Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશ

જોરાવરનગર હિત રક્ષક સમિતિ દ્વારા મુસાફરોને સુવિધા મળે માટે સુરેન્દ્રનગર-ભાવનગર રૂટની લોકલ ટ્રેન શરૂ કરાવવા સાંસદને રજૂઆત કરવામાં આવી

જોરાવરનગર- રતનપર હિતરક્ષક સમિતિએ સાંસદને લેખિત રજૂઆત કરી હતી. જેમાં જોરાવરનગરમાં સુરેન્દ્રનગર-લીંબડી-સુરેન્દ્રનગર રૂટની બસને અને મહુવા-સુરત-મહુવા ટ્રેનને સ્ટોપેજ અપાવવા માંગ કરી હતી.જ્યારે મુસાફરોને સુવિધા મળે માટે સુરેન્દ્રનગર-ભાવગનર રૂટની લોકલ ટ્રેન શરૂ કરાવવા માંગ કરી હતી.

….જોરાવરનગર-રતનપર હિતરક્ષક સમિતિના પી.વી.વાઘેલા, ભગીરથસિંહ ઝાલા સહિત આગેવાનોએ સાંસદ ડો.મહેન્દ્રભાઇ મુંજપરાને લેખિત રજૂઆત કરી હતી.જેમાં જણાવ્યા મુજબ મહુવા-સુરત-મહુવા ટ્રેન જ્યારથી ચાલુ થઇ ત્યારથી કાયમી ધોરણે જોરાવરનગર સ્ટેશને સ્ટોપેજ આપ્યુ હતુ. પરંતુ કેટલાક સમયથી બંધ કરી જનતાને અન્યાય કરાઇ રહ્યો છે.માટે સ્ટોપેજ અપાવવા જણાવ્યુ હતુ.જ્યારે સુરેન્દ્રનગર-લીંબડી-સુરેન્દ્રનગર રૂટની તમામ બસ જોરાવરનગર થઇ ચાલતી હતી.પરંતુ ઘણા સમયથી બારોબાર વઢવાણ થઇને ચલાવાય છે.જેથી રાજહોટલ, રતનપર, ફાટક, જોરાવનગર, ગણપતિ ફાટસર મુસાફરોને અન્યાય થાય છે.આ અંગે એસટી નિયામકને રજૂઆત છતા કાંઇ કરાતુ નથી આથી તે ચાલુ કરાવવા માંગ કરી તે હતી. આ ઉપરાંત ભાવનગર-સુરેન્દ્રનગર ટ્રેન બપોરે 1:30 કલાકે સુરેન્દ્રનગર જંકશનથી ઉપડી 1:46 કલાકે જોરાવરનગર આવતી જે ઘણા સમયથી બંધ કરાઇ છે.જોરાવનગરથી અભ્યાસભાટે 1 કલાકે વિદ્યાર્થી છુટે છે સાંજના 4:15 પહેલા કોઇ ટ્રેન નથી.આથી સમય વિતાવવા મજબુર થવુ પડે છે.આ ઉપરાંત વેપારીઓ પણ અપડાઉન કરતા હોવાથી હાલાકી થાય છે. આથી ભાવનગર-સુરેન્દ્રનગર લોકલ ટ્રેન શરૂ કરવા માંગ કરી હતી.

संबंधित पोस्ट

જર્મની ના રાજદૂતે અલંગ સોસીયા શિપ બ્રેકિંગ યાર્ડ ની મુલાકાત લીધી

Karnavati 24 News

 ચાણસ્માના ખેડૂતે પરંપરાગત ખેતી છોડી ઓર્ગેનિક આમળાની સફળ રીતે ઉત્પાદન મેળવ્યું, બે વિઘામાંથી વર્ષે 1.20 લાખની કમાણી

Karnavati 24 News

 રાજ્યની 8,684 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતગણતરી શરૂ

Karnavati 24 News

યોગી લખનૌના 10 ટોપર્સને મળ્યાઃ પૂછ્યું- તમે સૂઈ ગયા પછી કેટલા વાગે ઉઠો છો, એકે કહ્યું- 7 વાગે; વિદ્યાર્થીઓ હસી પડ્યા તો મુખ્યમંત્રી પણ હસવા લાગ્યા.

Karnavati 24 News

ખેડા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત , ખાટલા પરીષદોની બેઠકોનો દોર શરુ

Karnavati 24 News

જમ્મુ: વેષ્ણોદેવી મંદિરમાં ભાગદોડ, 12 લોકોના મોત, 20થી વધુ ઘાયલ

Karnavati 24 News