Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

વડોદરા શહેરના પ્રતાપનગર બ્રિજની હાલત ખખડધજ, પેરાપેટના પોપડા-પ્લાસ્ટર પણ ઉખડી ગયા

વડોદરા શહેરના પ્રતાપનગરથી મકરપુરા વિસ્તારને જોડતા પ્રતાપનગર બ્રિજને વર્ષ 1990માં શહેરીજનો માટે ખુલ્લો મુકાયો હતો. છેલ્લા 35 વર્ષ જેટલા વખતથી વપરાશમાં હાલ બ્રિજની પેરાપેટ જર્જરીત થઇ ગઈ છે. પેરાપેટના પોપડા ઠેર-ઠેરથી ઉખડવા માંડ્યા છે અને પ્લાસ્ટર પણ તૂટવા માંડ્યું છે. ત્યારે આજે પ્રતાપનગર બ્રિજના ચાલી રહેલા સમારકામનું નિરીક્ષણ કરવા સ્ટેન્ડિંગ ચેરમેન આજે સ્થળ પર દોડી ગયા હતા. તો બીજી તરફ ગોકળગતીએ ચાલતી કામગીરીના કારણે પૂર્વ વિપક્ષી નેતાએ નારાજગી દર્શાવી ટ્રાફિકનું ભારણ ઘટાડવા નવા બ્રિજની માંગણી કરી છે. છેલ્લા ત્રણ મહિનાથી ગોકળગાયની ગતિએ ચાલતી બ્રિજની જર્જરીત પેરાપેટની કામગીરી વહેલી તકે પૂરી થશે તેવી આશા પાલિકાના હોદ્દેદારોએ વ્યક્ત કરી છે.વડોદરા મહાનગરપાલિકાના સૂત્રોએ જણાવેલી વિગત એવી છે કે, પ્રતાપનગરથી મકરપુરાને જોડતો પ્રતાપનગર બ્રિજ 1986માં બનાવવાનું શરૂ થયું હતું. તત્કાલીન મેયર રણજીતસિંહ ચૌહાણના સમયમાં બ્રિજનું બાંધકામ શરૂ થયા બાદ ૧૯૯૦માં તૈયાર થતા તેનું લોકાર્પણ કરાયું હતું. ત્યારબાદ સતત ધમધમતા આ બ્રિજની પેરાપેટ છેલ્લા કેટલાય વખતથી જર્જરિત બની હતી. ઉપરાંત બ્રિજમાં પણ ઠેક ઠેકાણે ખાડા પડી જવા સહિત વરસાદી પાણી પણ ભરાઈ જાય છે. ઉપરાંત બ્રિજના સળિયા પણ કેટલીક જગ્યાએ બહાર દેખાવા માંડ્યા હોવાનું કહેવાય છે. આમ છેલ્લા 32 વર્ષથી સતત ઉપયોગમાં રહેલા પ્રતાપનગર બ્રિજની હાલત પણ જર્જરીત થઈ છે. જેથી ગમે ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી આશંકા નગરજનો વ્યક્ત કરી રહ્યા છે

संबंधित पोस्ट

લીંબડી સર્કિટ હાઉસ પાસે કાર પલ્ટી મારી જતા એક વ્યક્તિનું મોત નિપજ્યું

Karnavati 24 News

પાટણ યુનિવર્સિટીમાં મહિલાઓની જાતીય સતામણી વિષય પર એક દિવસીય સેમીનાર યોજાયો

Karnavati 24 News

 શહેરમાં મકરસંક્રાંતિ પર્વે ગુબ્બારા, ફૂગ્ગા અને સળગતું ફાનસ ચઢાવવા પર પ્રતિબંધ

Karnavati 24 News

સુરત શહેર પોલીસ કમિશ્નરના જાહેરનામા અનુસાર કોરોના સંક્રમણ વધતા 4થી વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધ

Karnavati 24 News

અમદાવાદમાં ભારે વરસાદની આગાહી, રાજયમાં 24 કલાકમાં 7નાં મોત, 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

Karnavati 24 News

ઉનાળાનો આકરો તાપ શરુ : બારડોલીમાં ખેડૂતોને સિંચાઇ માટે અપાતાં પાવરમાં કાપ મુકાયો

Karnavati 24 News