Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

છેલ્લા ૩૪ વર્ષથી પોરબંદરના બાળદર્દીઓને ખૂબજ રાહત દરે સારવાર આપતી અને થેલેસેમિયા દર્દીઓને નિઃશુલ્ક લોહી આપતી આશા ચિલ્ડ્રન હોસ્પિટલનું તાજેતરમાં નવિનકરણ કરવામાં આવ્યું

દેશમાં લોહીની ઉણપ ધરાવતા બાળકોની સંખ્યામાં થતો વધારો ચિંતાજનક છે . તેવું પોરબંદરની આશા ચિલ્ડ્રન હોસ્પિટલની શિક્ષણપ્રેમી દાતાએ મુલાકાત લીધી ત્યારે જાણવા મળ્યું હતું . છેલ્લા ૩૪ વર્ષથી પોરબંદરના બાળદર્દીઓને ખૂબજ રાહત દરે સારવાર આપતી અને થેલેસેમિયા દર્દીઓને નિઃશુલ્ક લોહી આપતી આશા ચિલ્ડ્રન હોસ્પિટલનું તાજેતરમાં નવિનકરણ કરવામાં આવ્યું હતું . બાળકો , માતાઓ તથા થેલેસેમિયાના દર્દીઓ માટે હરહમેશ કામ કરતી એકમાત્ર સંસ્થા સ્વ . અશ્વિનભાઇ ભરાણીયા ચેરીટેબલ ફાઉન્ડેશન સંચાલિત આશા ચિલ્ડ્રન હોસ્પિટલની ગોઢાણીયા શૈક્ષણિક સંકુલના ટ્રસ્ટના પોરબંદરમાં ત્રણ દાયકાઓથી બાળપ્રમુખ જાણીતા દાતા અને તબીબી આરોગ્ય ક્ષેત્રે જેમની અનન્ય સેવા રહી છે તેવા પોરબંદરના સ્વ . અશ્વિનભાઇ ભરાણીયા ચેરીટેબલ ફાઉન્ડેશન સંચાલિત આશા ચિલ્ડ્રન હોસ્પિટલના મુખ્ય ય દાતાઓના લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત બાળ વિભાગના લોકાર્પણ કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો . દાતાઓ ક્ષેત્રના ડો . વિરમભાઇ ગોઢાણીયાએ મુલાકાત લીધી હતી . હોસ્પિટલના ટ્રસ્ટી દિનેશભાઇ ભરાણીયા , મેનેજર આશિષભાઇ થાનકી , સેવાકર્મી શાન્તાબેન , કો – ઓર્ડિનેટર વિજયભાઇ મજીઠીયા સહિતના પરિવારે ડો . વિરમભાઇ ગોઢાણીયાને આવકાર્યા હતા . હોસ્પિટલની બ્લડ બેન્ક , દ્વારા અનુદાનની સરવાણી વહેતા અનેક સુવિધાઓ વધારવામાં આવી . અદ્યતન એન.આઇ.સી.યુ.નું નિર્માણ થતા હવે બાળકોને બહારગામ સારવાર માટે લઇ જવાની જરૂરિયાત રહેશે નહીં . પોરબંદર તથા આજુબાજુના વિસ્તાર માટે છેલ્લા ૩૨ વર્ષથી બાળદર્દીઓની અદ્યતન સુવિધાઓ નિહાળી ટ્રસ્ટીઓની હોસ્પિટલ પ્રત્યેની પ્રતિબધ્ધતાની સરાહના કરી હતી અને હોસ્પિટલમાં દાખલ થયેલા બાળદર્દીઓ અને તેમના વાલીઓને મળીને ઝડપી સાજા થઇ જાય તેવી શુભેચ્છા પાઠવી હતી . આ પ્રસંગે ડો . વિરમભાઇ ગોઢાણીયાએ જણાવ્યું હતું કે , ‘ દાતાઓ ભલે વિદેશ સ્થાયી થયેલ હોય પણ તેઓનું દિલ પોરબંદરમાં રહ્યું છે . દાતાઓની ઉદાત ભાવનાને બિરદાવીને પોતે સુખી થાય અનેબીજાને સુખી કરે એ આપણી ભારતીય સંસ્કૃતિ છે . ‘ તેઓએ નેશનલ ફેમીલી હેલ્થ સર્વે આંકડા દર્શાવતા જણાવ્યું કે દેશમાં લોહીની ઉણપ ધરાવતા બાળકોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે . આ ઉણપ એનિમીયા કહેવાય છે અને ૨૦૧૫-૧૬માં ૬ થી ૫૯ મહિનામાં ૫૮.૬ % બાળકો એનિમીક હતા તેની ટકાવારી વધીને ૬૭.૧ % થઇ ગઇ છે . મા અને બાળકોને ભરપૂર પોષક આહાર ન મળવો તે આ સમસ્યાનું મુખ્ય કારણ છે . ત્યારે છેવાડાના લોકોને લાભ પહોંચાડવાના ટ્રસ્ટીઓ , મેનેજીંગ ટ્રસ્ટી રસિકભાઇ ભરાણીયા , ટ્રસ્ટી વિજયભાઇ ભરાણીયા , કેતનભાઇ ભરાણીયા , દિનેશભાઇ ભરાણીયા , ભાવિનભાઇ ભરાણીયા , ક્રિષ્નાબેન ભરાણીયાને અભિનંદન પાઠવી સ્વ . અશ્વિનભાઇ ભરાણીયા સાથેના સંસ્મરણો વાગોળી બાળકોના સેવાયજ્ઞમાં ઉપયોગી થયાનો સંતોષ થયો છે અને ઉપયોગી થવાની તત્પરતા દર્શાવી હતી . ડો . વિરમભાઇ ગોઢાણીયાએ આ હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે તેઓની સાથે પોરબંદરની ગોઢાણીયા બી.એડ. કોલેજના ડાયરેકટર ઇશ્વરલાલ ભરડા , આઇ.એમ.એ.ના પ્રમુખ ડો . કૌશિક પરમાર , બાળરોગ નિષ્ણાંત ડો . અનિલભાઇ રૂઘાણી , ડો . વિધિકડછા , ડો . જય બદિયાણી , સ્ત્રી રોગ નિષ્ણાંત ડો . આશિષ કુછડીયા સહિતનો હોસ્ટિપલ સ્ટાફ જોડાયો હતો . અંતમાં ટ્રસ્ટી દિનેશભાઇ ભરાણીયાએ ઋણ સ્વીકાર કરતા જણાવ્યું હતું કે જયારે દાતાઓ હોસ્પિટલની મુલાકાત લઇ પોતાનું દાન એળે નથી ગયું તેનો સંતોષ વ્યકત કરે ત્યારે ટ્રસ્ટીઓને આવી બાળદર્દીઓની સુવિધાઓ ઉભી કરવાની ભાવના બળવતર બને છે તેવો ભાવ વ્યકત કર્યો ત્યારે સૌ ભાવવિભોર બન્યા હતા

संबंधित पोस्ट

ફેશન સ્ટાઇલના 8 પ્રકાર: કપડાંના વલણો માટે એક સરળ માર્ગદર્શિકા

Karnavati 24 News

अगर आप भी चेहरे के दाग धब्बों को दूर करना चाहते हैं तो इस खास तेल का करें प्रयोग

Admin

સવારના બ્રેકફાસ્ટમાં બનાવીને પીવો Apple Shake, આખો દિવસ Energetic રહેશો

Karnavati 24 News

ઘરે બનાવો આ LIPS CREAM, માત્ર અઠવાડિયામાં હોંઠ થઇ જશે મુલાયમ અને ગુલાબી-ગુલાબી

Karnavati 24 News

અરવલ્લી જીલ્લામાં રક્ષાબંધનની શ્રધ્ધાભેર ઉજવણી : નારિયેળી પૂનમે પૂજા-અર્ચના સાથે બ્રાહ્મણોએ સમૂહમાં જનોઈ બદલી

Karnavati 24 News

તમારા બાળકોને શીખવાડો આ 5 સોશિયલ મેનર્સ, કોઇ જગ્યાએ નહિં પડે પાછું

Karnavati 24 News