Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

કારનું કવર ફાડી નાખવા જેવી બાબત પર એક શખ્સે અબોલા શ્વાનને આડેધડ મારી પતાવી દીધું: જીવ દયાપ્રેમીએ ફરિયાદ નોંધાવી

રાજકોટ શહેરના ભાવનગર રોડ પર પટેલ વાડી પાસે આવેલા ફખરી પાર્કમાં કારના કવર ફાડી નાખતા તે બાબતનો ખાસ રાખી એક શખસે શ્વાન અને ગલુડિયાને ધોકાના ઘા ફટકાર્યા હતા જેમાં શ્વાનનું મોત થયું હતું.જેનો પીએમ રિપોર્ટ આવી ગયા બાદ આ બાબતે જીવદયા પ્રેમીની ફરિયાદ પરથી પોલીસે આ શખસ સામે પશુ પ્રત્યે ક્રૂરતા આચરવાની કલમ મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. જાણવા મળતી વિગતો મુજબ, મોરબી રોડ પર સેટેલાઈટ ચોક પાસે પુષ્કરધામ એવન્યુ 2 માં રહેતા જીવદયાપ્રેમી ભાવિનભાઈ ઘનશ્યામભાઈ ધિયાડ દ્વારા બી.ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભાવનગર રોડ પર પટેલ વાડીની સામે ફખરી પાર્ક શેરી નંબર ત્રણ પાસે રહેતા મુરતુજા વોરાનું નામ આપ્યું છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ,ગત તારીખ 3/7 ના રોજ તેમના જીવદયા પ્રેમીના એક સોશિયલ ગ્રુપમાં ફખરી પાર્ક પાસે એક નાનું ગલુડિયું તથા કૂતરાને કોઈએ ધોકા વડે મારમાર્યાનો મેસેજ મળ્યો હતો જેથી તેમણે અહીં પહોંચી તપાસ કરતા ગલુડિયું ઇજાગ્રસ્ત હાલતમાં હોય જ્યારે શ્વાનનું મોત થયું હોવાનું માલુમ પડ્યું હતું બાદમાં તેમણે અહીં આસપાસ તપાસ કરતા એવું માલુમ પડ્યું હતું કે અહીં રહેતા મુરતુજા વોરાએ તેમની કારનું કવર કૂતરાએ ફાડી નાખ્યું હોય જેથી તેનો ખાર રાખી કુતરા અને ગલુડિયાને ધોકાના ઘા ફટકાર્યા હતા. બાદમાં આ મામલે શ્વાનનો પીએમ રિપોર્ટ આવી જતા અને તેમાં મૃત્યુનું કારણ બોથડ પદાર્થના ઘા ફટકારવાથી થયું હોય તેવું સામે આવતા આ મામલે જીવ દયાપ્રેમીએ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ 428 તથા પશુ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

संबंधित पोस्ट

સામાજિક સમસ્યાઓ, કુરિવાજો વિરુદ્ધ લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર ગુજરાત યુનિવર્સિટીમાં પ્રદર્શનનું

Admin

રાજકોટ તેમજ ભાવનગર ડીવિઝનની ૦૬ ટ્રેનમાં મહાશિવરાત્રીના મેળાને ધ્યાને લઈને વધારાના કોચ લગાવાશે

Karnavati 24 News

 દમણમાં 31st ડિસેમ્બરની નાઈટ પાર્ટીને કરફ્યુનું ગ્રહણ

Karnavati 24 News

 પાટણની એમ. કે. શૈક્ષણિક સંકુલ ખાતે એઈડ્સ જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો

Karnavati 24 News

વડોદરા શહેરના ખોડીયાર નગર વિસ્તારમાં મહેતા ફ્યુલ કેર દ્વારા રિલાયન્સ JIO BP પેટ્રોલ પંપ ની શરૂઆત કરવામાં આવી છે

Karnavati 24 News

અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે રાષ્ટ્રીય મેગા લોક અદાલત નું આયોજન કરાયું.લોક અદાલતમાં 2900 કેસો મુકવામાં આવ્યા.

Karnavati 24 News