Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

અમ્પાયર બનવા માંગો છો, IAS ઇન્ટરવ્યૂ કરતા પણ મુશ્કેલ સવાલોના જવાબ આપવા પડશે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ભારતીય અમ્પાયર્સને એલિટ લેવલના અમ્પાયર બનાવવામાં જોડાયેલુ છે. આ યાદીમાં તાજેતરમાં બીસીસીઆઇ દ્વારા અમદાવાદમાં અમ્પાયરો માટે લેવલ-2 પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ હતુ પરંતુ અમ્પાયર બનવુ એટલુ આસાન પણ નથી. આ લેવલ-2ની પરીક્ષામાં પૂછાયેલા સવાલોએ જણાવી દીધુ છે. બીસીસીઆઇ ભારતીય અમ્પાયર્સનું લેવલ બરાબર કરવામાં લાગેલુ છે, જેની જરૂરત એટલા માટે પડી કારણ કે આઇપીએલ 2022 દરમિયાન ભારતીય અમ્પાયર્સ દ્વારા ખોટા નિર્ણય લેવામાં આવ્યા હતા જે બાદ ભારતીય અમ્પાયર્સની મજાક ઉડી હતી. હવે જ્યારે અમ્પાયરિંગમાં સુધાર કરવા માટે આ ટેસ્ટ તો રાખવામાં આવ્યો પરંતુ તેને પાસ કરવો એટલો પણ આસાન નહતો. કારણ કે આ પરીક્ષા દરમિયાન જે સવાલ પૂછવામાં આવ્યા તેમણે બધાને ચોકાવી દીધા હતા.

મોટા ભાગના થયા ફેલ

બીસીસીઆઇ દ્વારા આયોજિત કરવામાં આવેલી આ પરીક્ષામાં કુલ 140 લોકોએ ભાગ લીધો હતો. ટેસ્ટ કેટલો કઠિન હતો તે આ વાત પરથી અંદાજો લગાવી શકાય કે આ પરીક્ષામાં સામેલ થયેલા 140માંથી માત્ર 3 લોકો જ આ ટેસ્ટને પાસ કરી શક્યા હતા બાકીના 137 લોકોએ નિરાશ થઇને પરત ફરવુ પડ્યુ હતુ.

પૂછવામાં આવ્યા હતા આ સવાલ

1.પ્રથમ સવાલ: જો પેવેલિયન, ઝાડ અથવા ફિલ્ડર્સનો પડછાયો પિચ પર પડવા લાગે અને એવામાં બેટ્સમેન ફરિયાદ કરે તો તમે શું નિર્ણય કરશો?

જવાબ: પેવેલિયન અથવા ઝાડના પડછાયા પર નિર્ણય નથી લઇ શકાતો. હાં, ફિલ્ડરને સ્થિર રહેવા માટે કહી શકાય છે, નહી તો આવી સ્થિતિમાં અમ્પાયરને ડેડ બોલ જાહેર કરવાનો અધિકાર છે.

2. બીજો સવાલ: તમને આ જાણકારી છે કે બોલરની આંગળીમાં ઇજા થઇ છે અને જો તે પટ્ટી હટાવે તો લોહી નીકળવાની આશંકા છે. શું તેમ છતા પણ તમે બોલરને ટેપ હટાવીને બોલિંગ કરવા માટે કહેશો?

જવાબ- આવી સ્થિતિમાં જો બોલરે બોલિંગ કરવી છે તો ટેપ હટાવવી જરૂરી છે.

3 ત્રીજો સવાલ: એક લીગલ ડિલીવર પર બેટરે શોટ ફટકાર્યો અને બોલ શોર્ટ લેગ ફિલ્ડરના હેલ્મેટમાં અટકી ગયો. બોલને કારણે હેલ્મેટ પડી ગયુ પરંતુ બોલના જમીન પર પડ્યા પહેલા ફિલ્ડરે તેને કેચ પકડી લીધો. શું બેટ્સમેનને આ સ્થિતિમાં કેચ આઉટ આપવામાં આવશે?

જવાબ- આવી સ્થિતિમાં બેટ્સમેનને નોટ આઉટ આપવામાં આવશે

પરીક્ષાર્થીઓની થઇ આવી સ્થિતિ

મહત્વપૂર્ણ છે કે ટેસ્ટ ટોટલ 200 અંકની હતી. 200 અંકની આ ટેસ્ટમાં કટ ઓફ માર્ક્સ માટે 90 અંક નક્કી કરવામાં આવ્યા હતા, બીજી તરફ 200માંથી 100 અંક લેખિત પરીક્ષા, 35 અંક મૌખિક અને વીડિયો માટે, આ સિવાય 30 અંક ફિઝિકલ ટેસ્ટ માટે રાખવામાં આવ્યા હતા. મોટાભાગના ઉમેદવારોએ પ્રેક્ટિકલમાં સારૂ પ્રદર્શન કર્યુ પરંતુ લેખિત પરીક્ષા તમામ માટે કઠિન સાબિત થઇ હતી, માટે કહેવામાં આવી રહ્યુ છે કે જો તમે અમ્પાયર  બનવા માંગો છો તો તમારે આઇએએસ ઇન્ટરવ્યૂ કરતા પણ મુશ્કેલ સવાલોનો જવાબ આપવો પડશે.

संबंधित पोस्ट

જસપ્રીત બુમરાહ ટી-20 વર્લ્ડકપની બહાર થયો,ઇજાને કારણે નહી રમી શકે

રણજી ટ્રોફી ફાઈનલ: RCB બેટ્સમેનનું શાનદાર પ્રદર્શન, રણજી ફાઇનલમાં સદી ફટકારી

Karnavati 24 News

14મી વખત ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં નડાલઃ સેમિફાઇનલના બીજા સેટ દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા એલેક્ઝાન્ડર ઝવેરેવ ક્રેચ પર આવ્યો અને પ્રેક્ષકોને અલવિદા કહ્યું

Karnavati 24 News

સ્મૃતિ મંધાનાએ જીત્યા દિલ, હરમનપ્રીત કૌર સાથે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ શેર કર્યો

Karnavati 24 News

ટી-20 વર્લ્ડકપ ટીમમાં હર્ષલ પટેલની જગ્યા પર સંજય માંજરેકરે ઉઠાવ્યા સવાલ

T20 World Cup: ઓસ્ટ્રેલિયા પહોચી ટીમ ઇન્ડિયા, સોમવારે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પ્રથમ પ્રેક્ટિસ મેચ