Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

GOOD NEWS/ બેંક ગ્રાહકો માટે ખુશખબર આવી, SBIએ ફિક્સ્ડ ડિપોઝીટ પર વ્યાજદર વધાર્યા

સરકારી ક્ષેત્રની ભારતીય સ્ટેટ બેંકમાં ડિપોઝીટ કરનારા ગ્રાહકો માટે સારા સમાચાર આવ્યા છે. હકીકતમાં જોઈએ તો, SBIએ 2 કરોડ રૂપિયા અને તેનાથી વધારેના ટર્મ ડિપોઝિટ પર વ્યાજ દર વધારી દીધા છે. બેંક દ્વારા વધારવામાં આવેલા આ નવા વ્યાજદર 15 જૂલાઈ 2022થી લાગૂ પડશે.

બેંકના જણાવ્યા અનુસાર 7 દિવસથી 45 દિવસમાં મેચ્યોર થનારી ડિપોઝીટ પર બેંક 3.50 ટકાના દરે વ્યાજ આપવાનું ચાલુ રાખશે, તો વળી 46 દિવસામં 179 દિવસમાં મેચ્યોર થનારી ડિપોઝીટ પર 4 ટકાના વ્યાજદર છે. આ ઉપરાંત 180 દિવસથી 210 દિવસ સુધી મેચ્યોર થનારી ડિપોઝિટ પર એસબીઆઈ 4.25 ટકાના વ્યાજ દર આપવાનું ચાલુ રાખશે.

આવી જ રીતે 211 દિવસથઈ એક વર્ષથી ઓછા સમયમાં મેચ્યોર થનારી ડિપોઝિટ પર વ્યાજ દર 4.50 ટકા પર સ્થિર છે. તો વળી 1 વર્ષથી 2 વર્ષના ઓછા સમયમાં મેચ્યોર થનારી ડિપોઝીટ પર હવે 5.25 ટકા વ્યાજદર મળશે, જે પહેલા 4.75 ટકા વધારો હતો.

બેંક 2 વર્ષથી 3 વર્ષની ઓછા સમયમાં મેચ્યોર થનારી ડિપોઝીટ પર 4.25 ટકા અને 3 વર્ષ તથા 10 વર્ષ સુધી મેચ્યોર થનારી ડિપોઝીટ પર 4.50 ટકાના દરથી વ્યાજ દર ચાલુ રાખશે.

આપને જણાવી દઈએ કે, બેંક ગત વખતે 14 જૂન 2022ના રોજ 2 કરોડથી ઓછી ડિપોઝીટ પર પોતાના વ્યાજ દરોમાં વધારો કર્યો હતો. એસબીઆઈ હવે 7 દિવસથી 10 વર્ષોમાં મેચ્યોર થનારી જમા પર 2.90 ટકાથી 5.50 ટકાના હિસાબે વ્યાજ આપશે.

IDBI બેંકના વ્યાજદર

2 કરોડથી ઓછી ડિપોઝીટ પર આઈડીબીઆઈ બેંકે વ્યાજ દર વધારી દીધું છે. બેંકની વેબસાઈટ જણાવે છે કે, વધેલા વ્યાજ દર 14 જૂલાઈ 2022થી લાગૂ છે. બેંક 7 દિવસથી 30 દિવસમાં મેચ્યોર થનારી જમા પર 2.70 ટકા વ્યાજદર આફશે, જ્યારે આઈડીબીઆઈ બેંક 31 દિવલથી 45 દિવસમાં મેચ્યોર થનારી જમા પર 3.00 ટકાના વ્યાજદર આપશે.

संबंधित पोस्ट

સિહોરમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાતા શહેરીજનો ગરમીમાં શેકાયા, લોકો પરેશાન

Karnavati 24 News

મોટી ટેક કંપનીઓ કર્મચારીઓને નોકરી પરથી કરી રહી છે છૂટા, જાણો શું છે કારણ

Admin

🙏મહાદેવ હર 🙏

Karnavati 24 News

આ વર્ષે મળ્યા સારા સમાચાર: કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો

Karnavati 24 News

વિશ્વમાં ભારતના લેખનનો ડંકો: ટોમ્બ ઓફ સેન્ડ, બુકર પ્રાઈઝ જીતનારી પ્રથમ હિન્દી નવલકથા, લેખક ગીતાંજલિ શ્રીનું સન્માન

Karnavati 24 News

ગણવેશ,બુટ, પુસ્તકો, સાહિત્યો અને સ્ટેશનરી ચોક્કસ દુકાન કે સંસ્થામાંથી જ ખરીદવા દબાણ કરતી શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે

Karnavati 24 News