Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

DRDOમાં 1248 વૈજ્ઞાનિકોની થશે ભરતી, ખાલી જગ્યા જલ્દી ભરવામાં આવશે

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)માં કામ કરવા માંગતા વૈજ્ઞાનિકો માટે સારા સમાચાર છે. સરકારે DRDOમાં ખાલી રહેલા પદોને ભરવા માટે મંજૂરી આપી દીધી છે. ટુંક સમયમાં જાહેરાત બહાર પાડીને આ ખાલી પદોને ભરવામાં આવશે.

દેશમાં મેક ઇન ઇન્ડિયાને વધારવામાં મહત્વ ભૂમિકા નીભાવી રહેલા સંરક્ષણ અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO)માં 1248 વૈજ્ઞાનિકોની ભરતીને સૈદ્ધાતિંક રીતે મંજૂરી મળી ગઇ છે. નિર્ણય હેઠળ તબક્કાવાર રીતે વૈજ્ઞાનિકોની ભરતી પ્રક્રિયા આવનારા ત્રણ-ચાર વર્ષની અંદર પૂરી કરી લેવામાં આવશે. ડીઆરડીઓ વર્તમાન સમયમાં વૈજ્ઞાનિકોની કમીનો સામનો કરી રહ્યુ છે. સંરક્ષણ મંત્રાલયના સૂત્રો અનુસાર નાણા મંત્રાલયે આ પ્રસ્તાવને સૈદ્ધાતિંક રીતે મંજૂરી આપી દીધી છે.

પ્રસ્તાવ હેઠળ ડીઆરડીઓની વિવિધ પ્રયોગશાળામાં પહેલાથી ખાલી પડેલા વૈજ્ઞાનિકોના 814 પદોને ભરવામાં આવશે. આ સિવાય અલગથી વૈજ્ઞાનિકોના 434 નવા પદ પણ ભરવામાં આવશે.

સરકારે કહ્યુ કે તેમાં એક તબક્કાવાર કાર્યક્રમ હેઠળ આગામી ત્રણ ચાર વર્ષની અંદર આ પદોને ભરવામાં આવશે. મંત્રાલય અનુસાર ડીઆરડીઓ પાસે વૈજ્ઞાનિકોના સ્વીકૃત પદોની સંખ્યા 7773 છે. વર્તમાન સમયમાં 6959 વૈજ્ઞાનિક સેવા કરી રહ્યા છે. આશરે 10 ટકાની કમી જોવા મળી રહી છે. બીજી તરફ મેક ઇન ઇન્ડિયા અભિયાન શરૂ થયા બાદ ડીઆરડીઓની જવાબદારી પણ વધી છે. જેનાથી નવા પદોના સર્જનની પણ જરૂરત પડી છે. આ રીતે નાણા મંત્રાલયે માત્ર નવા પદને સર્જન કરવાની મંજૂરી આપી છે અને પહેલા ખાલી પદોને ભરવા પર પણ સહમતિ વ્યક્ત કરી છે.

પ્રોત્સાહિત કરવા માટે પીઆરઆઇએસની માંગ

આ રીતે ડીઆરડીઓના વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવા માટે પરફોર્મન્સ રિલેટેડ ઇન્સેટિવ યોજના (PRIS)ના ક્રિયાન્વયનની માંગ ચાલી રહી છે. આ રીતની યોજના ઇસરો અને પરમાણુ ઉર્જા વિભાગમાં છે. ડીઆરડીઓના વૈજ્ઞાનિક પણ તેને લાગુ કરવાની માંગ કરી રહ્યા છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યુ કે આ મુદ્દાને પણ ગંભીરતાથી જોવામાં આવી રહ્યુ છે.

संबंधित पोस्ट

નાલંદામાં ટ્રક અને ટેન્કરની ટક્કર, આગ ફાટી નીકળીઃ NH-20 પર થયો અકસ્માત, બંને વાહનોના ડ્રાઈવર અને હેલ્પરે કૂદીને બચાવ્યા જીવ

Karnavati 24 News

UPSC પ્રિલિમ્સ પરિણામ 2022: UPSC સિવિલ સર્વિસીસ પ્રિલિમ્સમાં સફળ ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી, દર્શન કુમાર પટેલ ટોપ પર

Karnavati 24 News

 સામાન્ય દિવસોમાં ભરચક રહેતા ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિક વધ્યો ઉતરાયણ પર્વને અનુલક્ષી ટ્રાફિકનું ભારણ વધ્યું

Karnavati 24 News

ભાવનગરમાં એકા તરે પાણી આવતા લોકોની મૂશ્કેલી વધવા પામી .

Admin

યુનિફોર્મ સિવિલ કોર્ડ મામલે હાઈકોર્ટે કહ્યું- રાજ્યોમાં સમિતિની રચના થયા તો ખોટું શું છે?

Admin

સાઈબર ફ્રોડની માહિતી આપનારને રોકડમાં ઈનામ આપવામાં આવશે, માહિતી આપનારાનું નામ પણ ગુપ્ત રખાશે

Admin