસ બાંગ્લાદેશ- દૂબઇ
છઠ્ઠી મેચ- 2 સપ્ટેમ્બર- પાકિસ્તાન વર્સિસ ક્વોલિફાયર- શારજાહ
સાતમી મેચ- 3 સપ્ટેમ્બર- બી1 વર્સિસ બી2- શારજાહ
આઠમી મેચ- 4 સપ્ટેમ્બર- એ1 વર્સિસ એ2- દૂબઇ
નવમી મેચ- 6 સપ્ટેમ્બર- એ1 વર્સિસ બી1- દૂબઇ
દસમી મેચ- 7 સપ્ટેમ્બર- એ2 વર્સિસ બી2- દૂબઇ
11મી મેચ- 8 સપ્ટેમ્બર- એ1 વર્સિસ બી2- દૂબઇ
12મી મેચ- 9 સપ્ટેમ્બર- બી1 વર્સિસ એ2- દૂબઇ
ફાઇનલ મેચ- 11 સપ્ટેમ્બર 1st સુપર 4 વર્સિસ 2nd સુપર 4 ટીમ- દૂબઇ

संबंधित पोस्ट

India Vs Australia 3rd Test: ત્રીજી ટેસ્ટ અગાઉ ઓસ્ટ્રેલિયાને ઝટકો, કમિન્સ બહાર

Admin

मुख्यप कोच राहुल द्रविड़ को हुआ कोरोना, नहीं जाएंगे एशिया कप में

Karnavati 24 News

ક્રિસ ગેલ: ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝનો ખુલાસો ક્રિસ ગેલને ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ સામે તક આપવામાં આવશે નહીં, કહે છે કે તે સન્માન માટે યોગ્ય તક શોધી રહ્યો છે

Karnavati 24 News

ટીમની કેપ્ટન્સીમાં સતત બદલાવ પર સૌરવ ગાંગુલીએ આપ્યો જવાબ, તેની પાછળનું અસલી કારણ જણાવ્યુ

Karnavati 24 News

Legends League Cricket: ગુજરાત જાયન્ટ્સને લીડ કરશે સેહવાગ,ગંભીર બનશે ઇન્ડિયા કેપિટલ્સનો કેપ્ટન

Admin

India Vs England: વર્લ્ડકપ સેમિફાઇનલમાં બે વખત ટકરાયા છે ભારત અને ઇગ્લેન્ડ, જાણો શુ રહ્યા હતા પરિણામો

Admin